Ahmedabadમાં સતત ગુંડાગીરી વચ્ચે પોલીસ કમિશનરનો દાવો, ગુનાખોરી ઘટી રહી છે !

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની બે દિવસ પહેલા હત્યા થઈ હતી અને આ હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે,જેમાં એક આરોપી મૃતકનો ભત્રીજો કે જેણે હત્યા કિલિંગની સોપારી આપી હતી અને બીજા ત્રણ આરોપીઓ કે જેઓ હત્યામાં સામિલ હતા,મધ્યપ્રદેશના રતલામાથી આરોપીઓની ધરપકડ કરાઈ છે. એલિસબ્રિજ હત્યામાં પોલીસ કરી રહી છે તપાસ એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી હત્યાને લઈ પોલીસ સતત કામગીરી કરી રહી છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ પણ કરી રહી છે,અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે.પોલીસનું કહેવું છે કે,બે આરોપીઓ મોઢે કપડું બાંધીને આવ્યા હતા અને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.અલગ-અલગ જગ્યાએથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બદરામજી નામના વ્યકિતની હત્યા કરાઈ છે અને આ હત્યા તેના ભત્રીજાએ કરી છે. અમદાવાદમાં વધતી જતી ક્રાઈમની ઘટનાને લઈ પોલીસ કમિશનરને સંદેશના સવાલ અમદાવાદમાં વધતી જતી ક્રાઈમની ઘટનાઓને લઈ સંદેશ ન્યૂઝે પોલીસ કમિશનરને સવાલ કર્યા હતા,જેમાં પોલીસ કમિશનરનો દાવો છે કે અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ ઘટી છે અને પોલીસ કાર્યવાહી કરી છે,તો બીજી તરફ સંદેશ ન્યૂઝના સવાલ એ પણ છે કે,અમદાવાદ શહેરમાં 10 દિવસમાં 5 હત્યા થઈ છે તો આ ઘટનાઓ નાની છે ? અમદાવાદ પોલીસનો ગુનેગાર પર કાબુ નથી કે શું ? પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થતા હોય એમ લાગે છે.અમદાવાદમાં 10 મહિનામાં 73 હત્યાની ઘટનાઓ બની છે,સાથે સાથે 92 ઘટનાઓ એવી બની છે જેમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં થયેલ હત્યા 10 નવેમ્બર 2024 - બોપલમા વિધાર્થીની હત્યા 11 નવેમ્બર 2024 - બોપલમાં જમીન દલાલની હત્યા 16 નવેમ્બર 2024 - એલિસબ્રિજ વિસ્તારમાં શાકના વિક્રેતાની હત્યા 18 નવેમ્બર 2024 - કાગડાપીઠ વિસ્તારમાં હત્યા અમદાવાદમાં કાયદો - વ્યવસ્થાને લઈ સંદેશ ન્યૂઝના સવાલ પોલીસ કમિશનર જી.એસ મલિકને સંદેશ ન્યૂઝે કર્યા સવાલ સંદેશ ન્યૂઝે પૂછ્યું અમદાવાદ કેમ ક્રાઇમ કેપિટલ બન્યું? અમદાવાદ પોલીસ ખૂબ મહેનત કરે છેઃ પોલીસ કમિશનર ગુજરાતમાં કાયદો - વ્યવસ્થાની સ્થિતિ સુધરી છેઃ કમિશનર લૂંટ, હત્યા, ચોરીના પ્રયાસમાં ઘટાડો થયો છેઃ કમિશનર સતત ગુંડારાજ વચ્ચે CPનો ગુનાખોરી ઘટ્યાનો દાવો 10 દિવસમાં 5 હત્યા.. છતાં CP કહે છે ગુનાખોરી ઘટી છે CP કહે છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે CP કહે છે કે ગુનેગારોમાં પોલીસનો ડર છે હત્યા, ફાયરિંગ, તોડફોડના CCTV જોઇ લો સાહેબ આ દ્રશ્યો તો કહે છે કે અમદાવાદ ગુનાખોરીનું હબ બન્યું આંકડાઓ આપીને CP કાર્યવાહીની વાતો કરે છે CP કહે છે - ગુનાખોરી કંટ્રોલમાં છે !! તમારા લગાવેલા CCTV જ કહે છે ગુનાખોરી વધી છે બોલો, CP હવે મીડિયાને સંયમ રાખવાનું કહે છેખ્યાતિકાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈઅમદાવાદમાં ખ્યાતિકાંડમાં આબરુના ધોવાણ બાદ પોલીસે આળસ મરડી છે,હવે કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે,સાથે સાથે 8 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી તો પોલીસે ડો. પ્રશાંત વજીરાણીની કસ્ટડી ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે,ફરાર આરોપીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે તો ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં મોજ કરે છે તો અન્ય 4 આરોપીઓને પોલીસ હજુ સુધી નથી પકડી શકી.

