Aravalli: BZ કૌભાંડના મુખ્ય એજન્ટની કરતૂતનો પર્દાફાશ, એજન્ટના વીડિયોએ ખોલ્યા અનેક ભેદ!

અરવલ્લીમાં BZ કરોડોના કૌભાંડના મુખ્ય એજન્ટ મયુર દરજીના વૈભવી વીડિઓએ અનેક ભેદ ખોલ્યા છે. કારમાં બેસી લાખો ડોલર ગણતો વીડિયો સામે આવ્યો છે. લોકોના રૂપિયે ડોલરમાં રમવાનો શોખ ધરાવતો હતો. ભુપેન્દ્ર ઝાલા પણ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.એજન્ટ મયુર દરજીના વૈભવી વીડિયો આવ્યા સામેરાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ સામે CID ક્રાઇમે એક એજન્ટ સહિત સ્ટાફ મળી કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી મયુર દરજીનાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. મયુર દરજી કંપનીનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મુખ્ય એજન્ટ મયુર દરજીના વૈભવી વીડિઓ સામે આવ્યો છે. કારમાં બેસીને લોકોના રૂપિયે ડોલરમાં રમવાનો શોખ ધરાવતો લાખો ડોલર ગણતો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. જો બીજી તરફ ભુપેન્દ્ર ઝાલા પણ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.BZ ગ્રુપના CA રૂષિત મહેતાના ત્યાં CID ક્રાઇમે તપાસનો ધમધમાટ BZ ગ્રુપના CA રૂષિત મહેતાના ત્યાં CID ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રૂષિત મહેતા BZ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હોવાનું સામે આવતા હિંમતનગરમાં રહેતા રૂષિત મહેતાના ઘરે CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે. 6000 કરોડના મહાકુંભાડી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી જતા CID ક્રાઇમે એજન્ટો સહિત CAનું કામ કરતા તમામ લોકોના ત્યાં ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી. ચાર્ટર્ડ એકાઉન્ટનું કામ કરતા દુષિત મહેતાના ત્યાં વૈભવી કાર જોવા મળી છે. CID ક્રાઇમે સતત ચાર દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં BZ કરોડોના કૌભાંડ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.CID ક્રાઈમે 3 લક્ઝુરિયસ કાર જપ્ત કરી આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આંશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ કુમાર રાઠોડ, મયુર કુમાર દરજી અને રણવીરસિંહ ચૌહાણ સામેલ છે. તપાસ અનુસાર, આરોપી મયુર દરજીએ રોકાણકારોનાં નાણામાંથી મોંઘીદાટ ગાડીઓ ખરીદી હતી. જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એજન્ટોને પણ મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી. બીજી તરફ BZ ગ્રૂપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ હાલ પણ યથાવત છે. ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે આવેલી ઓફિસોમાં CID ક્રાઈમની ટીમ પહોંચી હતી અને લક્ઝુરિયસ 3 કાર જપ્ત કરી હતી. CID ક્રાઈમની ટીમે BZ ગ્રૂપનાં સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

Aravalli: BZ કૌભાંડના મુખ્ય એજન્ટની કરતૂતનો પર્દાફાશ, એજન્ટના વીડિયોએ ખોલ્યા અનેક ભેદ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લીમાં BZ કરોડોના કૌભાંડના મુખ્ય એજન્ટ મયુર દરજીના વૈભવી વીડિઓએ અનેક ભેદ ખોલ્યા છે. કારમાં બેસી લાખો ડોલર ગણતો વીડિયો સામે આવ્યો છે. લોકોના રૂપિયે ડોલરમાં રમવાનો શોખ ધરાવતો હતો. ભુપેન્દ્ર ઝાલા પણ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

એજન્ટ મયુર દરજીના વૈભવી વીડિયો આવ્યા સામે

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ સામે CID ક્રાઇમે એક એજન્ટ સહિત સ્ટાફ મળી કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી મયુર દરજીનાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. મયુર દરજી કંપનીનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મુખ્ય એજન્ટ મયુર દરજીના વૈભવી વીડિઓ સામે આવ્યો છે. કારમાં બેસીને લોકોના રૂપિયે ડોલરમાં રમવાનો શોખ ધરાવતો લાખો ડોલર ગણતો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. જો બીજી તરફ ભુપેન્દ્ર ઝાલા પણ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

BZ ગ્રુપના CA રૂષિત મહેતાના ત્યાં CID ક્રાઇમે તપાસનો ધમધમાટ 

BZ ગ્રુપના CA રૂષિત મહેતાના ત્યાં CID ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રૂષિત મહેતા BZ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હોવાનું સામે આવતા હિંમતનગરમાં રહેતા રૂષિત મહેતાના ઘરે CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે. 6000 કરોડના મહાકુંભાડી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી જતા CID ક્રાઇમે એજન્ટો સહિત CAનું કામ કરતા તમામ લોકોના ત્યાં ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી. ચાર્ટર્ડ એકાઉન્ટનું કામ કરતા દુષિત મહેતાના ત્યાં વૈભવી કાર જોવા મળી છે. CID ક્રાઇમે સતત ચાર દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં BZ કરોડોના કૌભાંડ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

CID ક્રાઈમે 3 લક્ઝુરિયસ કાર જપ્ત કરી

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આંશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ કુમાર રાઠોડ, મયુર કુમાર દરજી અને રણવીરસિંહ ચૌહાણ સામેલ છે. તપાસ અનુસાર, આરોપી મયુર દરજીએ રોકાણકારોનાં નાણામાંથી મોંઘીદાટ ગાડીઓ ખરીદી હતી. જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એજન્ટોને પણ મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી. બીજી તરફ BZ ગ્રૂપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ હાલ પણ યથાવત છે. ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે આવેલી ઓફિસોમાં CID ક્રાઈમની ટીમ પહોંચી હતી અને લક્ઝુરિયસ 3 કાર જપ્ત કરી હતી. CID ક્રાઈમની ટીમે BZ ગ્રૂપનાં સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.