Ahmedabad રેલવે સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે અમુક ટ્રેનોના આગમન-પ્રસ્થાનમાં ફેરફાર કરાયો
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યના સંદર્ભમાં RLDA દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 23 જાન્યુઆરી 2025થી આગળની સૂચના સુધી અમદાવાદથી આગમન/પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેન સેવાઓ અમદાવાદના બદલે વટવા/મણિનગર સ્ટેશનથી ચાલશે. ટ્રેનના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ સ્થળોએ જવા માટે AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રભાવિત થવા વળી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. અમદાવાદને બદલે વટવા/મણિનગરથી ઉપડતી ટ્રેન 01-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદને બદલે મણિનગરથી (14:10 કલાકે) ઉપડશે. 02-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવાથી (18.35 કલાકે) ઉપડશે. 03-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69116 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવા થી (23:10 કલાકે) ઉપડશે. અમદાવાદને બદલે મણિનગર/વટવા સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થવા વાળી ટ્રેનો 01-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.50 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં. 02-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (02.45 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં. 03-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.35) વાગ્યે શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં. 04-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (09:35 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં. 05-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (22.55 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં. ઓનલાઈન પણ મળી શકશે માહિતી મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યના સંદર્ભમાં RLDA દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 23 જાન્યુઆરી 2025થી આગળની સૂચના સુધી અમદાવાદથી આગમન/પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેન સેવાઓ અમદાવાદના બદલે વટવા/મણિનગર સ્ટેશનથી ચાલશે. ટ્રેનના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ સ્થળોએ જવા માટે AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રભાવિત થવા વળી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
અમદાવાદને બદલે વટવા/મણિનગરથી ઉપડતી ટ્રેન
01-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદને બદલે મણિનગરથી (14:10 કલાકે) ઉપડશે.
02-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવાથી (18.35 કલાકે) ઉપડશે.
03-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69116 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવા થી (23:10 કલાકે) ઉપડશે.
અમદાવાદને બદલે મણિનગર/વટવા સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થવા વાળી ટ્રેનો
01-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.50 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
02-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (02.45 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
03-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.35) વાગ્યે શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
04-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (09:35 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
05-23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (22.55 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
ઓનલાઈન પણ મળી શકશે માહિતી
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.