Ahmedabadમાં વાહન ચેકિંગ દરમિયાન કાર ચાલકે બે પોલીસકર્મીઓને એક કિમી સુધી ઢસેડયા
અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસની કોમ્બિંગ નાઈટ ચાલી રહી છે અને આ નાઈટ દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરતી હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગના સમયે અમુક શખ્સો પોલીસથી બચવા અવનવા નાટકો કરતા હોય છે,આવી જ એક ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની જેમાં પોલીસને એક કિમી સુધી કાર ચાલકે બોનેટ પર સુવડાવીને ઢસેડયા હતા.પોલીસે આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે.બે પોલીસકર્મીઓને લીધા અડફેટે આ સમગ્ર ઘટનામાં બે પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા,જેમાં ફોર્ચ્યુનર કારચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને તેની કાર ચેકિંગ માટે રોકે તે પહેલા કારની ઉપર બે પોલીસકર્મીઓને ઢસેડી દીધા હતા,આસપાસના લોકો બચાવવા માટે દોડયા પણ કાર ચાલક નબીરાને એવો પાવર હતો કે દૂર સુધી આ પોલીસ કર્મીઓને બોનેટ પર બેસાડી લઈ ગયો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી કારને પણ જપ્ત કરી છે. ચાંદખેડા પોલીસે નોંધ્યો ગુનો તપોવન સર્કલ પાસે વાહનચેકિંગ દરમિયાન કાર ચાલકે બે પોલીસ કર્મીઓ પર કાર ચઢાવી દીધી હતી અને બોનેટ પર બેસાડી દીધા હતા.ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરી હતી તપાસ શરૂ કરી છે,તો કાર ચાકલની પોલીસે ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી.ત્યારે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે,પોલીસે આરોપીની બરોબર સરભરા કરી હોવાની પણ વાત સામે આવી છે. છેલ્લા પાંચ દિવસથી શહેરમાં કોમ્બિંગ નાઈટ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ 1228 આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ 349 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે,82,508 વાહનોની તપાસ, 3992 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે,બીજી તરફ 7425 મેમો ફટકાર્યા છે અને 52.90 લાખનો દંડ વસૂલ્યો છે.1016 દારુ પિધેલા ઝડપાયા, 16 જુગાર કેસ,425 હથિયાર કેસ, 397 એમવી એક્ટ કેસ નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસની કોમ્બિંગ નાઈટ ચાલી રહી છે અને આ નાઈટ દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરતી હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગના સમયે અમુક શખ્સો પોલીસથી બચવા અવનવા નાટકો કરતા હોય છે,આવી જ એક ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની જેમાં પોલીસને એક કિમી સુધી કાર ચાલકે બોનેટ પર સુવડાવીને ઢસેડયા હતા.પોલીસે આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે.
બે પોલીસકર્મીઓને લીધા અડફેટે
આ સમગ્ર ઘટનામાં બે પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા,જેમાં ફોર્ચ્યુનર કારચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને તેની કાર ચેકિંગ માટે રોકે તે પહેલા કારની ઉપર બે પોલીસકર્મીઓને ઢસેડી દીધા હતા,આસપાસના લોકો બચાવવા માટે દોડયા પણ કાર ચાલક નબીરાને એવો પાવર હતો કે દૂર સુધી આ પોલીસ કર્મીઓને બોનેટ પર બેસાડી લઈ ગયો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી કારને પણ જપ્ત કરી છે.
ચાંદખેડા પોલીસે નોંધ્યો ગુનો
તપોવન સર્કલ પાસે વાહનચેકિંગ દરમિયાન કાર ચાલકે બે પોલીસ કર્મીઓ પર કાર ચઢાવી દીધી હતી અને બોનેટ પર બેસાડી દીધા હતા.ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરી હતી તપાસ શરૂ કરી છે,તો કાર ચાકલની પોલીસે ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી.ત્યારે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે,પોલીસે આરોપીની બરોબર સરભરા કરી હોવાની પણ વાત સામે આવી છે.
છેલ્લા પાંચ દિવસથી શહેરમાં કોમ્બિંગ નાઈટ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ 1228 આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ 349 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે,82,508 વાહનોની તપાસ, 3992 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે,બીજી તરફ 7425 મેમો ફટકાર્યા છે અને 52.90 લાખનો દંડ વસૂલ્યો છે.1016 દારુ પિધેલા ઝડપાયા, 16 જુગાર કેસ,425 હથિયાર કેસ, 397 એમવી એક્ટ કેસ નોંધાયા છે.