Surat શહેરમાં રોગચાળો બેકાબૂ, 2 વ્યકિતના તાવ આવવાથી મોત થયા

સુરત શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે,છેલ્લા 24 કલાકમાં બે વ્યકિતઓના તાવ આવવાથી મોત નિપજયા છે.કાપડના વેપારી અને રિક્ષાચાલકનું ઝાડા ઉલટીના કારણે મોત થયું છે.બીજી બાજુ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે જેના કારણે વેટીંગ એરિયામાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.તો તંત્રનું પણ માનવું છે કે વરસાદ બાદ સુરતમાં રોગચાળો વધ્યો છે. દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ રોગચાળાની અસર જોવા મળી છે.તાવ,ડેન્ગયૂ,ઝાડા ઉલટી,ટાઈફોડના કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.હોસ્પિટલમાં રોજ કરતા બમણી ઓપીડી આવી રહી છે જેના કારણે ડોકટરો પણ હવે ચિંતામાં મૂકાયા છે કે,કઈ રીતે આટલા બધા દર્દીઓની સારવાર કરવી,તો સુરતમાં અત્યાર સુધી રોગચાળામાં ઘણા લોકોના મોત થયા છે,જો આરોગ્ય વિભાગ દરેક વિસ્તારમાં જઈ દવાનો છંટકાવ તેમજ ફોંગીગ નહી કરે તો હજી પણ રોગચાળો વધી શકે છે. સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે સુરતમાં લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા છે,જેમાં બન્ને દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની ચપેટમાં આવી ગયા છે.સુરત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે.ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું થયું હતું મોત. રોગચાળાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે.કુમાર કાનાણીએ અધિકારીઓને આડેહાથ લીધા છે.તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે.ડેન્ગયુ અને મલેરિયા જેવા રોગમાં વધારો થતા કમિશનરને પત્ર લખી જાણ કરી છે,કુમાર કાનાણીએ કહ્યું કે,આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે.દવા છંટકવાની કામગીરી નથી કરાતી તેવો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.  

Surat શહેરમાં રોગચાળો બેકાબૂ, 2 વ્યકિતના તાવ આવવાથી મોત થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે,છેલ્લા 24 કલાકમાં બે વ્યકિતઓના તાવ આવવાથી મોત નિપજયા છે.કાપડના વેપારી અને રિક્ષાચાલકનું ઝાડા ઉલટીના કારણે મોત થયું છે.બીજી બાજુ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે જેના કારણે વેટીંગ એરિયામાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.તો તંત્રનું પણ માનવું છે કે વરસાદ બાદ સુરતમાં રોગચાળો વધ્યો છે.

દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલ

ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ રોગચાળાની અસર જોવા મળી છે.તાવ,ડેન્ગયૂ,ઝાડા ઉલટી,ટાઈફોડના કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.હોસ્પિટલમાં રોજ કરતા બમણી ઓપીડી આવી રહી છે જેના કારણે ડોકટરો પણ હવે ચિંતામાં મૂકાયા છે કે,કઈ રીતે આટલા બધા દર્દીઓની સારવાર કરવી,તો સુરતમાં અત્યાર સુધી રોગચાળામાં ઘણા લોકોના મોત થયા છે,જો આરોગ્ય વિભાગ દરેક વિસ્તારમાં જઈ દવાનો છંટકાવ તેમજ ફોંગીગ નહી કરે તો હજી પણ રોગચાળો વધી શકે છે.


સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે

સુરતમાં લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા છે,જેમાં બન્ને દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની ચપેટમાં આવી ગયા છે.સુરત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે.ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું થયું હતું મોત.

રોગચાળાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે.કુમાર કાનાણીએ અધિકારીઓને આડેહાથ લીધા છે.તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે.ડેન્ગયુ અને મલેરિયા જેવા રોગમાં વધારો થતા કમિશનરને પત્ર લખી જાણ કરી છે,કુમાર કાનાણીએ કહ્યું કે,આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે.દવા છંટકવાની કામગીરી નથી કરાતી તેવો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.