Ahmedabadનું વાંચ ગામ એટલે ‘ગુજરાતનું શિવાકાશી’, જેના ફટાકડાની માગ છે દેશભરમાં

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં ફટાકડાની માગમા વધારો થયો છે. ફટાકડા હવે 'મેડ ઈન ઇન્ડિયા ' તો છેજ પણ ગુજરાતમાં મોટાભાગના ફટાકડા હવે મેડ 'ઈન અમદાવાદ'ના છે.અમદાવાદ જિલ્લાના વાંચગામ ‘ગુજરાતનું શિવાકાશી’તરીકે ઓળખવામાં આવે છે..વાંચગામમાં બનેલ ફટાકડા આખા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યમાં પણ જાય છે.સાથેજ આ વખતે ફટાકડાના ભાવમાં 15 ટકાનો વધારો પણ સામે આવ્યો છે જે તેમ છતાં લોકો લોકો ફટાકડાની ધૂમ ખરીદી કરે છે.ફટાકડાની મોટી ફેકટરીઓ આવેલી છે વાંચગામના લોકો મોટાભાગના ફટાકડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે.આ ગામ ફટાકડા માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે.અહીંયા હોલસેલ તથા રિટેલ બન્નેમાં ખુબ જ સસ્તા ભાવ ફટાકડા મળે છે.પાંચ-પાંચ પેઢીથી ફટાકડાંના વેપારી વાંચગામમાં વર્ષોથી ફટાકડાં બનાવવામાં આવે છે.અહીં 200થી વધુ પરિવારો ફટાકડાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે.અહીં સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.દિવાળીના સમયે તો અહીં રાત-દિવસ ફટાકડાં બનાવવાનું કામ ચાલતું હોય છે.આ ગામના લોકો બારેમાસ ફટાકડાં બનાવવાનું કામ કરે છે.એ દિવાળીનો તહેવારોનો સમય હોય કે પછી લગ્નસરાની સિઝન હોય વાંચગામના ફટાકડાં ખૂબ જ પ્રખ્યાત છે. શિવાકાશી કરતા સસ્તા ફટાકડા વાંચગામમાં બનતા ફટાકડા શિવકાશીના ફટાકડા કરતા સસ્તા છે.અમદાવાદના વાંચગામ ફટાકડાં ખરીદવા આવત લોકોનું કહેવું છે કે, મોંઘવારી વચ્ચે અહીંયા ફટાકડાં ખરીદવા આવતાં અહિયા શાંતિ અનુભવાય છે કારણકે અહીંયા હોલસેલ ભાવ રિટેલમાં ફટાકડા મળે છે.ફટાકડાની 450 થી પણ વધુ વેરાયટી અહિ ઉપલબ્ધ છે.જેમાં કોઠ-ચક્કરડી, એન્ગ્રી કોઠી, ટેટા લૂમ, મિર્ચી બોમ્બ, બટરફ્લાય , રાજા રાણી, ગન પેન્સિલ, શોટસ, રોકેટ જેવા તમામ ફટાકડાં સસ્તા મળી રહ્યા છે.ફટાકડા અહીંયા 30 રુપિયા થી શરૂ કરીને 3 હજાર સુધીની વેરાયટીમાં મળે છે. વાંચ ગામના ફટાકડા પ્રખ્યાત વાંચગામના ફટાકડાની ફેકટરી ગામના લોકો માટે રોજગારીનું સાધન બન્યું છે.સાથેજ જે રીતે લોકો ફટાકડાના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાનું જણાવીને ગ્રીન ફટાકડા પ્રત્યે પ્રેરાયા છે જેને લઇને વાંચગામ ગ્રીન ફટાકડાનું હબ બની છે.અહીંયા તમામ પ્રકારના ગ્રીન ફટાકડા બનાવવામાં આવે છે.ગ્રીન ફટાકડા બનાવવા ફ્લાવર પોટઝ અને પેન્સિલ સ્પાર્ક્સનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પ્રદૂષણ ઓછું થાય છે.ગ્રીન ફટાકડા કદમાં નાના હોવાથી ફટાકડા ફોડયા બાદ પ્રદૂષણ ઓછું થાય છે.ત્યારે આં વર્ષે ફટાકડા ની વિવિધ વેરાયટીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.  

