National Teachers Day: આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી
5 સપ્ટેમ્બરે નેશનલ ટીચર્સ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આણંદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનય પટેલને પણ તે દિવસે નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી થઈ છે. શિક્ષકે કહ્યું કે મેં ગ્રામીણ વિસ્તારની સ્કુલ એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની મોટી તક મળે. કારણ કે ગામમાં આચાર્ય તરીકે મને કામ કરવાની મોટી સ્વતંત્રતા મળશે, જેના કારણે મેં આ નોકરી સ્વીકારી. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે. ડિજીટલ લાઈબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઈસ્કૂલમાં થતાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.” આ શબ્દો આણંદના વડદલા ગામની હાઈસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક વિનય પટેલના છે. જેમની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં એક વાર તો જવાનું જ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેતા વિનયભાઈએ શાળાની માળખાકીય સુવિધાઓને વિકસિત કરવા માટે ઘણા પ્રય્તનો કર્યા છે. શાળાની સુવિધાઓ વિશે જાણકારી આપતા વિનયભાઈએ જણાવ્યું કે “અમારી સ્કૂલમાં હાલમાં ખૂબ જ સુંદર લાયબ્રેરી છે જેમાં સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. ઈન્ટરનેટ પણ છે, જેનો ઉપયોગ કરીને બાળકો પૂરતો અભ્યાસ પણ કરી શકે છે. અહીં બાળકોની સાથે ગામના અન્ય વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા માટે આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાયબ્રેરીમાં જવાનું જ. શાળામાં કરૂણા અભિયાનમાં વિદ્યાર્થીઓ સેવાકાર્ય કરે વિદ્યાર્થીઓમાં શાળાના શિક્ષણની સાથેસાથ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને સેવાભાવનાનું ઘડતર થાય તે હેતુથી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. શાળામાં આયુર્વેદની ઔષધિઓમાં ઉપયોગી બને તેવા છોડનું પણ વાવેતર કરવામાં આવ્યું છે અને આ કાર્યમાં તમામ બાળકો પણ જોડાય છે. સાથે જ વિનયભાઈ કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના સમયે ગામડાની તમામ શેરીઓમાં બાળકોને સાથે લઈ જઈને પતંગના દોરા ભેગા કરાવી લે છે, જેથી પક્ષીઓને કોઈ નુકસાન ન થાય. 1996થી પર્યાવરણની કામગીરી સાથે સંકળાયેલા શિક્ષક વિનયભાઈએ જણાવ્યું કે જે વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, ત્યાં તેની માહિતીનો ચાર્ટ પણ રાખ્યો છે, જેથી બાળકોને જ્યારે જોઈએ ત્યારે તેના વિશેની માહિતી મળી રહે. શિક્ષકે એ પણ જણાવ્યું કે મારો જન્મદિવસ હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓને ઔષધીય ગુણોવાળા વૃક્ષો ભેટમાં આપું છું. કારણ કે પર્યાવરણનું જતન કરવું ખૂબ જરૂરી છે અને તેથી અમારી સ્કુલમાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.” સ્માર્ટ ક્લાસરૂમ ગામડાઓના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના ઘણા પ્રયત્નો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઈએ જણાવ્યું કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે અને લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે પણ ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે અને વિકાસ માટે ઘણો સફળ સાબિત થયો છે.” દિવ્યાંગ દીકરી જિલ્લા ખેલ મહાકુંભમાં પ્રથમ વડદલા ગામની પરિસ્થિતિ અંગે માહિતી આપતા વિનયભાઈએ જણાવ્યું કે “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે અને શરૂઆતમાં અહીં 8થી 10 ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. 10મા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને સહમતિ આપતા નહતા. આ પરિસ્થિતિ જોઈને અમે સરકારને રજૂઆત કરી અને અમને ખાસ મંજૂરી આપ્યા બાદ 2013થી ધોરણ 11 અને 12 શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરીને કોલેજ સુધી પહોંચી રહી છે અને 1 દિવ્યાંગ બાળકીને અહીં રમતગમતમાં પૂરી તાલીમ મળવાના કારણે ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમે આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
5 સપ્ટેમ્બરે નેશનલ ટીચર્સ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આણંદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનય પટેલને પણ તે દિવસે નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી થઈ છે. શિક્ષકે કહ્યું કે મેં ગ્રામીણ વિસ્તારની સ્કુલ એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની મોટી તક મળે.
