Mehsanaના મોઢેરામા ઉજવાયો ઉત્તરાર્ધ મહોત્સવ, ઘૂંઘરૂના ઝનકારથી સર્જાયો નયનરમ્ય નજારો
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો સંસદ સભ્ય હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સહિત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિત કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી પ્રાંરભ કર્યો હતો. 1992ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે. મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે. ભારતીય જીવનશૈલી દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્યમંદિરમાં થાય છે. આ સૂર્યમંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે. કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું આ મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના માધવ દ્વારા ઓડીસી નૃત્ય, તમિલનાડુના કૃપા રવિ દ્વારા ભરત નાટ્યમ, અમદાવાદના શિતલ મકવાણા દ્વારા ભરતનાટ્યમ વડોદરાના એશ્વર્યા વારિઅર દ્વારા મોહિનીઅટ્ટમ અને અમદાવાદના બિનલ વાળા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો સંસદ સભ્ય હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સહિત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિત કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી પ્રાંરભ કર્યો હતો.
1992ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે. મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે. ભારતીય જીવનશૈલી દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્યમંદિરમાં થાય છે. આ સૂર્યમંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે.
કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું
આ મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના માધવ દ્વારા ઓડીસી નૃત્ય, તમિલનાડુના કૃપા રવિ દ્વારા ભરત નાટ્યમ, અમદાવાદના શિતલ મકવાણા દ્વારા ભરતનાટ્યમ વડોદરાના એશ્વર્યા વારિઅર દ્વારા મોહિનીઅટ્ટમ અને અમદાવાદના બિનલ વાળા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.