Rajkot: 3 વર્ષથી લૂંટ વીથ મર્ડરનો ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામે એકલવાયું જીવન જીવતા વૃદ્ધ વૈધને હનીટ્રેપમાં ફ્સાવી લુંટી લેવાનો પ્લાન જુન 2021માં ઘડાયો હતો, પરંતુ વૃદ્ધ ઉંઘી ગયા હોય, જેથી ટોળકીએ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં સવા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબીએ દબોચી લીધો છે.પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જે તે સમયે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલ આરોપી ઉપર 10 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જસદણના દેવપરા ગામે રહેતા અને વૈધ તરીકે દાઝેલા વ્યક્તિઓનો ઘરગથ્થુ ઉપચાર કરતા માવજીભાઈ વાસાણીની ગત તારીખ 30 જુન 2021ના રોજ તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો આ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ રાજલબેન, તેના પતિ હિતેશભાઈ, પુજાબેન સહિત 7 શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જે તે વખતે તપાસમાં એવું ખુલ્યું હતું કે રાજલબેન દાઝેલા હોય તે સારવાર માટે વૈધ પાસે જતા હતા અને પરિચય કેળવ્યો હતો, બાદમાં વૃદ્ધને શરીરસુખની લાલચ આપી પૂજા સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં રાજસ્થાનથી અન્ય સાગરીતોને બોલાવી 30 જુન 2021ના રોજ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો. આરોપીને જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચ્યો પરંતુ રાત્રે ટોળકી પહોંચી ત્યારે વૃદ્ધ સુઈ ગયા હોવાથી તેને મોતને ઘાટ ઉતારી રોકડ-દાગીના સહિતની લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. આ દરમિયાન એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને ટીમે આ ગુનામાં સવા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ઝૂન-ઝૂન જીલ્લાના ચિડાવા તાલુકાના ઘોવલા ગામના આરોપી અમિત શીશારામ જાજડીયાને બાતમીના આધારે જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચી લઈ જસદણ પોલીસને કબજો સોંપ્યો હતો.

Rajkot: 3 વર્ષથી લૂંટ વીથ મર્ડરનો ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામે એકલવાયું જીવન જીવતા વૃદ્ધ વૈધને હનીટ્રેપમાં ફ્સાવી લુંટી લેવાનો પ્લાન જુન 2021માં ઘડાયો હતો, પરંતુ વૃદ્ધ ઉંઘી ગયા હોય, જેથી ટોળકીએ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં સવા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબીએ દબોચી લીધો છે.

પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

જે તે સમયે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલ આરોપી ઉપર 10 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જસદણના દેવપરા ગામે રહેતા અને વૈધ તરીકે દાઝેલા વ્યક્તિઓનો ઘરગથ્થુ ઉપચાર કરતા માવજીભાઈ વાસાણીની ગત તારીખ 30 જુન 2021ના રોજ તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો

આ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ રાજલબેન, તેના પતિ હિતેશભાઈ, પુજાબેન સહિત 7 શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જે તે વખતે તપાસમાં એવું ખુલ્યું હતું કે રાજલબેન દાઝેલા હોય તે સારવાર માટે વૈધ પાસે જતા હતા અને પરિચય કેળવ્યો હતો, બાદમાં વૃદ્ધને શરીરસુખની લાલચ આપી પૂજા સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં રાજસ્થાનથી અન્ય સાગરીતોને બોલાવી 30 જુન 2021ના રોજ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો.

આરોપીને જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચ્યો

પરંતુ રાત્રે ટોળકી પહોંચી ત્યારે વૃદ્ધ સુઈ ગયા હોવાથી તેને મોતને ઘાટ ઉતારી રોકડ-દાગીના સહિતની લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. આ દરમિયાન એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને ટીમે આ ગુનામાં સવા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ઝૂન-ઝૂન જીલ્લાના ચિડાવા તાલુકાના ઘોવલા ગામના આરોપી અમિત શીશારામ જાજડીયાને બાતમીના આધારે જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચી લઈ જસદણ પોલીસને કબજો સોંપ્યો હતો.