ખેડામાં સપ્તાહમાં ત્રીજું કોમી ધીંગાણું, મહુધામાં પોલીસની હાજરીમાં ટોળાનો હુમલો

Nadiad Clash : ખેડા જિલ્લામાં સપ્તાહમાં બીજુ અને પખવાડિયામાં ત્રીજુ કોમી ધિંગાણું થયું છે. ઠાસરા, કઠલાલ બાદ હવે મહુધામાં મામલો ગરમાયો છે. કઠલાલના કોમી ધિંગાણાની આગ જાણે મહુધા પહોંચી છે. મહુધાના બે લઘુમતિ ઈસમોએ સોશિયલ મીડિયા પર હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકી અને તે બાબતે કઠલાલના ભાજપના હોદ્દેદારો મહુધા મથકે ફરિયાદ આપવા ગયા હતા. દરમિયાન ફરિયાદ આપી પરત કઠલાલ જવા નીકળતા જ પોલીસ મથકની બહાર ટોળાએ ઘેરી લીધા હતા. ત્યાંથી આગળ જતા મહુધા બસ સ્ટેન્ડથી થોડે દૂર ટોળાએ હથિયાર સાથે યુવકની ગાડી પર હુમલો કર્યો અને પોલીસની ગાડીમાં બેઠેલા અન્ય યુવકો પર પણ હુમલો કર્યો હતો. જે મામલે મહુધા પોલીસે ૩૮ના નામ જોગ અને અન્ય ૧૦૦ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે 10 ઉપરાંત બે મુખ્ય આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. કઠલાલ ખાતે રોડ પર વાહન ચાલક દ્વારા સાઈડ ન આપવા બાબતે તા. ૮મીએ બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં એક બાઈકને આગચંપી કરતા ભારે તંગદિલી સર્જાઈ હતી. આ બાબતને લઈ મહુધાના બે લઘુમતી ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં તેને લગતી પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તે મુજબના શબ્દોનો ઉલ્લેખ કરવા સાથે ધારાસભ્યને પણ ટાર્ગેટ કરાયા હતા. આ પોસ્ટ મામલે કઠલાલ ભાજપના ઉપપ્રમુખ દિલીપસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ પાર્થ વ્યાસ અને અન્ય યુવક વિકાસ ભટ્ટ તા. ૧૪ સપ્ટેમ્બરની મોડી સાંજે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ આ મામલે પહેલાથી જ બંને આરોપીઓને પકડી લાવી હતી. જેથી સમાધાન કરી અને તેમને છોડાવવા માટે લઘુમતીઓનું ટોળું આવી પહોંચ્યું હતું.જ્યાં સમાધાન કરાવવા આવેલા ટોળાએ કોમી વયમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનારા બંને ઈસમોનું માફીનામુ લખાવી અને સમાધાન કરવા આગ્રહ કર્યો હતો. પરંતુ કઠલાલથી ફરિયાદ નોંધાવવા આવેલા યુવકો તૈયાર થયા ન હતા. દિલીપસિંહ ચૌહાણ, પાર્થ વ્યાસ અને વિકાસ ભટ્ટ ત્રણેય ફરિયાદ લખાવી અને પોલીસ મથકની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે પોલીસ મથકની બહાર 100 ઉપરાંતનું ટોળુ બૂમાબૂમ કરી રહ્યું હતું. પોલીસ મથકની બહાર ઉભેલા ટોળાએ કઠલાલના યુવકોની કારને રોકી મુક્કા માર્યા હતા. જેથી પાછળ આવતી પોલીસ વાને શાયરન ચાલુ કરતા ટોળું વિખેરાઈ ગયું હતું. ત્યારે દિલીપસિંહ પોતાની ગાડીમાં અને પરીસ્થિતિ તંગદીલી ભરેલી જણાતા દિલીપસિંહના અન્ય બે મિત્ર પાર્થ વ્યાસ અને વિકાસ ભટ્ટ પોલીસ અધિકારી સાથે પોલીસની ગાડીમાં કઠલાલ તરફ રવાના થયા હતા.