Ahmedabadમાં સતત ગુંડાગીરી વચ્ચે પોલીસ કમિશનરનો દાવો, ગુનાખોરી ઘટી રહી છે !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની બે દિવસ પહેલા હત્યા થઈ હતી અને આ હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે,જેમાં એક આરોપી મૃતકનો ભત્રીજો કે જેણે હત્યા કિલિંગની સોપારી આપી હતી અને બીજા ત્રણ આરોપીઓ કે જેઓ હત્યામાં સામિલ હતા,મધ્યપ્રદેશના રતલામાથી આરોપીઓની ધરપકડ કરાઈ છે.

એલિસબ્રિજ હત્યામાં પોલીસ કરી રહી છે તપાસ

એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી હત્યાને લઈ પોલીસ સતત કામગીરી કરી રહી છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ પણ કરી રહી છે,અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે.પોલીસનું કહેવું છે કે,બે આરોપીઓ મોઢે કપડું બાંધીને આવ્યા હતા અને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.અલગ-અલગ જગ્યાએથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બદરામજી નામના વ્યકિતની હત્યા કરાઈ છે અને આ હત્યા તેના ભત્રીજાએ કરી છે.

અમદાવાદમાં વધતી જતી ક્રાઈમની ઘટનાને લઈ પોલીસ કમિશનરને સંદેશના સવાલ

અમદાવાદમાં વધતી જતી ક્રાઈમની ઘટનાઓને લઈ સંદેશ ન્યૂઝે પોલીસ કમિશનરને સવાલ કર્યા હતા,જેમાં પોલીસ કમિશનરનો દાવો છે કે અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ ઘટી છે અને પોલીસ કાર્યવાહી કરી છે,તો બીજી તરફ સંદેશ ન્યૂઝના સવાલ એ પણ છે કે,અમદાવાદ શહેરમાં 10 દિવસમાં 5 હત્યા થઈ છે તો આ ઘટનાઓ નાની છે ? અમદાવાદ પોલીસનો ગુનેગાર પર કાબુ નથી કે શું ? પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થતા હોય એમ લાગે છે.અમદાવાદમાં 10 મહિનામાં 73 હત્યાની ઘટનાઓ બની છે,સાથે સાથે 92 ઘટનાઓ એવી બની છે જેમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં થયેલ હત્યા

10 નવેમ્બર 2024 - બોપલમા વિધાર્થીની હત્યા

11 નવેમ્બર 2024 - બોપલમાં જમીન દલાલની હત્યા

16 નવેમ્બર 2024 - એલિસબ્રિજ વિસ્તારમાં શાકના વિક્રેતાની હત્યા

18 નવેમ્બર 2024 - કાગડાપીઠ વિસ્તારમાં હત્યા

અમદાવાદમાં કાયદો - વ્યવસ્થાને લઈ સંદેશ ન્યૂઝના સવાલ

પોલીસ કમિશનર જી.એસ મલિકને સંદેશ ન્યૂઝે કર્યા સવાલ

સંદેશ ન્યૂઝે પૂછ્યું અમદાવાદ કેમ ક્રાઇમ કેપિટલ બન્યું?

અમદાવાદ પોલીસ ખૂબ મહેનત કરે છેઃ પોલીસ કમિશનર

ગુજરાતમાં કાયદો - વ્યવસ્થાની સ્થિતિ સુધરી છેઃ કમિશનર

લૂંટ, હત્યા, ચોરીના પ્રયાસમાં ઘટાડો થયો છેઃ કમિશનર

સતત ગુંડારાજ વચ્ચે CPનો ગુનાખોરી ઘટ્યાનો દાવો

10 દિવસમાં 5 હત્યા.. છતાં CP કહે છે ગુનાખોરી ઘટી છે

CP કહે છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે

CP કહે છે કે ગુનેગારોમાં પોલીસનો ડર છે

હત્યા, ફાયરિંગ, તોડફોડના CCTV જોઇ લો સાહેબ

આ દ્રશ્યો તો કહે છે કે અમદાવાદ ગુનાખોરીનું હબ બન્યું

આંકડાઓ આપીને CP કાર્યવાહીની વાતો કરે છે

CP કહે છે - ગુનાખોરી કંટ્રોલમાં છે !!

તમારા લગાવેલા CCTV જ કહે છે ગુનાખોરી વધી છે

બોલો, CP હવે મીડિયાને સંયમ રાખવાનું કહે છે

ખ્યાતિકાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

અમદાવાદમાં ખ્યાતિકાંડમાં આબરુના ધોવાણ બાદ પોલીસે આળસ મરડી છે,હવે કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે,સાથે સાથે 8 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી તો પોલીસે ડો. પ્રશાંત વજીરાણીની કસ્ટડી ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે,ફરાર આરોપીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે તો ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં મોજ કરે છે તો અન્ય 4 આરોપીઓને પોલીસ હજુ સુધી નથી પકડી શકી.