BJP Worker: જામનગર અને સાબરકાંઠામાં શિસ્તભંગ કરનારા ભાજપના 16 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તેમના કાર્યકરો સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે. શિસ્તભંગ કરનારા કાર્યકરો અને સભ્યો સામે કડક કાર્યવાહી ભાજપ કરી રહ્યું છે. ત્યારે આજે જામનગરમાં 7 અને સાબરકાંઠામાં 9 કાર્યકરો સામે ભાજપે કાર્યવાહી કરી છે.જામનગરમાં શિસ્તભંગ સામે ભાજપની કડક કાર્યવાહી તમને જણાવી દઈએ કે જામનગરમાં શિસ્તભંગ કરનારા લોકો સામે ભાજપે કડક કાર્યવાહી શરૂ કરી છે. પક્ષ વિરોધી ઉમેદવારી નોંધાવનાર 7 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. નગરપાલિકા ચૂંટણીમાં આ કાર્યકરોએ પક્ષ વિરોધી ઉમેદવારી નોંધાવી છે. ભાજપના આ 7 કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપે 9 લોકોને કર્યા સસ્પેન્ડ ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપે 9 લોકોને સસ્પેન્ડ કર્યા છે. પ્રાંતિજ-તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી સામે નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરૂદ્ધ જઈને પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રાંતિજમાંથી 6 અને તલોદમાંથી 3 ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હજુ પણ કેટલાક ભાજપ કાર્યકરો પક્ષ વિરૂદ્ધની કામગીરી કરી રહ્યા છે તો તેવા લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી 'હોતા હૈ ચલતા હૈ' જેવી સ્થિત જોવા મળશે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારો સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવતા પાર્ટીના શિસ્ત વિરૂદ્ધ કામ કરતા પ્રાંતિજ અને તલોદના 9 લોકોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

BJP Worker: જામનગર અને સાબરકાંઠામાં શિસ્તભંગ કરનારા ભાજપના 16 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તેમના કાર્યકરો સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે. શિસ્તભંગ કરનારા કાર્યકરો અને સભ્યો સામે કડક કાર્યવાહી ભાજપ કરી રહ્યું છે. ત્યારે આજે જામનગરમાં 7 અને સાબરકાંઠામાં 9 કાર્યકરો સામે ભાજપે કાર્યવાહી કરી છે.

જામનગરમાં શિસ્તભંગ સામે ભાજપની કડક કાર્યવાહી

તમને જણાવી દઈએ કે જામનગરમાં શિસ્તભંગ કરનારા લોકો સામે ભાજપે કડક કાર્યવાહી શરૂ કરી છે. પક્ષ વિરોધી ઉમેદવારી નોંધાવનાર 7 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. નગરપાલિકા ચૂંટણીમાં આ કાર્યકરોએ પક્ષ વિરોધી ઉમેદવારી નોંધાવી છે. ભાજપના આ 7 કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપે 9 લોકોને કર્યા સસ્પેન્ડ

ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપે 9 લોકોને સસ્પેન્ડ કર્યા છે. પ્રાંતિજ-તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી સામે નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરૂદ્ધ જઈને પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રાંતિજમાંથી 6 અને તલોદમાંથી 3 ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હજુ પણ કેટલાક ભાજપ કાર્યકરો પક્ષ વિરૂદ્ધની કામગીરી કરી રહ્યા છે તો તેવા લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી 'હોતા હૈ ચલતા હૈ' જેવી સ્થિત જોવા મળશે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારો સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવતા પાર્ટીના શિસ્ત વિરૂદ્ધ કામ કરતા પ્રાંતિજ અને તલોદના 9 લોકોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.