જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં બે યુવાનો પર આઠ શખ્સોનો હથિયાર વડે જીવલેણ હુમલો

Jamnagar Crime : જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી આવેલા આઠ શખ્સોએ મચ્છી પીઠ વિસ્તારમાં ઉભેલા બે યુવાનોને કંઈ સમજે વિચારે તે પહેલાં ગાળો કાઢી, ઝઘડો કરી અચાનક હુમલો કરી દેતાં યુવાનને તાત્કાલિક ગંભીર ઈજા થવાથી સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હુમલો કરી નાશી છૂટેલા શખ્સો સામે ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આ પ્રકારે જાહેરમાં બનતા ગંભીર બનાવોને અટકાવવા પોલીસે સખતાઈથી વર્તવું જોઈએ તેવી બુધ્ધિજીવીઓની માંગણી છે. જાહેરમાં શસ્ત્રો સાથે ધસી આવેલા શખ્સોએ દંગલ મચાવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ત્રણ બતી વિસ્તારમાં મચ્છી પીઠમાં આવેલ સાદીકભાઈની દુકાન પાસે ફારૂક અનવરભાઈ ખોડ નામનો યુવાન આવેશ ફીરોજભાઈ ગંઢાર, કાદર હુસેનભાઈ છરેચા તથા અન્ય વ્યકિતઓ સાથે ગઈકાલે છોટા હાથી વાહનમાંથી મચ્છીના બોકસ ઉતારી ઉભો હતો ત્યારે અહીં શબ્બીર જુનશભાઈ સંઘાર, અકરમ બીલાલ સંઘાર, મહેબુબ કાસમ સંઘાર, મહમદરઝા ઈશા સંઘાર, આદમ આમદ, રહીમ ઈબ્રાહિમ સંઘાર, ફારૂક ઈબ્રાહિમ સંઘાર અને ઈબ્રાહિમ સંઘાર નામના માધાપર ભુંગાના શખ્સો ધસી આવ્યા હતા અને ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લોખંડના પાઈપ અને લાકડાંના ધોકા તથા છરી અને તલવાર ધારણ કરી ફારૂક તેમજ આવેશ ફીરોઝભાઈ ગંઢાર નામના બે યુવાન ઉપર એકાએક હુમલો કર્યો હતો.

જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં બે યુવાનો પર આઠ શખ્સોનો હથિયાર વડે જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime : જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી આવેલા આઠ શખ્સોએ મચ્છી પીઠ વિસ્તારમાં ઉભેલા બે યુવાનોને કંઈ સમજે વિચારે તે પહેલાં ગાળો કાઢી, ઝઘડો કરી અચાનક હુમલો કરી દેતાં યુવાનને તાત્કાલિક ગંભીર ઈજા થવાથી સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હુમલો કરી નાશી છૂટેલા શખ્સો સામે ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આ પ્રકારે જાહેરમાં બનતા ગંભીર બનાવોને અટકાવવા પોલીસે સખતાઈથી વર્તવું જોઈએ તેવી બુધ્ધિજીવીઓની માંગણી છે. જાહેરમાં શસ્ત્રો સાથે ધસી આવેલા શખ્સોએ દંગલ મચાવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ત્રણ બતી વિસ્તારમાં મચ્છી પીઠમાં આવેલ સાદીકભાઈની દુકાન પાસે ફારૂક અનવરભાઈ ખોડ નામનો યુવાન આવેશ ફીરોજભાઈ ગંઢાર, કાદર હુસેનભાઈ છરેચા તથા અન્ય વ્યકિતઓ સાથે ગઈકાલે છોટા હાથી વાહનમાંથી મચ્છીના બોકસ ઉતારી ઉભો હતો ત્યારે અહીં શબ્બીર જુનશભાઈ સંઘાર, અકરમ બીલાલ સંઘાર, મહેબુબ કાસમ સંઘાર, મહમદરઝા ઈશા સંઘાર, આદમ આમદ, રહીમ ઈબ્રાહિમ સંઘાર, ફારૂક ઈબ્રાહિમ સંઘાર અને ઈબ્રાહિમ સંઘાર નામના માધાપર ભુંગાના શખ્સો ધસી આવ્યા હતા અને ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લોખંડના પાઈપ અને લાકડાંના ધોકા તથા છરી અને તલવાર ધારણ કરી ફારૂક તેમજ આવેશ ફીરોઝભાઈ ગંઢાર નામના બે યુવાન ઉપર એકાએક હુમલો કર્યો હતો.