Ahmedabad રેલવેમાં આવતા પાર્સલોની થઈ મોટી લૂંટ, કર્મચારીને છરી મારી આરોપીઓ ફરાર
અમદાવાદમાં પાર્સલોની લુંટ ચલાવી 5 આરોપી ફરાર થયા છે,અમદાવાદ રેલવેમાં જે પાર્સલો આવે છે તેની લૂંટ ચલાવાવમાં આવી છે.કુલ 29.95 લાખના પાર્સલની લૂંટ ચલાવવામાં આવી છે.હથિયાર સાથે આવેલા 5 શખ્સોએ લૂંટ ચલાવી છે જેને લઈ પોલીસ પણ દોડતી થઈ છે,આરોપી દ્રારા મોટું વાહન લઈને તેમા સામાન ભરીને લૂંટ કરવામાં આવી છે.પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે. રેલવેમાં આવતા 29.95 લાખના પાર્સલની લૂંટ અમદાવાદ રેલવેમાં આવતા પાર્સલોની લૂંટ થઈ છે,જેમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી પાર્સલ ઉતરતા હતા અને તે બાદ પાંચ શખ્સો ત્યાં આવે છે અને રેલવે કર્મચારીને છરી બતાવીને તેને મારી લૂંટ કરવામાં આવે છે,જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાય છે કે મોટું ડાલુ લઈને આરોપીઓ આવે છે અને માલ-સામાન લઈને ફરાર થઈ જાય છે,સમગ્ર ઘટનામાં પોલીસે હાલ એક પણ આરોપી ઝડપ્યા નથી પરંતુ સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપવાની કામગીરી કરાઈ છે. પાંચ આરોપીએ આપ્યો ઘટનાને અંજામ સમગ્ર ઘટનામાં પાંચ આરોપીઓએ લોડરને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જે પાર્સલ હતા તેને લૂંટી લેવામાં આવ્યા છે,ત્યારે આરોપીઓને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.આરોપીઓ અમદાવાદના લોકલ લોકો જ હોવાનું પોલીસને અનુમાન છે,ત્યારે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવું પોલીસ રટણ કરી રહી છે.પોલીસે ફરિયાદ નોંધી છે અને ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપીઓ કરતા હતા વોચ સમગ્ર ઘટનામાં આરોપીઓને જાણ હશે કે કયાં સમયે ટ્રેન આવે છે અને તેમાંથી સામાન લોડ થાય છે.ત્યારે કર્મચારીની એકલતાનો લાભ લઈને લૂંટ કરવામાં આવી છે.અગાઉ પણ રેલવે પાર્સલની લૂંટ થઈ હતી,જયારે ટ્રેનમાંથી સામાન લોડ કરવામાં આવે તે સમયે પોલીસની હાજરી પણ અચૂક હોવી જોઈએ જેના કારણે આવી ઘટનાઓ ના બને.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પાર્સલોની લુંટ ચલાવી 5 આરોપી ફરાર થયા છે,અમદાવાદ રેલવેમાં જે પાર્સલો આવે છે તેની લૂંટ ચલાવાવમાં આવી છે.કુલ 29.95 લાખના પાર્સલની લૂંટ ચલાવવામાં આવી છે.હથિયાર સાથે આવેલા 5 શખ્સોએ લૂંટ ચલાવી છે જેને લઈ પોલીસ પણ દોડતી થઈ છે,આરોપી દ્રારા મોટું વાહન લઈને તેમા સામાન ભરીને લૂંટ કરવામાં આવી છે.પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે.
રેલવેમાં આવતા 29.95 લાખના પાર્સલની લૂંટ
અમદાવાદ રેલવેમાં આવતા પાર્સલોની લૂંટ થઈ છે,જેમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી પાર્સલ ઉતરતા હતા અને તે બાદ પાંચ શખ્સો ત્યાં આવે છે અને રેલવે કર્મચારીને છરી બતાવીને તેને મારી લૂંટ કરવામાં આવે છે,જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાય છે કે મોટું ડાલુ લઈને આરોપીઓ આવે છે અને માલ-સામાન લઈને ફરાર થઈ જાય છે,સમગ્ર ઘટનામાં પોલીસે હાલ એક પણ આરોપી ઝડપ્યા નથી પરંતુ સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપવાની કામગીરી કરાઈ છે.
પાંચ આરોપીએ આપ્યો ઘટનાને અંજામ
સમગ્ર ઘટનામાં પાંચ આરોપીઓએ લોડરને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જે પાર્સલ હતા તેને લૂંટી લેવામાં આવ્યા છે,ત્યારે આરોપીઓને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.આરોપીઓ અમદાવાદના લોકલ લોકો જ હોવાનું પોલીસને અનુમાન છે,ત્યારે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવું પોલીસ રટણ કરી રહી છે.પોલીસે ફરિયાદ નોંધી છે અને ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આરોપીઓ કરતા હતા વોચ
સમગ્ર ઘટનામાં આરોપીઓને જાણ હશે કે કયાં સમયે ટ્રેન આવે છે અને તેમાંથી સામાન લોડ થાય છે.ત્યારે કર્મચારીની એકલતાનો લાભ લઈને લૂંટ કરવામાં આવી છે.અગાઉ પણ રેલવે પાર્સલની લૂંટ થઈ હતી,જયારે ટ્રેનમાંથી સામાન લોડ કરવામાં આવે તે સમયે પોલીસની હાજરી પણ અચૂક હોવી જોઈએ જેના કારણે આવી ઘટનાઓ ના બને.