Vadodara: શહેરના સિનિયર વકીલની ઘાતકી હત્યા કરનાર અસીલની ધરપકડ
સિંધરોટમાં મીની નદીના બ્રિજ ખાતે બનેલી ઘટનાSSGમાં મોત થયું, પોલીસ દ્વારા વીડિયોગ્રાફી ,પંચનામું કરી વધુ તપાસ શરૂ અજાણ્યા વ્યક્તિે 108 એમ્બ્યુલન્સને બોલાવી વિઠ્ઠલપ્રસાદને સારવાર માટે સયાજી હૉસ્પિટલ મોકલ્યાં હતાં શહેર નજીક સિંધરોટ વિસ્તારમાં મિની નદીના બ્રિજ પર ગત રાતે અસીલે સિનિયર વકીલની ઘાતકી હત્યા કરી હતી. વડોદરા તાલુકા પોલીસે હત્યાના આરોપમાં અસીલને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં રહેતા વિઠ્ઠલપ્રસાદ મગનલાલ પંડિત (ઉં.74) દિવાળીપુરા કોર્ટમાં વકીલાતોનો વ્યવસાય કરતા હતાં. વિઠ્ઠલપ્રસાદ ગઈકાલે રાતે સિંધરોટમાં અમરાપુરા ગામની સીમમાં મિની નદીના બ્રિજ પર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યાં હતાં. અજાણ્યા વ્યક્તિે 108 એમ્બ્યુલન્સને બોલાવી વિઠ્ઠલપ્રસાદને સારવાર માટે સયાજી હૉસ્પિટલ મોકલ્યાં હતાં. તાત્કાલિક વિભાગમાં પ્રાથમિક સારવાર માટે ઈજાગ્રસ્તને સર્જિકલ આઇસીયુમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન હૉસ્પિટલના બિછાને મોડી રાતે દોઢ વાગે ફરજના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન વડોદરા તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક વકીલ વિઠ્ઠલપ્રસાદના અસીલ નરેશ રાવળે ગતરાતે તેમની પર ધારદાર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. અસીલે ક્યા કારણોસર વકીલની હત્યા કરી ? તે રહસ્ય અકબંધ છે. આ ઘટના અંગે મૃતક વકીલના પુત્રએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી નરેશ રાવળની અટક કરી પૂછપરછ હાથધરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે વીડિયોગ્રાફીથી પંચનામું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. પોલીસે મૃતકના લોહીવાળા કપડાં કબ્જે કર્યાં છે. આરોપી પાસે હથિયાર કબ્જે કરવાની પોલીસે તજવીજ હાથધરી છે. હત્યારા સામે કડક કાર્યવાહીનો વકીલ મંડળનો ઠરાવ શહેરના એક એડવોકેટની તેમના અસીલ દ્વારા કરાયેલી હત્યાના બનાવને લઈને વકીલ આલમમાં રોષ છે. વકીલ મંડળની આજે મળેલી તાકિદની બેઠકમાં હત્યારા સામે કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી અને પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી થાય તેવો એક સૂરે ઠરાવ પસાર કરાયો હતો. એડવોકેટ પ્રોટેકશન એક્ટના અમલ માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેમ વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું છે. વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યુ હતુ કે, અસીલ દ્વારા વકીલની હત્યા કરવામાં આવી છે. જે ખુબજ ગંભીર બાબત છે પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહિં કરે તો આવા તત્વોને છુટો દોર મળી જશે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટના અમલ અંગે બાર કાઉન્સિલમાં ઉગ્ર રજુઆત કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સિંધરોટમાં મીની નદીના બ્રિજ ખાતે બનેલી ઘટના
- SSGમાં મોત થયું, પોલીસ દ્વારા વીડિયોગ્રાફી ,પંચનામું કરી વધુ તપાસ શરૂ
- અજાણ્યા વ્યક્તિે 108 એમ્બ્યુલન્સને બોલાવી વિઠ્ઠલપ્રસાદને સારવાર માટે સયાજી હૉસ્પિટલ મોકલ્યાં હતાં
શહેર નજીક સિંધરોટ વિસ્તારમાં મિની નદીના બ્રિજ પર ગત રાતે અસીલે સિનિયર વકીલની ઘાતકી હત્યા કરી હતી. વડોદરા તાલુકા પોલીસે હત્યાના આરોપમાં અસીલને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી વિસ્તારમાં રહેતા વિઠ્ઠલપ્રસાદ મગનલાલ પંડિત (ઉં.74) દિવાળીપુરા કોર્ટમાં વકીલાતોનો વ્યવસાય કરતા હતાં. વિઠ્ઠલપ્રસાદ ગઈકાલે રાતે સિંધરોટમાં અમરાપુરા ગામની સીમમાં મિની નદીના બ્રિજ પર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યાં હતાં. અજાણ્યા વ્યક્તિે 108 એમ્બ્યુલન્સને બોલાવી વિઠ્ઠલપ્રસાદને સારવાર માટે સયાજી હૉસ્પિટલ મોકલ્યાં હતાં. તાત્કાલિક વિભાગમાં પ્રાથમિક સારવાર માટે ઈજાગ્રસ્તને સર્જિકલ આઇસીયુમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન હૉસ્પિટલના બિછાને મોડી રાતે દોઢ વાગે ફરજના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન વડોદરા તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક વકીલ વિઠ્ઠલપ્રસાદના અસીલ નરેશ રાવળે ગતરાતે તેમની પર ધારદાર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. અસીલે ક્યા કારણોસર વકીલની હત્યા કરી ? તે રહસ્ય અકબંધ છે.
આ ઘટના અંગે મૃતક વકીલના પુત્રએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી નરેશ રાવળની અટક કરી પૂછપરછ હાથધરી છે.
પોલીસ દ્વારા ઘટના સ્થળે વીડિયોગ્રાફીથી પંચનામું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. પોલીસે મૃતકના લોહીવાળા કપડાં કબ્જે કર્યાં છે. આરોપી પાસે હથિયાર કબ્જે કરવાની પોલીસે તજવીજ હાથધરી છે.
હત્યારા સામે કડક કાર્યવાહીનો વકીલ મંડળનો ઠરાવ
શહેરના એક એડવોકેટની તેમના અસીલ દ્વારા કરાયેલી હત્યાના બનાવને લઈને વકીલ આલમમાં રોષ છે. વકીલ મંડળની આજે મળેલી તાકિદની બેઠકમાં હત્યારા સામે કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી અને પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી થાય તેવો એક સૂરે ઠરાવ પસાર કરાયો હતો. એડવોકેટ પ્રોટેકશન એક્ટના અમલ માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેમ વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું છે. વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યુ હતુ કે, અસીલ દ્વારા વકીલની હત્યા કરવામાં આવી છે. જે ખુબજ ગંભીર બાબત છે પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહિં કરે તો આવા તત્વોને છુટો દોર મળી જશે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટના અમલ અંગે બાર કાઉન્સિલમાં ઉગ્ર રજુઆત કરાશે.