Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં જાણો કયા કેટલો આવ્યો વરસાદ
વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમાં વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ તેમજ પારડીમાં 12 ઇંચ વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પોણા 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેરગામમાં 10 ઇંચથી વધુ વરસાદ છે. ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ઉમરગામ, છોટાઉદેપુરમાં 7-7 ઇંચ વરસાદ તેમજ વ્યારામાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. સુરતના માંગરોળમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. વાંસદામાં પોણા 6 ઇંચ વરસાદ અને કપડવંજમાં પોણા 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સાગબારામાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે વઘઇ, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ અને સુબિર, મહેસાણાના કડીમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો
- ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ
- સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમાં વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ તેમજ પારડીમાં 12 ઇંચ વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પોણા 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેરગામમાં 10 ઇંચથી વધુ વરસાદ છે. ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.
વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ
વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ઉમરગામ, છોટાઉદેપુરમાં 7-7 ઇંચ વરસાદ તેમજ વ્યારામાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. સુરતના માંગરોળમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. વાંસદામાં પોણા 6 ઇંચ વરસાદ અને કપડવંજમાં પોણા 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સાગબારામાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે વઘઇ, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ અને સુબિર, મહેસાણાના કડીમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે.
ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ
મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે.