વડોદરામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ
Girl Harassment In Vadodara: વડોદરાથી દુષ્કર્મની ચોંકવનારી ઘટના સામે આવી છે. જ્યા એક યુવતીને ડરાવી-ધમકાવીને હોટલમાં લઈને આરોપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી દ્વારા પીડિતાના ભાઈ-બહેનને જાનથી મારી નાખવા ધમકી આપતો હતો. આ મામલે પીડિતાએ દુષ્કર્મના આરોપી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણો શું છે સમગ્ર મામલોમળતી માહિતી અનુસાર, શહેરના વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ પર રહેતી 19 વર્ષિય યુવતી એક વર્ષથી નિસર્ગ ચૌહાણ નામના યુવકના સંપર્કમાં હતી. નિસર્ગ તેમને ભારે પરેશાન કરીને સોશિયલ મીડિયા પર ગંદી વાતો કરવા માટે દબાણ કરતો હતો અને તેના ન્યૂડ ફોટા મંગાવતો હતો. આ કામ યુવતિને પસંદ ન હોવાના કારણે તે વિરોધ કરતી હતી. જો કે, નિસર્ગનું ધાર્યું થાય તે માટે દિયા તે યુવતી દબાણ કરતી હતી. નિસર્ગ અને દિયાના દબાણને વશ થઇ યુવતિએ પોતાના ન્યૂડ ફોટો શેર કર્યા હતા. યુવતીને દબાણમાં રાખવા માટે નવો સિલસિલો ચાલુ થયો હતો. નિસર્ગ ચૌહાણ યુવતિના ન્યૂડ ફોટા વાયરલ કરવાની અવાર-નવાર ધમકી આપતો હતો. જેથી યુવતિ પરેશાન રહેતી હતી. જુલાઈ 2024માં નિસર્ગ ચૌહાણ અને નિલરાજ પુવાર બંનેએ યુવતીને હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણી કરી હતી. જેનો યુવતીએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા નિસર્ગે યુવતીને લાફા મારીને દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના બાદ પીડિતાએ નિસર્ગ સાથે કોઈ સંબંધ નથી રાખવા જણાવ્યું હતું. પરંતુ નિસર્ગ પીડિતાના ભાઈ-બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપતો અને ઘરના સભ્યોને ફોન કરીને હેરાન કરતો હતો. આખરે કંટાળીને પીડિતાએ નિસર્ગ ચૌહાણ, દિયા અને નીલરાજ પુવાર સામે વરણામા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Girl Harassment In Vadodara: વડોદરાથી દુષ્કર્મની ચોંકવનારી ઘટના સામે આવી છે. જ્યા એક યુવતીને ડરાવી-ધમકાવીને હોટલમાં લઈને આરોપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી દ્વારા પીડિતાના ભાઈ-બહેનને જાનથી મારી નાખવા ધમકી આપતો હતો. આ મામલે પીડિતાએ દુષ્કર્મના આરોપી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, શહેરના વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ પર રહેતી 19 વર્ષિય યુવતી એક વર્ષથી નિસર્ગ ચૌહાણ નામના યુવકના સંપર્કમાં હતી. નિસર્ગ તેમને ભારે પરેશાન કરીને સોશિયલ મીડિયા પર ગંદી વાતો કરવા માટે દબાણ કરતો હતો અને તેના ન્યૂડ ફોટા મંગાવતો હતો. આ કામ યુવતિને પસંદ ન હોવાના કારણે તે વિરોધ કરતી હતી. જો કે, નિસર્ગનું ધાર્યું થાય તે માટે દિયા તે યુવતી દબાણ કરતી હતી. નિસર્ગ અને દિયાના દબાણને વશ થઇ યુવતિએ પોતાના ન્યૂડ ફોટો શેર કર્યા હતા. યુવતીને દબાણમાં રાખવા માટે નવો સિલસિલો ચાલુ થયો હતો.
નિસર્ગ ચૌહાણ યુવતિના ન્યૂડ ફોટા વાયરલ કરવાની અવાર-નવાર ધમકી આપતો હતો. જેથી યુવતિ પરેશાન રહેતી હતી. જુલાઈ 2024માં નિસર્ગ ચૌહાણ અને નિલરાજ પુવાર બંનેએ યુવતીને હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણી કરી હતી. જેનો યુવતીએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા નિસર્ગે યુવતીને લાફા મારીને દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ પીડિતાએ નિસર્ગ સાથે કોઈ સંબંધ નથી રાખવા જણાવ્યું હતું. પરંતુ નિસર્ગ પીડિતાના ભાઈ-બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપતો અને ઘરના સભ્યોને ફોન કરીને હેરાન કરતો હતો. આખરે કંટાળીને પીડિતાએ નિસર્ગ ચૌહાણ, દિયા અને નીલરાજ પુવાર સામે વરણામા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.