Patan: E-kyc માટે લાંબી લાઈનો, સર્વર ડાઉન હોવાથી લોકોને હાલાકી

પાટણ જિલ્લામાં ફરી એકવાર કોરોના કાળ જેવી સ્થિતિનું જાણે નિર્માણ થયું હોય એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં e kyc માટે ફરી એકવાર લોકો લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.e kycની મજબૂરીએ લાઈનો લગાવવા માટે મજબુર કર્યા પાટણ જિલ્લામાં આવેલી મામલતદાર કચેરીમાં ફરી એકવાર લોકોને e kycની મજબૂરીએ લાઈનો લગાવવા માટે મજબુર કર્યા છે. ડિજિટલ ગુજરાતમાં સરકારનો એક નિર્ણયએ ફરી લોકોને લાઈનોમાં ઉભા રહેવા મજબુર કર્યા છે. વાત પાટણની કરીએ તો પાટણની તમામ સરકારી કચેરીઓમાં લોકો રેશન કાર્ડમાં e kyc તેમજ નામ કમી તેમજ ઉમેરવા માટે સાથે બાળકોને શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ લીંક કરાવવા લાઈનોમાં લાગ્યા છે. મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન છેલ્લા ચાર ચાર દિવસથી લોકો કામ ધંધો બંધ કરીને e kyc કરાવવા માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ કે મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન હોવાથી લોકોને કલાકો ઉભા રહેવા છતાં નંબર ના આવતા ધક્કા ખાવા પડે છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવારથી લઈને સાંજ સુધી લોકોની લાંબી લાઈનો પાટણ જિલ્લામાં જે પ્રમાણે કોરોનાકાળમાં રાશન મેળવવા લોકોની ક્તારો લાગી હતી, આજે ફરી એકવાર એ જ રીતે રેશનકાર્ડમાં e kyc કરાવવા લોકો લાઈનોમાં લાગ્યા છે અને વારંવાર સર્વર ડાઉન હોવાથી લોકો સવારથી છેક સાંજ સુધી લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. પાટણ મામલતદાર કચેરીએ લાગેલી ભીડ માટે તંત્ર દ્વારા લોકો માટે વ્યવસ્થા ન કરતા પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર અહીંયા નથી પંખા કે પાણી પીવાની સગવડ, જેથી લોકોના હાથમાં રહેલા ડોક્યુમેન્ટ દ્વારા લોકો ગરમીથી રાહત મેળવવા માટે હાથ વડે પંખો નાખતા જોવા મળ્યા હતા. આ e kycની મજબૂરીએ લોકોને કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર કર્યા છે. ફરી એકવાર e kycની સાથે સાથે રેશનકાર્ડમાં નામ સુધારા વધારા તેમજ શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક કરવા માટે નાનાથી લઈ મોટા લોકો લાઈનોમાં લાગ્યા છે. ત્યારે ડિજિટલ યુગમાં પણ લોકો સરકારના એક નિર્ણય સામે મજબૂર બન્યા છે. ત્યારે ક્તારોમાં કલાકો ઉભા રહેવા છતાં કોઈ કામ ન થતાં તેમજ સગવડના અભાવ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Patan: E-kyc માટે લાંબી લાઈનો, સર્વર ડાઉન હોવાથી લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લામાં ફરી એકવાર કોરોના કાળ જેવી સ્થિતિનું જાણે નિર્માણ થયું હોય એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં e kyc માટે ફરી એકવાર લોકો લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

e kycની મજબૂરીએ લાઈનો લગાવવા માટે મજબુર કર્યા

પાટણ જિલ્લામાં આવેલી મામલતદાર કચેરીમાં ફરી એકવાર લોકોને e kycની મજબૂરીએ લાઈનો લગાવવા માટે મજબુર કર્યા છે. ડિજિટલ ગુજરાતમાં સરકારનો એક નિર્ણયએ ફરી લોકોને લાઈનોમાં ઉભા રહેવા મજબુર કર્યા છે. વાત પાટણની કરીએ તો પાટણની તમામ સરકારી કચેરીઓમાં લોકો રેશન કાર્ડમાં e kyc તેમજ નામ કમી તેમજ ઉમેરવા માટે સાથે બાળકોને શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ લીંક કરાવવા લાઈનોમાં લાગ્યા છે.

મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન

છેલ્લા ચાર ચાર દિવસથી લોકો કામ ધંધો બંધ કરીને e kyc કરાવવા માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ કે મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન હોવાથી લોકોને કલાકો ઉભા રહેવા છતાં નંબર ના આવતા ધક્કા ખાવા પડે છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સવારથી લઈને સાંજ સુધી લોકોની લાંબી લાઈનો

પાટણ જિલ્લામાં જે પ્રમાણે કોરોનાકાળમાં રાશન મેળવવા લોકોની ક્તારો લાગી હતી, આજે ફરી એકવાર એ જ રીતે રેશનકાર્ડમાં e kyc કરાવવા લોકો લાઈનોમાં લાગ્યા છે અને વારંવાર સર્વર ડાઉન હોવાથી લોકો સવારથી છેક સાંજ સુધી લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. પાટણ મામલતદાર કચેરીએ લાગેલી ભીડ માટે તંત્ર દ્વારા લોકો માટે વ્યવસ્થા ન કરતા પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લોકો કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર

અહીંયા નથી પંખા કે પાણી પીવાની સગવડ, જેથી લોકોના હાથમાં રહેલા ડોક્યુમેન્ટ દ્વારા લોકો ગરમીથી રાહત મેળવવા માટે હાથ વડે પંખો નાખતા જોવા મળ્યા હતા. આ e kycની મજબૂરીએ લોકોને કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર કર્યા છે. ફરી એકવાર e kycની સાથે સાથે રેશનકાર્ડમાં નામ સુધારા વધારા તેમજ શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક કરવા માટે નાનાથી લઈ મોટા લોકો લાઈનોમાં લાગ્યા છે. ત્યારે ડિજિટલ યુગમાં પણ લોકો સરકારના એક નિર્ણય સામે મજબૂર બન્યા છે. ત્યારે ક્તારોમાં કલાકો ઉભા રહેવા છતાં કોઈ કામ ન થતાં તેમજ સગવડના અભાવ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.