કારણ કે ગામમાં આચાર્ય તરીકે મને કામ કરવાની મોટી સ્વતંત્રતા મળશે, જેના કારણે મેં આ નોકરી સ્વીકારી. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે. ડિજીટલ લાઈબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઈસ્કૂલમાં થતાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.” આ શબ્દો આણંદના વડદલા ગામની હાઈસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક વિનય પટેલના છે. જેમની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી છે.
લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં એક વાર તો જવાનું જ
સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેતા વિનયભાઈએ શાળાની માળખાકીય સુવિધાઓને વિકસિત કરવા માટે ઘણા પ્રય્તનો કર્યા છે. શાળાની સુવિધાઓ વિશે જાણકારી આપતા વિનયભાઈએ જણાવ્યું કે “અમારી સ્કૂલમાં હાલમાં ખૂબ જ સુંદર લાયબ્રેરી છે જેમાં સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. ઈન્ટરનેટ પણ છે, જેનો ઉપયોગ કરીને બાળકો પૂરતો અભ્યાસ પણ કરી શકે છે. અહીં બાળકોની સાથે ગામના અન્ય વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા માટે આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાયબ્રેરીમાં જવાનું જ.
શાળામાં કરૂણા અભિયાનમાં વિદ્યાર્થીઓ સેવાકાર્ય કરે
વિદ્યાર્થીઓમાં શાળાના શિક્ષણની સાથેસાથ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને સેવાભાવનાનું ઘડતર થાય તે હેતુથી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. શાળામાં આયુર્વેદની ઔષધિઓમાં ઉપયોગી બને તેવા છોડનું પણ વાવેતર કરવામાં આવ્યું છે અને આ કાર્યમાં તમામ બાળકો પણ જોડાય છે. સાથે જ વિનયભાઈ કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના સમયે ગામડાની તમામ શેરીઓમાં બાળકોને સાથે લઈ જઈને પતંગના દોરા ભેગા કરાવી લે છે, જેથી પક્ષીઓને કોઈ નુકસાન ન થાય.
1996થી પર્યાવરણની કામગીરી સાથે સંકળાયેલા શિક્ષક વિનયભાઈએ જણાવ્યું કે જે વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, ત્યાં તેની માહિતીનો ચાર્ટ પણ રાખ્યો છે, જેથી બાળકોને જ્યારે જોઈએ ત્યારે તેના વિશેની માહિતી મળી રહે. શિક્ષકે એ પણ જણાવ્યું કે મારો જન્મદિવસ હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓને ઔષધીય ગુણોવાળા વૃક્ષો ભેટમાં આપું છું. કારણ કે પર્યાવરણનું જતન કરવું ખૂબ જરૂરી છે અને તેથી અમારી સ્કુલમાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.”
સ્માર્ટ ક્લાસરૂમ ગામડાઓના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ
ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના ઘણા પ્રયત્નો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઈએ જણાવ્યું કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે અને લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે પણ ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે અને વિકાસ માટે ઘણો સફળ સાબિત થયો છે.”
દિવ્યાંગ દીકરી જિલ્લા ખેલ મહાકુંભમાં પ્રથમ
વડદલા ગામની પરિસ્થિતિ અંગે માહિતી આપતા વિનયભાઈએ જણાવ્યું કે “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે અને શરૂઆતમાં અહીં 8થી 10 ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. 10મા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને સહમતિ આપતા નહતા. આ પરિસ્થિતિ જોઈને અમે સરકારને રજૂઆત કરી અને અમને ખાસ મંજૂરી આપ્યા બાદ 2013થી ધોરણ 11 અને 12 શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરીને કોલેજ સુધી પહોંચી રહી છે અને 1 દિવ્યાંગ બાળકીને અહીં રમતગમતમાં પૂરી તાલીમ મળવાના કારણે ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમે આવી છે.