કઠલાલ રોડ પર મહુધા બસ સ્ટેશનથી થોડે દૂર 100 થી 150 યુવકોનું ટોળું ધસી આવી દિલીપસિંહની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે પાછળ પીઆઈ સાથે આવતી પોલીસ વાને તાબડતોબ ખાનગી કારની પાસે ઉભી કરી અંદર બેઠેલા યુવકને પોલીસ વાનમાં બેસાડી કઠલાલ તરફ રવાના કર્યા હતા. જો કે, પોલીસ વાનમાં પીઆઈ હાજર હોવા છતાં ટોળામાંના કેટલાક યુવકોએ પોલીસ વાનનો પાછળનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે પોલીસ વાન કઠલાલ તરફ હંકારી હતી અને સ્થાનિક પીઆઈ ફિણાવ ભાગોળ વાનમાંથી ઉતરી પરત ઘટના સ્થળે પહોંચ્યા હતા. દરમિયાન દિલીપસિંહની ગાડી ખાલી થતા ટોળાએ પથ્થર, લાકડીઓ સહિતના હથિયારોથી ગાડીને સંપૂર્ણ તોડી નાખી હતી. આ ઘટના બાદ અન્ય પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચી ટોળું વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજીતરફ જિલ્લાનો મોટા ભાગનો પોલીસ કાફલો મહુધા પહોંચ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સહિત નડિયાદ અને કપડવંજ ડિવાયએસપી પણ મહુધા દોડી આવ્યા હતા. એસડીઆરએફની એક ટુકડી પણ મહુધા બાલાવાઈ છે. જ્યારે કઠલાલના યુવકે ગાડી રોકી હુમલો કરનાર 38 સામે નામજોગ અને અન્ય 100 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસે અત્યાર સુધી 9 ઈસમોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટોળાએ ઈકોને રોકી મોબાઈલ લૂંટી લીધોએકતરફ કઠલાલના યુવકો પર હુમલાની ઘટના ચાલી રહી હતી, દરમિયાન કપડવંજના ૧૯ વષય યુવક મેરામભાઈ ભરવાડ વિદ્યાનગરથી પરત કપડવંજ જતા હતા. ત્યારે તેમની ગાડીમાં પેસેન્જર હતા. તેઓ મહુધા બસ સ્ટેન્ડ તરફથી કઠલાલ તરફના રોડ પર આગળ વધ્યાં તે સમયે 100-125 લોકોના ટોળાએ તેમની ઈક્કો ગાડીને રોકી ગાડી પર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લઈ લાફો મારી દીધો હતો. આ ઘટના અંગે મેરામ ભરવાડે મોઈન અને સોનુ સહિત અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.2021 માં પણ આવી પોસ્ટ મૂકી હતીવિવાદિત પોસ્ટ મુકનાર ફારુખહુસેન યુસુફમિયા શેખ અને તાહિરહુસેન તાલિબહુસેન મલેકની પોલીસે અટકાયત કરી હતી. જેમાં ફારૂખ શેખ વિરૂધ્ધ વર્ષ 2021માં સાધુના ફોટા નીચે લખાણ છપાવી પોસ્ટર નગરના મુખ્ય બજારના રસ્તા પર માર્યા હતા. જેથી બે કોમ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તથા હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ધામક લાગણીઓને આઘાત પહોંચાડવાના મામલે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.કસ્બામાં માઈકથી એલાન થયું હતુંલાગણી દુભાતી પોસ્ટ મુકનારા ઈસમોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. તે અંગેનું નગરના કસ્બા વિસ્તારમાં માઈક દ્વારા એલાન કરવમાં આવ્યું હતું કે, કસ્બાના યુવકોએ બહાર ફરવા નીકળવું નહીં, જ્યારે બીજીતરફ મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાની વાત કસ્બામાં વાયુ વેગે પ્રસરતા પોલીસ મથકની બહાર લોકોના ટોળા ઉમટયા હતા.પોલીસ મથકોએ ટોળા ઉમટતાં કામગીરી સામે સવાલોખેડા જિલ્લામાં સપ્તાહમાં જ બીજી કોમી ઘટના બની છે. તેમાંય ખાસ પોલીસ મથકની નજીક ઘટના બની હોવાથી પોલીસની શાખ દાવ પર છે. અગાઉ કઠલાલ પોલીસ મથકે હિન્દુ અને લઘુમતીઓ ધસી આવ્યા હતા. આ ઘટના બાદ હવે મહુધા પોલીસ મથકની બહાર લઘુમતીઓનું ટોળુ ધસી આવ્યું હતુ અને આ ટોળાએ મહુધા પોલીસ મથકની બહાર જ ફરિયાદીની ગાડી પર પથ્થર ફેંક્યા હતા.

