ઇદ-એ-મિલાદના જુલુસના લીધે અમદાવાદ આ રસ્તાઓ રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

Eid-e-Milad: આજે ઇદ-એ-મિલાદના તહેવાર પ્રસંગે અમદાવાદમાં જમાલપુર ચકલાથી ધાર્મિક ઝુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થઇને મિરઝાપુર કુરેશી ચોક સુધી જશે. જેના લીધે ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાઇ તે અનુસંધાનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લાલ દરવાજા, જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જમાલપુર ચકલાથી મિરઝાપુર કુરેશી ચોક સુધી ઝુલુસ નીકળશેઃ સ્થાનિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોઇદ-એ-મિલાદના અનુસંધાનમાં અમદાવાદમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે. જે બપોરના બે વાગ્યાથી જમાલપુર હેબતખાનની મઝીદ જમાલપુર દરવાજા થઇને, જમાલપુર ચકલા થઇને ખાસ બજાર કોલસા ગલીથી પથ્થરકુવાના રસ્તાથી રીલીફ રોડ થઇને લાલ દરવાજા, વિજળી ઘરથી મિરઝાપુર કુરેશી ચોક સુધી જશે. જેના કારણે ઝુલુસના રૂટની આસપાસના કેટલાંક રસ્તા બંધ રહેશે. જેમાં જમાલપુર ચાર રસ્તાથી ખમાસા તરફ આવન-જાવન થઇ શકશે નહી. રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ પાનકોર નાકાથી વિજળી ઘર લાલ દરવાજાનો અને ધી કાંટા ચાર રસ્તાથી લાલ દરવાજા સુધીનો રસ્તો બંધ રહેશે. આ દરમિયાન એએમટીએસની બસ લાલ દરવાજાથી દિલ્હી દરવાજા સુધી આવન જાવન કરી શકશે નહી અને લાલ દરવાજાથી રાયખડનો રસ્તો પણ એએમટીએસની બસ માટે બંધ રહેશે.   જેથી અન્ય વાહનો અને એએમટીએસ બસના ચાલકોને લાલ દરવાજાથી રૂપાલી સિનેમા કામા હોટલ થઇને શાહપુરથી દિલ્હી દરવાજાનો રૂટ લેવાનો રહેશે.

ઇદ-એ-મિલાદના જુલુસના લીધે અમદાવાદ આ રસ્તાઓ રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Eid-e-Milad

Eid-e-Milad: આજે ઇદ-એ-મિલાદના તહેવાર પ્રસંગે અમદાવાદમાં જમાલપુર ચકલાથી ધાર્મિક ઝુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થઇને મિરઝાપુર કુરેશી ચોક સુધી જશે. જેના લીધે ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાઇ તે અનુસંધાનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લાલ દરવાજા, જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. 

જમાલપુર ચકલાથી મિરઝાપુર કુરેશી ચોક સુધી ઝુલુસ નીકળશેઃ સ્થાનિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ઇદ-એ-મિલાદના અનુસંધાનમાં અમદાવાદમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે. જે બપોરના બે વાગ્યાથી જમાલપુર હેબતખાનની મઝીદ જમાલપુર દરવાજા થઇને, જમાલપુર ચકલા થઇને ખાસ બજાર કોલસા ગલીથી પથ્થરકુવાના રસ્તાથી રીલીફ રોડ થઇને લાલ દરવાજા, વિજળી ઘરથી મિરઝાપુર કુરેશી ચોક સુધી જશે. 

જેના કારણે ઝુલુસના રૂટની આસપાસના કેટલાંક રસ્તા બંધ રહેશે. જેમાં જમાલપુર ચાર રસ્તાથી ખમાસા તરફ આવન-જાવન થઇ શકશે નહી. રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ પાનકોર નાકાથી વિજળી ઘર લાલ દરવાજાનો અને ધી કાંટા ચાર રસ્તાથી લાલ દરવાજા સુધીનો રસ્તો બંધ રહેશે. 

આ દરમિયાન એએમટીએસની બસ લાલ દરવાજાથી દિલ્હી દરવાજા સુધી આવન જાવન કરી શકશે નહી અને લાલ દરવાજાથી રાયખડનો રસ્તો પણ એએમટીએસની બસ માટે બંધ રહેશે.   જેથી અન્ય વાહનો અને એએમટીએસ બસના ચાલકોને લાલ દરવાજાથી રૂપાલી સિનેમા કામા હોટલ થઇને શાહપુરથી દિલ્હી દરવાજાનો રૂટ લેવાનો રહેશે.