લીંબડી નેશનલ હાઇવે પર ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃની હેરફેરનો પર્દાફાશ
- રૃા. 20 લાખથી વધુનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃા. 41 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયોસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર લીંબડી નજીક ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃની હેરફેરનો એલસીબી પોલીસે પર્દાફાસ કર્યો હતો અને ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઇ જવામાં આવતો રૃપિયા ૨૦ લાખથી વધુનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃપિયા ૪૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રકચાલકને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૃની હેરફેર થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો ટ્રક રાજકોટ તરફ જવાનો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પ્રવિણભાઇ કોલા, વિજયસિંહ, અસ્લમખાન સહીતની પોલીસ ટીમે નેશનલ હાઇવે પર આવેલ ફુડ મોલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી ડુંગળીના કટ્ટાની આડમાં થી વિદેશી દારૃની ૨૨૪૮ બોટલો તેમજ વિદેશી દારૃના ૬૭૫૬ ચપલા સહીત કુલ રૃપિયા ૨૦૧૩૯૧૦ ની કિંમતનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃપિયા ૪૧૯૩૪૧૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક રંગીલારાય રાજકુમાર યાદવને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે લીંબડી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૃનો મસમોટો જથ્થો ઝડપી લેતા સ્થાનિક લીંબડી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રૃા. 20 લાખથી વધુનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃા. 41 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર લીંબડી નજીક ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃની હેરફેરનો એલસીબી પોલીસે પર્દાફાસ કર્યો હતો અને ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઇ જવામાં આવતો રૃપિયા ૨૦ લાખથી વધુનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃપિયા ૪૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રકચાલકને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૃની હેરફેર થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો ટ્રક રાજકોટ તરફ જવાનો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પ્રવિણભાઇ કોલા, વિજયસિંહ, અસ્લમખાન સહીતની પોલીસ ટીમે નેશનલ હાઇવે પર આવેલ ફુડ મોલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી ડુંગળીના કટ્ટાની આડમાં થી વિદેશી દારૃની ૨૨૪૮ બોટલો તેમજ વિદેશી દારૃના ૬૭૫૬ ચપલા સહીત કુલ રૃપિયા ૨૦૧૩૯૧૦ ની કિંમતનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃપિયા ૪૧૯૩૪૧૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક રંગીલારાય રાજકુમાર યાદવને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે લીંબડી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૃનો મસમોટો જથ્થો ઝડપી લેતા સ્થાનિક લીંબડી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.