ખેડામાં સપ્તાહમાં ત્રીજું કોમી ધીંગાણું, મહુધામાં પોલીસની હાજરીમાં ટોળાનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Nadiad Clash : ખેડા જિલ્લામાં સપ્તાહમાં બીજુ અને પખવાડિયામાં ત્રીજુ કોમી ધિંગાણું થયું છે. ઠાસરા, કઠલાલ બાદ હવે મહુધામાં મામલો ગરમાયો છે. કઠલાલના કોમી ધિંગાણાની આગ જાણે મહુધા પહોંચી છે. મહુધાના બે લઘુમતિ ઈસમોએ સોશિયલ મીડિયા પર હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકી અને તે બાબતે કઠલાલના ભાજપના હોદ્દેદારો મહુધા મથકે ફરિયાદ આપવા ગયા હતા. દરમિયાન ફરિયાદ આપી પરત કઠલાલ જવા નીકળતા જ પોલીસ મથકની બહાર ટોળાએ ઘેરી લીધા હતા. ત્યાંથી આગળ જતા મહુધા બસ સ્ટેન્ડથી થોડે દૂર ટોળાએ હથિયાર સાથે યુવકની ગાડી પર હુમલો કર્યો અને પોલીસની ગાડીમાં બેઠેલા અન્ય યુવકો પર પણ હુમલો કર્યો હતો. જે મામલે મહુધા પોલીસે ૩૮ના નામ જોગ અને અન્ય ૧૦૦ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે 10 ઉપરાંત બે મુખ્ય આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. 

કઠલાલ ખાતે રોડ પર વાહન ચાલક દ્વારા સાઈડ ન આપવા બાબતે તા. ૮મીએ બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં એક બાઈકને આગચંપી કરતા ભારે તંગદિલી સર્જાઈ હતી. આ બાબતને લઈ મહુધાના બે લઘુમતી ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં તેને લગતી પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તે મુજબના શબ્દોનો ઉલ્લેખ કરવા સાથે ધારાસભ્યને પણ ટાર્ગેટ કરાયા હતા.

આ પોસ્ટ મામલે કઠલાલ ભાજપના ઉપપ્રમુખ દિલીપસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ પાર્થ વ્યાસ અને અન્ય યુવક વિકાસ ભટ્ટ તા. ૧૪ સપ્ટેમ્બરની મોડી સાંજે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ આ મામલે પહેલાથી જ બંને આરોપીઓને પકડી લાવી હતી. જેથી સમાધાન કરી અને તેમને છોડાવવા માટે લઘુમતીઓનું ટોળું આવી પહોંચ્યું હતું.

જ્યાં સમાધાન કરાવવા આવેલા ટોળાએ કોમી વયમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનારા બંને ઈસમોનું માફીનામુ લખાવી અને સમાધાન કરવા આગ્રહ કર્યો હતો. પરંતુ કઠલાલથી ફરિયાદ નોંધાવવા આવેલા યુવકો તૈયાર થયા ન હતા. દિલીપસિંહ ચૌહાણ, પાર્થ વ્યાસ અને વિકાસ ભટ્ટ ત્રણેય ફરિયાદ લખાવી અને પોલીસ મથકની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે પોલીસ મથકની બહાર 100 ઉપરાંતનું ટોળુ બૂમાબૂમ કરી રહ્યું હતું. પોલીસ મથકની બહાર ઉભેલા ટોળાએ કઠલાલના યુવકોની કારને રોકી મુક્કા માર્યા હતા. જેથી પાછળ આવતી પોલીસ વાને શાયરન ચાલુ કરતા ટોળું વિખેરાઈ ગયું હતું. ત્યારે દિલીપસિંહ પોતાની ગાડીમાં અને પરીસ્થિતિ તંગદીલી ભરેલી જણાતા દિલીપસિંહના અન્ય બે મિત્ર પાર્થ વ્યાસ અને વિકાસ ભટ્ટ પોલીસ અધિકારી સાથે પોલીસની ગાડીમાં કઠલાલ તરફ રવાના થયા હતા.

કઠલાલ રોડ પર મહુધા બસ સ્ટેશનથી થોડે દૂર 100 થી 150 યુવકોનું ટોળું ધસી આવી દિલીપસિંહની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે પાછળ પીઆઈ સાથે આવતી પોલીસ વાને તાબડતોબ ખાનગી કારની પાસે ઉભી કરી અંદર બેઠેલા યુવકને પોલીસ વાનમાં બેસાડી કઠલાલ તરફ રવાના કર્યા હતા. 