Ahmedabadનું વાંચ ગામ એટલે ‘ગુજરાતનું શિવાકાશી’, જેના ફટાકડાની માગ છે દેશભરમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં ફટાકડાની માગમા વધારો થયો છે. ફટાકડા હવે 'મેડ ઈન ઇન્ડિયા ' તો છેજ પણ ગુજરાતમાં મોટાભાગના ફટાકડા હવે મેડ 'ઈન અમદાવાદ'ના છે.અમદાવાદ જિલ્લાના વાંચગામ ‘ગુજરાતનું શિવાકાશી’તરીકે ઓળખવામાં આવે છે..વાંચગામમાં બનેલ ફટાકડા આખા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યમાં પણ જાય છે.સાથેજ આ વખતે ફટાકડાના ભાવમાં 15 ટકાનો વધારો પણ સામે આવ્યો છે જે તેમ છતાં લોકો લોકો ફટાકડાની ધૂમ ખરીદી કરે છે.

ફટાકડાની મોટી ફેકટરીઓ આવેલી છે
વાંચગામના લોકો મોટાભાગના ફટાકડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે.આ ગામ ફટાકડા માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે.અહીંયા હોલસેલ તથા રિટેલ બન્નેમાં ખુબ જ સસ્તા ભાવ ફટાકડા મળે છે.પાંચ-પાંચ પેઢીથી ફટાકડાંના વેપારી વાંચગામમાં વર્ષોથી ફટાકડાં બનાવવામાં આવે છે.અહીં 200થી વધુ પરિવારો ફટાકડાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે.અહીં સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.દિવાળીના સમયે તો અહીં રાત-દિવસ ફટાકડાં બનાવવાનું કામ ચાલતું હોય છે.આ ગામના લોકો બારેમાસ ફટાકડાં બનાવવાનું કામ કરે છે.એ દિવાળીનો તહેવારોનો સમય હોય કે પછી લગ્નસરાની સિઝન હોય વાંચગામના ફટાકડાં ખૂબ જ પ્રખ્યાત છે.



શિવાકાશી કરતા સસ્તા ફટાકડા
વાંચગામમાં બનતા ફટાકડા શિવકાશીના ફટાકડા કરતા સસ્તા છે.અમદાવાદના વાંચગામ ફટાકડાં ખરીદવા આવત લોકોનું કહેવું છે કે, મોંઘવારી વચ્ચે અહીંયા ફટાકડાં ખરીદવા આવતાં અહિયા શાંતિ અનુભવાય છે કારણકે અહીંયા હોલસેલ ભાવ રિટેલમાં ફટાકડા મળે છે.ફટાકડાની 450 થી પણ વધુ વેરાયટી અહિ ઉપલબ્ધ છે.જેમાં કોઠ-ચક્કરડી, એન્ગ્રી કોઠી, ટેટા લૂમ, મિર્ચી બોમ્બ, બટરફ્લાય , રાજા રાણી, ગન પેન્સિલ, શોટસ, રોકેટ જેવા તમામ ફટાકડાં સસ્તા મળી રહ્યા છે.ફટાકડા અહીંયા 30 રુપિયા થી શરૂ કરીને 3 હજાર સુધીની વેરાયટીમાં મળે છે.

વાંચ ગામના ફટાકડા પ્રખ્યાત
વાંચગામના ફટાકડાની ફેકટરી ગામના લોકો માટે રોજગારીનું સાધન બન્યું છે.સાથેજ જે રીતે લોકો ફટાકડાના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાનું જણાવીને ગ્રીન ફટાકડા પ્રત્યે પ્રેરાયા છે જેને લઇને વાંચગામ ગ્રીન ફટાકડાનું હબ બની છે.અહીંયા તમામ પ્રકારના ગ્રીન ફટાકડા બનાવવામાં આવે છે.ગ્રીન ફટાકડા બનાવવા ફ્લાવર પોટઝ અને પેન્સિલ સ્પાર્ક્સનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પ્રદૂષણ ઓછું થાય છે.ગ્રીન ફટાકડા કદમાં નાના હોવાથી ફટાકડા ફોડયા બાદ પ્રદૂષણ ઓછું થાય છે.ત્યારે આં વર્ષે ફટાકડા ની વિવિધ વેરાયટીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.