મહી નદી ઉપર 10 મીટર ઊંચા આડબંધનું કામ શરૂ કરાતા વિરોધ
- વડોદરા તરફથી કામ શરૂ થતા કચવાટ શરૂ- આણંદ અને ખેડાના 4 ગામોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય : અગાઉ મુખ્યમંત્રીને પણ જાણ કરાઈ હતીઆણંદ : આણંદના લાલપુરા (સુંદલપુરા) અને સાવલીના પોઈચા (કનોડા) વચ્ચે મહી નદી પર ૧૦ મીટર ઉંચો આડબંધ બનાવવાનું કામ વડોદરા તરફથી શરૂ થયું છે. ત્યારે આણંદ અને ખેડાના લાલપુરા, સુંદલપુરા, જેસાપુરા, મીઠાપુરા સહિતના નીચા કિનારા ધરાવતા ગામોમાં ચોમાસામાં પૂરના પાણી પેસી જવાની ભીતિ ગ્રામજનોને સેવાઈ રહી છે. આ અંગે ખાતરી કરવા ગ્રામજનો દ્વારા અગાઉ પણ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરા તરફથી કામ શરૂ થતા કચવાટ શરૂ
- આણંદ અને ખેડાના 4 ગામોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય : અગાઉ મુખ્યમંત્રીને પણ જાણ કરાઈ હતી