જો કે, પોલીસ વાનમાં પીઆઈ હાજર હોવા છતાં ટોળામાંના કેટલાક યુવકોએ પોલીસ વાનનો પાછળનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે પોલીસ વાન કઠલાલ તરફ હંકારી હતી અને સ્થાનિક પીઆઈ ફિણાવ ભાગોળ વાનમાંથી ઉતરી પરત ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

દરમિયાન દિલીપસિંહની ગાડી ખાલી થતા ટોળાએ પથ્થર, લાકડીઓ સહિતના હથિયારોથી ગાડીને સંપૂર્ણ તોડી નાખી હતી. આ ઘટના બાદ અન્ય પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચી ટોળું વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજીતરફ જિલ્લાનો મોટા ભાગનો પોલીસ કાફલો મહુધા પહોંચ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સહિત નડિયાદ અને કપડવંજ ડિવાયએસપી પણ મહુધા દોડી આવ્યા હતા. એસડીઆરએફની એક ટુકડી પણ મહુધા બાલાવાઈ છે. જ્યારે કઠલાલના યુવકે ગાડી રોકી હુમલો કરનાર 38 સામે નામજોગ અને અન્ય 100 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસે અત્યાર સુધી 9 ઈસમોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ટોળાએ ઈકોને રોકી મોબાઈલ લૂંટી લીધો

એકતરફ કઠલાલના યુવકો પર હુમલાની ઘટના ચાલી રહી હતી, દરમિયાન કપડવંજના ૧૯ વષય યુવક મેરામભાઈ ભરવાડ વિદ્યાનગરથી પરત કપડવંજ જતા હતા. ત્યારે તેમની ગાડીમાં પેસેન્જર હતા. તેઓ મહુધા બસ સ્ટેન્ડ તરફથી કઠલાલ તરફના રોડ પર આગળ વધ્યાં તે સમયે 100-125 લોકોના ટોળાએ તેમની ઈક્કો ગાડીને રોકી ગાડી પર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લઈ લાફો મારી દીધો હતો. આ ઘટના અંગે મેરામ ભરવાડે મોઈન અને સોનુ સહિત અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

2021 માં પણ આવી પોસ્ટ મૂકી હતી

વિવાદિત પોસ્ટ મુકનાર ફારુખહુસેન યુસુફમિયા શેખ અને તાહિરહુસેન તાલિબહુસેન મલેકની પોલીસે અટકાયત કરી હતી. જેમાં ફારૂખ શેખ વિરૂધ્ધ વર્ષ 2021માં સાધુના ફોટા નીચે લખાણ છપાવી પોસ્ટર નગરના મુખ્ય બજારના રસ્તા પર માર્યા હતા. જેથી બે કોમ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તથા હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ધામક લાગણીઓને આઘાત પહોંચાડવાના મામલે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

કસ્બામાં માઈકથી એલાન થયું હતું

લાગણી દુભાતી પોસ્ટ મુકનારા ઈસમોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. તે અંગેનું નગરના કસ્બા વિસ્તારમાં માઈક દ્વારા એલાન કરવમાં આવ્યું હતું કે, કસ્બાના યુવકોએ બહાર ફરવા નીકળવું નહીં, જ્યારે બીજીતરફ મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાની વાત કસ્બામાં વાયુ વેગે પ્રસરતા પોલીસ મથકની બહાર લોકોના ટોળા ઉમટયા હતા.

પોલીસ મથકોએ ટોળા ઉમટતાં કામગીરી સામે સવાલો

ખેડા જિલ્લામાં સપ્તાહમાં જ બીજી કોમી ઘટના બની છે. તેમાંય ખાસ પોલીસ મથકની નજીક ઘટના બની હોવાથી પોલીસની શાખ દાવ પર છે. અગાઉ કઠલાલ પોલીસ મથકે હિન્દુ અને લઘુમતીઓ ધસી આવ્યા હતા. આ ઘટના બાદ હવે મહુધા પોલીસ મથકની બહાર લઘુમતીઓનું ટોળુ ધસી આવ્યું હતુ અને આ ટોળાએ મહુધા પોલીસ મથકની બહાર જ ફરિયાદીની ગાડી પર પથ્થર ફેંક્યા હતા.