ખ્યાતિકાંડને લઈ ઋષિકેશ પટેલે કહ્યું 'ગુનેગારો સામે પગલા લેવા પોલીસને સંપૂર્ણ સત્તા'
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. અધિકારીઓની સંડોવણીના મુદ્દા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે પોલીસને સંપૂર્ણ સત્તા આપી છે, જે પણ ગુનેગારની સંડોવણી હોય તેની સામે તપાસ કરીને કડક પગલા ભરે. જે અધિકારીની સંડોવણી બહાર આવી છે, તેની સામે વિભાગ દ્વારા પણ ટર્મિનેશન સુધીના પગલાં ભરાશે.વર્ષ 2023માં એજન્સીએ પણ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો આ દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2023માં એજન્સીએ પણ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં આ પ્રકારે કૌભાંડ થઈ રહ્યું છે, તેના પર પણ આરોગ્ય મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે પોલીસે તપાસમાં આ જ મુદ્દાને મહત્વનો ગણીને તપાસ કરી છે અને એક પણ ગુનેગારને છોડવામાં નહીં, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ડો.સંજય પટોળીયાની પત્ની હેતલની સંડોવણી ખુલી ખ્યાતિ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસ મામલે ડો.સંજય પટોળીયાની પત્ની હેતલની પણ સંડોવણી ખુલી છે. હેતલ પટોળીયા ઓપરેશનની લુંટની રકમમાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે હેતલ પટોળિયાની પુછપરછ કરી છે. કેટલીક વધુ હોસ્પિટલોમાં નકલી કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. નકલી PMJAY કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 15 હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર લંબાવ્યો છે. રાજશ્રી કોઠારીની ધરપકડમાં થયો મોટો ખુલાસો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારીની ધરપકડ કર્યા બાદ મોટો ખુલાસો પણ થયો છે. પોલીસ તપાસમાં આવી મોટી હકીકતો સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અન્ય હોસ્પિટલ ભાડે રાખી હતી. એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી, ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરતા પહેલા એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી અને દર મહિને 16 લાખ રૂપિયા હોસ્પિટલને ભાડું ચૂકવવામાં આવતું હતું. વર્ષ 2020માં એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી. એક વર્ષના સમયમાં હોસ્પિટલે રૂપિયા 6 કરોડનો નફો કર્યો હતો અને 4 પાર્ટનરોના ભાગે આવ્યા 1.50-1.50 કરોડ રૂપિયા આવ્યા છે. આ નફાના રૂપિયાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને એશિયન બેરીયાટીકના સ્થાને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, સંજય પટોડીયા અને રાજશ્રીનો પતિ હોસ્પિટલમાં પાર્ટનર હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. અધિકારીઓની સંડોવણીના મુદ્દા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે પોલીસને સંપૂર્ણ સત્તા આપી છે, જે પણ ગુનેગારની સંડોવણી હોય તેની સામે તપાસ કરીને કડક પગલા ભરે. જે અધિકારીની સંડોવણી બહાર આવી છે, તેની સામે વિભાગ દ્વારા પણ ટર્મિનેશન સુધીના પગલાં ભરાશે.
વર્ષ 2023માં એજન્સીએ પણ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો
આ દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2023માં એજન્સીએ પણ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં આ પ્રકારે કૌભાંડ થઈ રહ્યું છે, તેના પર પણ આરોગ્ય મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે પોલીસે તપાસમાં આ જ મુદ્દાને મહત્વનો ગણીને તપાસ કરી છે અને એક પણ ગુનેગારને છોડવામાં નહીં, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડો.સંજય પટોળીયાની પત્ની હેતલની સંડોવણી ખુલી
ખ્યાતિ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસ મામલે ડો.સંજય પટોળીયાની પત્ની હેતલની પણ સંડોવણી ખુલી છે. હેતલ પટોળીયા ઓપરેશનની લુંટની રકમમાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે હેતલ પટોળિયાની પુછપરછ કરી છે. કેટલીક વધુ હોસ્પિટલોમાં નકલી કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. નકલી PMJAY કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 15 હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર લંબાવ્યો છે.
રાજશ્રી કોઠારીની ધરપકડમાં થયો મોટો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારીની ધરપકડ કર્યા બાદ મોટો ખુલાસો પણ થયો છે. પોલીસ તપાસમાં આવી મોટી હકીકતો સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અન્ય હોસ્પિટલ ભાડે રાખી હતી. એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી, ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરતા પહેલા એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી અને દર મહિને 16 લાખ રૂપિયા હોસ્પિટલને ભાડું ચૂકવવામાં આવતું હતું. વર્ષ 2020માં એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી. એક વર્ષના સમયમાં હોસ્પિટલે રૂપિયા 6 કરોડનો નફો કર્યો હતો અને 4 પાર્ટનરોના ભાગે આવ્યા 1.50-1.50 કરોડ રૂપિયા આવ્યા છે. આ નફાના રૂપિયાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને એશિયન બેરીયાટીકના સ્થાને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, સંજય પટોડીયા અને રાજશ્રીનો પતિ હોસ્પિટલમાં પાર્ટનર હતા.