Valsad: ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક, 8 દરવાજા ખોલાયા
મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈમધુબન ડેમમાંથી 59,486 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ ડેમના 8 દરવાજા ખોલીને પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ આજે રાજ્યભરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ છે. મધુબન ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી ત્યારે મધુ બન ડેમમાં પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 1.5 મીટરે ખોલીને 59,486 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ છે. મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. પંચમહાલના હડફ ડેમની સપાટીમાં વધારો બીજી તરફ બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. ત્યારે ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. આજે સવારે છ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે. સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 182 તાલુકામાં વરસાદ ઉલ્લેખનીય છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 182 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ, વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ, કપડવંજમાં 5 ઈંચથી વધુ વરસાદ, માણસામાં 4 ઈંચથી વધુ વરસાદ, ધરમપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ, છોટાઉદેપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ
- મધુબન ડેમમાંથી 59,486 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ
- ડેમના 8 દરવાજા ખોલીને પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ
આજે રાજ્યભરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ છે.
મધુબન ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી
ત્યારે મધુ બન ડેમમાં પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 1.5 મીટરે ખોલીને 59,486 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ છે. મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે.
પંચમહાલના હડફ ડેમની સપાટીમાં વધારો
બીજી તરફ બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. ત્યારે ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર
આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. આજે સવારે છ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે.
સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 182 તાલુકામાં વરસાદ
ઉલ્લેખનીય છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 182 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ, વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ, કપડવંજમાં 5 ઈંચથી વધુ વરસાદ, માણસામાં 4 ઈંચથી વધુ વરસાદ, ધરમપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ, છોટાઉદેપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.