Rajkot: ખેલૈયાઓમાં નવરાત્રિના ડ્રેસિંગને લઈને અવનવા ટ્રેન્ડ, ચણીયા ચોળી, કેડિયાની ધૂમ ખરીદી

નવલી નવરાત્રિને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ વર્ષે ખેલૈયાઓમાં નવરાત્રિના ડ્રેસિંગને લઈને અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, સાથે જ નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસથી સંખ્યાબંધ યુવતીઓને રોજગારી પણ મળી રહી છે.કાઠિયાવાડી ભરત ગૂંથણની ડીઝાઈનથી સજ્જ ચણીયા ચોળીનું બુકિંગ શરૂ ત્રણ સપ્ટેમ્બરથી નવલી નવરાત્રિની શરૂ થઈ રહી છે, ત્યારે રાજકોટમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ અત્યારથી જ ચણીયા ચોળી, કેડિયા અને કચ્છી તેમજ કાઠિયાવાડી ભરત ગૂંથણની ડીઝાઈનથી સજ્જ ચણીયા ચોળીનું બુકિંગ કરાવી રહ્યા છે. ટ્રેડિશનલ કાઠિયાવાડી લુક વગર તો ખેલૈયાઓ માટે નવરાત્રિ અધુરી જ ગણાય છે. નવરાત્રિ રોજગારનો પણ મોટો અવસર ખેલૈયાઓ માટે તો નવરાત્રિમાં ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ ખૂબ જ મહત્વના છે. ખેલૈયાઓ અત્યારથી મનગમતી ટ્રેડિશનલ ચણીયા ચોળી અને કેડિયા સહિતનું ડ્રેસિંગ અને અન્ય ઓર્નામેન્ટ ભાડે લેવા અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે. જોકે નવરાત્રિ ડ્રેસ બનાવનાર અને એક્સ્ટ્રા વર્ક કરનાર ડ્રેસ ડિઝાઈનર માટે પણ રોજગારીનું માધ્યમ બની રહી છે. 1000થી વધુ મહિલાઓ નવરાત્રિના ડ્રેસ તૈયાર કરવામાં જોડાયેલી રાજકોટમાં એક હજારથી વધુ બહેનો ડ્રેસ તૈયાર કરવા અને ડીઝાઈન કરવાની સાથે તેને ભાડે આપવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓને માટે તો નવરાત્રિ આરાધના સાથે કમાણીનું પણ પર્વ છે. આમ, નવરાત્રિએ માત્ર અર્વચિત કે પ્રાચીન ગરબા લેવા અને આનંદ ઉત્સાહનો જ તહેવાર નથી પણ નવરાત્રિમાં યુવાઓને રોજગારીની પણ ઉત્તમ તક મળી રહે છે. રાજકોટમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ રાજકોટમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ જોવા મળી રહી છે. ગરબા રમવા જતી યુવતીઓની સુરક્ષા માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. યુવતીઓ માટે ખાનગી સિક્યુરિટીની વ્યવસ્થા રાખવામાં આવશે અને ગરબા આયોજકો જ યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ખાનગી એજન્સીઓ પણ લેડી સુરક્ષા કર્મીઓને સુવિધા આપશે. નવરાત્રી મુદ્દે ડીજી વિકાસ સહાયનું નિવેદન રાજ્યમાં નવરાત્રી મુદ્દે ડીજી વિકાસ સહાયે પણ નિવેદન આપતા કહ્યું કે ગુજરાત પોલીસ યોગ્ય સલામતી માટે કટિબદ્ધ છે અને પોલીસ વડાઓ ગરબા આયોજકો સાથે બેઠક કરી રહી છે, સાથે જ ગરબાના મેદાનો પર ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે. 

Rajkot: ખેલૈયાઓમાં નવરાત્રિના ડ્રેસિંગને લઈને અવનવા ટ્રેન્ડ, ચણીયા ચોળી, કેડિયાની ધૂમ ખરીદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવલી નવરાત્રિને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ વર્ષે ખેલૈયાઓમાં નવરાત્રિના ડ્રેસિંગને લઈને અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, સાથે જ નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસથી સંખ્યાબંધ યુવતીઓને રોજગારી પણ મળી રહી છે.

કાઠિયાવાડી ભરત ગૂંથણની ડીઝાઈનથી સજ્જ ચણીયા ચોળીનું બુકિંગ શરૂ

ત્રણ સપ્ટેમ્બરથી નવલી નવરાત્રિની શરૂ થઈ રહી છે, ત્યારે રાજકોટમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ અત્યારથી જ ચણીયા ચોળી, કેડિયા અને કચ્છી તેમજ કાઠિયાવાડી ભરત ગૂંથણની ડીઝાઈનથી સજ્જ ચણીયા ચોળીનું બુકિંગ કરાવી રહ્યા છે. ટ્રેડિશનલ કાઠિયાવાડી લુક વગર તો ખેલૈયાઓ માટે નવરાત્રિ અધુરી જ ગણાય છે.

નવરાત્રિ રોજગારનો પણ મોટો અવસર

ખેલૈયાઓ માટે તો નવરાત્રિમાં ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ ખૂબ જ મહત્વના છે. ખેલૈયાઓ અત્યારથી મનગમતી ટ્રેડિશનલ ચણીયા ચોળી અને કેડિયા સહિતનું ડ્રેસિંગ અને અન્ય ઓર્નામેન્ટ ભાડે લેવા અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે. જોકે નવરાત્રિ ડ્રેસ બનાવનાર અને એક્સ્ટ્રા વર્ક કરનાર ડ્રેસ ડિઝાઈનર માટે પણ રોજગારીનું માધ્યમ બની રહી છે.

1000થી વધુ મહિલાઓ નવરાત્રિના ડ્રેસ તૈયાર કરવામાં જોડાયેલી

રાજકોટમાં એક હજારથી વધુ બહેનો ડ્રેસ તૈયાર કરવા અને ડીઝાઈન કરવાની સાથે તેને ભાડે આપવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓને માટે તો નવરાત્રિ આરાધના સાથે કમાણીનું પણ પર્વ છે. આમ, નવરાત્રિએ માત્ર અર્વચિત કે પ્રાચીન ગરબા લેવા અને આનંદ ઉત્સાહનો જ તહેવાર નથી પણ નવરાત્રિમાં યુવાઓને રોજગારીની પણ ઉત્તમ તક મળી રહે છે.

રાજકોટમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ

રાજકોટમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ જોવા મળી રહી છે. ગરબા રમવા જતી યુવતીઓની સુરક્ષા માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. યુવતીઓ માટે ખાનગી સિક્યુરિટીની વ્યવસ્થા રાખવામાં આવશે અને ગરબા આયોજકો જ યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ખાનગી એજન્સીઓ પણ લેડી સુરક્ષા કર્મીઓને સુવિધા આપશે.

નવરાત્રી મુદ્દે ડીજી વિકાસ સહાયનું નિવેદન

રાજ્યમાં નવરાત્રી મુદ્દે ડીજી વિકાસ સહાયે પણ નિવેદન આપતા કહ્યું કે ગુજરાત પોલીસ યોગ્ય સલામતી માટે કટિબદ્ધ છે અને પોલીસ વડાઓ ગરબા આયોજકો સાથે બેઠક કરી રહી છે, સાથે જ ગરબાના મેદાનો પર ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે.