Ahmedabad: સાઈબર સેલનું ફેક મેલ IDબનાવી બેંક ખાતું અનફરીઝ કરવાનું રેકેટઃએકની ધરપકડ

સીઆઈડી સાયબર સેલ અને મહારાષ્ટ્ર પોલીસના મેઈલ આઈડી જેવા ભળતા નામવાળા મેઈલ આઈડી બનાવી બેંક ખાતા અનફરીઝ કરવા માટે બેંકોને મેઈલથી નોટીસ મોકલ્યાની વિગતો આધારે પોલીસે તપાસ કરી હતી. સીઆઈડી સાયબર સેલની ટીમે તમિલનાડુના તિરુવલ્લુરમાં ઓપરેશન કરીને 22 વર્ષના આરોપી પ્રેમરાજ રાજાપંડી (ઉં.22)ની ધરપકડ કરી છે. તેની પાસેથી 4 મોબાઈલ ફોન, મેકબૂક એર લેપટોપ, ક્રિપ્ટો વોલેટ, ફાઈબર રાઉટર, 13 એટીએમ કાર્ડ, 10 ચેક બૂક, 2 પાસબૂક, એટીએમ વેલકમ કીટ લેટર-4, બે 8 જીબીની રેમ, એક કીંગસ્ટન કંપનીની એસ.એસ.ડી અને એક મેમરી કાર્ડ જપ્ત કર્યું હતું. સાયબર સેલ દ્વારા જે બેંક એકાઉન્ટ ફરીઝ કરવામાં આવ્યા તે ખાતા ધારકો સામે ઠગાઈના અનેક ગુનો દાખલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આમ સાયબર સેલના નામે બેંકોને મેઈલ કરી આરોપીઓએ બેંક ખાતા અનફરીઝ કરવાનું રેકેટ શરૂ કરનાર આરોપીઓનો ભાંડો ફૂટયો હતો. પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.પ્રેમરાજ તિરુવલ્લુરના રામાપુરમ ખાતે આનંદમનગરમાં રહેતો હોવાની વિગતો મળી છે. તેની પુછપરછમાં તમીલનાડુ ચેન્નાઈના કોલાથુરમાં રહેતાં વિમલરાજ રાજગોપાલનું નામ ખુલ્યુ છે સાયબર સેલને માહિતી મળી કે, તેઓના મેઈલ આઈડી જેવા ભળતા નામવાળા મેઈલ આઈડી બનાવી આરોપીઓએ એક્સીસ બેંકનું એક એકાઉન્ટ અને ફેડરલ બેંકનું એક એકાઉન્ટ અનફરીઝ કરવા માટે બંને બેંકોને મેઈલ કરી નોટિસ મોકલી હતી. જો કે, આ બંને બેંક ખાતા અનફરીઝ કરાવવામાં આરોપી અસફળ રહ્યા હતા. પોલીસે ફેક મેઈલ આઈડીના ડોમેનની વિગતો ગો-ડેડી કંપની પાસેથી મંગાવી હતી જેમાંથી શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યો હતા આ નંબર ધારકની તપાસ કરતા પ્રેમરાજ અનફરીઝ યુએસડીટી નામ પોલીસને મળ્યું હતું. પોલીસે પ્રેમરાજના બેંક ખાતા સહિતની વિગતો મેળવીને વોચ ગોઠવી આરોપીને તમિલાનાડુથી ઝડપ્યો હતો. પ્રેમરાજની પૂછપરછમાં વિમલરાજ રાજગોપાલનું નામ આ રેકેટમાં બહાર આવતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. સીઆઈડી ક્રાઈમના એડી.ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, આરોપીએ ગુજરાત સાયબર સેલના ભળતા નામવાળા મેઈલ આઈડી બનાવ્યા પણ તેઓ બેંક ખાતા અનફરીઝ કરાવવામાં સફળ થયા નથી. આ ટોળકીએ મહારાષ્ટ્ર પોલીસનું પણ ભળતા નામવાળું મેઈલ આઈડી બનાવ્યું છે. આ મેઈલ આઈડીથી તેઓએ કેટલા બેંક એકાઉન્ટ અનફરીઝ કરાવ્યા તેની તપાસ અમે કરી રહ્યા છીએ.

