Jamnagar: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસનું કોમ્બિંગ, તમામ સ્થળે વાહન ચેકિંગ

Dec 31, 2024 - 11:00
Jamnagar: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસનું કોમ્બિંગ, તમામ સ્થળે વાહન ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થર્ટી ફર્સ્ટને લઇને જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. બેફામ બનેલા નબીરાઓ ડામવા માટે શહેરમાં નાઇટ પેટ્રોલિંગ સાથે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત થર્ટી ફર્સ્ટને લઇને જામનગરમાં ખાસ SHE ટીમની પણ રચના કરવામાં આવી છે. તેમજ બ્રેથ એનેલાઇસર મશીન દ્વારા વાહન ચાલકોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં પણ આવ્યા હતા. આ ડ્રાઈવમાં ખાસ શહેરના DYSP જયવીરસિંહ ઝાલા, સીટી બી પોલીસ સ્ટેશનના PI પી.પી તેમજ પીએસઆઇ એમવી. મોઢવાડિયા સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પોલીસનું સઘન ચેકિંગ

જામનગર શહેરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી શહેરમાં ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ સ્ટાફ દ્વારા શહેરમાં વાહન ચેકિંગ ફૂટ પેટ્રોલિંગ તેમજ અનેક ગાડીઓના વાહનોના કાગળો ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ બત્તીગેટ વિસ્તાર પંચેશ્વર ટાવર ટાઉનહોલ જીજી હોસ્પિટલ મેઈન રોડથી કેવી સર્કલ સહિતના શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરી હતી.

શહેરની બોર્ડર પૂરી થતી હોય ત્યાં ખીજડીયા બાયપાસ, ઠેબા ચોકડી, લાલપુર બાયપાસ, ખંભાળિયા બાયપાસ ઉપર ASP પ્રતિભા અને પંચકોષી બી પોલીસ સ્ટેશનના પીઆઇ વિ.જે.રાઠોડ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક ગાડીઓ રોકી અને કાગળો ચેક કર્યા હતા. ગાડી ચાલકોને પણ બ્રેથ એનેલાઇઝર વડે ચેક કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0