Jamnagar: નવરાત્રિ દરમિયાન ખાસ મોનિટરીંગ પોલીસ દ્વારા કરાશે, શંકાસ્પદ પર રહેશે નજર
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ લોકો માં અંબાની આરાધના સાથે ગરબે ઘૂમવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે તો બીજી તરફ ગુનેગારો પણ આ જગ્યાએ પોતાનો મનસૂબો પૂરો કરવા માટે આવી જગ્યાઓએ પહોંચી જાય છે.પોલીસ ગરબા આયોજકોના સીસીટીવી કેમેરાથી સજ્જ કરી ચાંપતી નજર રાખશે આ ગુનેગારોને શોધવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન ખાસ મોનિટરીંગ પોલીસ દ્વારા કરવામાં આવશે. હાલમાં રાજકોટના TRP ગેમઝોન બાદ તમામ નિયમોનું પાલન ગરબા સંચાલકો પાસે કરાવવામાં આવશે. તમામ ગરબા આયોજકોના સીસીટીવી કેમેરાથી સજ્જ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. ગરબામાં મહિલા પોલીસની ટીમ પણ સામાન્ય મહિલા ખેલૈયાની જેમ જ ચણીયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ પાર્ટી પ્લોટ અને ગરબાના આયોજનના સ્થળે પહોંચશે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તે તરત જ એલર્ટ કરશે મહિલાઓની સુરક્ષા તેમજ કોઈપણ જગ્યાએ ટપોરી કે રોમિયો જેવા વ્યક્તિ જોવા મળશે તો તેને તાત્કાલિક જ અટકાવી દેવામાં આવશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગરબા આયોજનોમાં કેમેરામાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તે તરત જ એલર્ટ કરશે અને તે તરત જ પોલીસ કંટ્રોલરૂમ અથવા જે-તે જગ્યાએ ફીડ એનાલિસિસ કરતી જગ્યાએ પહોંચશે. જેમાં તે વ્યક્તિને તાત્કાલિક સ્કેનિંગ કરીને નજીકના પોલીસ કર્મચારીને આ અંગેની જાણ કરવામાં આવશે. ભાવનગરમાં પણ પ્રોફેશનલ ગરબા આયોજનને લઈ પોલીસ તંત્ર એલર્ટ ભાવનગર શહેરમાં પ્રોફેશનલ ગરબાનું 5 જેટલી જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત શેરી ગરબાઓ પણ અનેક જગ્યાઓ ઉપર યોજાવા જઈ રહ્યા છે. ભાવનગર મનપા દ્વારા પ્રોફેશનલ આયોજન શહેરમાં 3 જગ્યાએ અને શહેર બહાર 2 આયોજન કરવામાં આવ્યા છે. મનપા દ્વારા તમામ જગ્યાઓ ઉપર ફાયર સેફટીની NOC મળ્યા બાદ જ આયોજકોને નવરાત્રિ માટેની મંજૂરી મળવા પાત્ર થશે એવું મનપા કમિશનરે જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં શેરી ગરબા ઉપરાંત પ્રોફેશનલ આયોજનને લઈ ભાવનગર પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. પોલીસ વિભાગ દ્વારા તમામ જગ્યાઓ ઉપર શી ટીમ ખાનગી ડ્રેસમાં રહેશે, જે મહિલાઓ તેમજ દીકરીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક જામ ના સર્જાઈ તે માટે થઈને ગરબા પુરા થયા બાદ પણ 2 કલાક સુધી ટ્રાફિક જામ ના થાય એ માટે ટ્રાફિક પોલીસ તહેનાત રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ લોકો માં અંબાની આરાધના સાથે ગરબે ઘૂમવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે તો બીજી તરફ ગુનેગારો પણ આ જગ્યાએ પોતાનો મનસૂબો પૂરો કરવા માટે આવી જગ્યાઓએ પહોંચી જાય છે.
પોલીસ ગરબા આયોજકોના સીસીટીવી કેમેરાથી સજ્જ કરી ચાંપતી નજર રાખશે
આ ગુનેગારોને શોધવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન ખાસ મોનિટરીંગ પોલીસ દ્વારા કરવામાં આવશે. હાલમાં રાજકોટના TRP ગેમઝોન બાદ તમામ નિયમોનું પાલન ગરબા સંચાલકો પાસે કરાવવામાં આવશે. તમામ ગરબા આયોજકોના સીસીટીવી કેમેરાથી સજ્જ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. ગરબામાં મહિલા પોલીસની ટીમ પણ સામાન્ય મહિલા ખેલૈયાની જેમ જ ચણીયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ પાર્ટી પ્લોટ અને ગરબાના આયોજનના સ્થળે પહોંચશે.
કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તે તરત જ એલર્ટ કરશે
મહિલાઓની સુરક્ષા તેમજ કોઈપણ જગ્યાએ ટપોરી કે રોમિયો જેવા વ્યક્તિ જોવા મળશે તો તેને તાત્કાલિક જ અટકાવી દેવામાં આવશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગરબા આયોજનોમાં કેમેરામાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તે તરત જ એલર્ટ કરશે અને તે તરત જ પોલીસ કંટ્રોલરૂમ અથવા જે-તે જગ્યાએ ફીડ એનાલિસિસ કરતી જગ્યાએ પહોંચશે. જેમાં તે વ્યક્તિને તાત્કાલિક સ્કેનિંગ કરીને નજીકના પોલીસ કર્મચારીને આ અંગેની જાણ કરવામાં આવશે.
ભાવનગરમાં પણ પ્રોફેશનલ ગરબા આયોજનને લઈ પોલીસ તંત્ર એલર્ટ
ભાવનગર શહેરમાં પ્રોફેશનલ ગરબાનું 5 જેટલી જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત શેરી ગરબાઓ પણ અનેક જગ્યાઓ ઉપર યોજાવા જઈ રહ્યા છે. ભાવનગર મનપા દ્વારા પ્રોફેશનલ આયોજન શહેરમાં 3 જગ્યાએ અને શહેર બહાર 2 આયોજન કરવામાં આવ્યા છે. મનપા દ્વારા તમામ જગ્યાઓ ઉપર ફાયર સેફટીની NOC મળ્યા બાદ જ આયોજકોને નવરાત્રિ માટેની મંજૂરી મળવા પાત્ર થશે એવું મનપા કમિશનરે જણાવ્યું હતું.
ભાવનગર શહેરમાં શેરી ગરબા ઉપરાંત પ્રોફેશનલ આયોજનને લઈ ભાવનગર પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. પોલીસ વિભાગ દ્વારા તમામ જગ્યાઓ ઉપર શી ટીમ ખાનગી ડ્રેસમાં રહેશે, જે મહિલાઓ તેમજ દીકરીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક જામ ના સર્જાઈ તે માટે થઈને ગરબા પુરા થયા બાદ પણ 2 કલાક સુધી ટ્રાફિક જામ ના થાય એ માટે ટ્રાફિક પોલીસ તહેનાત રહેશે.