Surat: સુરતમાં નકલી ડોક્ટરનો રાફડો! વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી
સુરતમાં બોગસ તબીબોની ધરપકડનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરત શહેરનાં પાંડેસરા બાદ હવે ખટોદરા પોલીસે વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી કરી 2 ની ધરપકડ કરી છે. ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઈરફાન હાલ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તેમની પૂછપરછમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે. ખટોદરા પોલીસે અલગ-અલગ 3 સ્થળ પર આવેલ ક્લિનિકમાં રેડ પાડી 2 ઝોલાછાપ તબીબની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય ક્લિનિક પરથી એલોપેથીની દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા સુરત શહેરમાં પાંડેસરા પોલીસે ઝડપી પાડેલા ઝોલાછાપ તબીબોની તપાસમાં રાજ્યવ્યાપી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાનાં રેકેટનો પર્દાફાશ થયો હતો. જે રેકેટમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપતા સુરતનાં રસેશ ગુજરાતી, અમદાવાદનાં બી.કે. રાવત અને ઇરફાન નામનાં ઇસબની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણેયની પૂછપરછમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા હમણાં સુધી 1200 થી પણ વધુ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાની કબુલાત આરોપીઓએ કરી છે. જે તમામનું એનાલિસિસ કરી પોલીસ દ્વારા એક બાદ એક બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં બોગસ તબીબોની ધરપકડનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરત શહેરનાં પાંડેસરા બાદ હવે ખટોદરા પોલીસે વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી કરી 2 ની ધરપકડ કરી છે.
ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઈરફાન હાલ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તેમની પૂછપરછમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે. ખટોદરા પોલીસે અલગ-અલગ 3 સ્થળ પર આવેલ ક્લિનિકમાં રેડ પાડી 2 ઝોલાછાપ તબીબની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય ક્લિનિક પરથી એલોપેથીની દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે.
આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા
સુરત શહેરમાં પાંડેસરા પોલીસે ઝડપી પાડેલા ઝોલાછાપ તબીબોની તપાસમાં રાજ્યવ્યાપી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાનાં રેકેટનો પર્દાફાશ થયો હતો. જે રેકેટમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપતા સુરતનાં રસેશ ગુજરાતી, અમદાવાદનાં બી.કે. રાવત અને ઇરફાન નામનાં ઇસબની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણેયની પૂછપરછમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા હમણાં સુધી 1200 થી પણ વધુ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાની કબુલાત આરોપીઓએ કરી છે. જે તમામનું એનાલિસિસ કરી પોલીસ દ્વારા એક બાદ એક બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.