Ahmedabad: સાઈબર સેલનું ફેક મેલ IDબનાવી બેંક ખાતું અનફરીઝ કરવાનું રેકેટઃએકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સીઆઈડી સાયબર સેલ અને મહારાષ્ટ્ર પોલીસના મેઈલ આઈડી જેવા ભળતા નામવાળા મેઈલ આઈડી બનાવી બેંક ખાતા અનફરીઝ કરવા માટે બેંકોને મેઈલથી નોટીસ મોકલ્યાની વિગતો આધારે પોલીસે તપાસ કરી હતી.

સીઆઈડી સાયબર સેલની ટીમે તમિલનાડુના તિરુવલ્લુરમાં ઓપરેશન કરીને 22 વર્ષના આરોપી પ્રેમરાજ રાજાપંડી (ઉં.22)ની ધરપકડ કરી છે. તેની પાસેથી 4 મોબાઈલ ફોન, મેકબૂક એર લેપટોપ, ક્રિપ્ટો વોલેટ, ફાઈબર રાઉટર, 13 એટીએમ કાર્ડ, 10 ચેક બૂક, 2 પાસબૂક, એટીએમ વેલકમ કીટ લેટર-4, બે 8 જીબીની રેમ, એક કીંગસ્ટન કંપનીની એસ.એસ.ડી અને એક મેમરી કાર્ડ જપ્ત કર્યું હતું. સાયબર સેલ દ્વારા જે બેંક એકાઉન્ટ ફરીઝ કરવામાં આવ્યા તે ખાતા ધારકો સામે ઠગાઈના અનેક ગુનો દાખલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આમ સાયબર સેલના નામે બેંકોને મેઈલ કરી આરોપીઓએ બેંક ખાતા અનફરીઝ કરવાનું રેકેટ શરૂ કરનાર આરોપીઓનો ભાંડો ફૂટયો હતો. પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પ્રેમરાજ તિરુવલ્લુરના રામાપુરમ ખાતે આનંદમનગરમાં રહેતો હોવાની વિગતો મળી છે. તેની પુછપરછમાં તમીલનાડુ ચેન્નાઈના કોલાથુરમાં રહેતાં વિમલરાજ રાજગોપાલનું નામ ખુલ્યુ છે સાયબર સેલને માહિતી મળી કે, તેઓના મેઈલ આઈડી જેવા ભળતા નામવાળા મેઈલ આઈડી બનાવી આરોપીઓએ એક્સીસ બેંકનું એક એકાઉન્ટ અને ફેડરલ બેંકનું એક એકાઉન્ટ અનફરીઝ કરવા માટે બંને બેંકોને મેઈલ કરી નોટિસ મોકલી હતી. જો કે, આ બંને બેંક ખાતા અનફરીઝ કરાવવામાં આરોપી અસફળ રહ્યા હતા. પોલીસે ફેક મેઈલ આઈડીના ડોમેનની વિગતો ગો-ડેડી કંપની પાસેથી મંગાવી હતી જેમાંથી શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યો હતા આ નંબર ધારકની તપાસ કરતા પ્રેમરાજ અનફરીઝ યુએસડીટી નામ પોલીસને મળ્યું હતું. પોલીસે પ્રેમરાજના બેંક ખાતા સહિતની વિગતો મેળવીને વોચ ગોઠવી આરોપીને તમિલાનાડુથી ઝડપ્યો હતો. પ્રેમરાજની પૂછપરછમાં વિમલરાજ રાજગોપાલનું નામ આ રેકેટમાં બહાર આવતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. સીઆઈડી ક્રાઈમના એડી.ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, આરોપીએ ગુજરાત સાયબર સેલના ભળતા નામવાળા મેઈલ આઈડી બનાવ્યા પણ તેઓ બેંક ખાતા અનફરીઝ કરાવવામાં સફળ થયા નથી. આ ટોળકીએ મહારાષ્ટ્ર પોલીસનું પણ ભળતા નામવાળું મેઈલ આઈડી બનાવ્યું છે. આ મેઈલ આઈડીથી તેઓએ કેટલા બેંક એકાઉન્ટ અનફરીઝ કરાવ્યા તેની તપાસ અમે કરી રહ્યા છીએ.