Vav By Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ..! મતદાનને લઇ તડામાર તૈયારી

ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાવ વિધાનસભા પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પણ શિડ્યૂલ જાહેર કરી દીધુ હતુ. આગામી 13મી નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા જ બનાસકાંઠા તંત્ર તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામા મતદારોને સવલતતા મળી રહે તે હેતુસર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાવમાં 321 મતદાન મથકો પર મતદાન યોજાશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 3,10,681 મતદારો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. 321 મતદાન મથકો પર પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીગ ઓફિસર, મહિલા મતદાન અધિકારી સહીત 1412 જેટલો સ્ટાફ ખડેપગે રખાશે.વાવ વિધાનસભા પેટાચૂંટણીની તંત્ર દ્વારા તૈયારીઓ મતદારોને સવલતતા મળે તે હેતુસર કરાઈ વ્યવસ્થા 321 મતદાન મથકો પર યોજાશે મતદાન 3,10,681 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ મતદાન મથકો પર પ્રિસાઈડિંગ ઓફિસર રહેશે તૈનાત પોલિંગ ઓફિસર, મહિલા અધિકારી રહેશે તૈનાત 1412 જેટલો સ્ટાફ ખડેપગે હાજર રહેશે 18 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાશે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવાર ફોર્મ ભરી શકશે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવર ફોર્મ પરત ખેંચી શકશે 13 નવેમ્બરે યોજાશે મતદાન, 23 નવેમ્બરે મત ગણતરી 18 ઓક્ટોમ્બરએ પેટા ચૂંટણીને લઇ જાહેરનામું બહાર પડશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ 25 ઓક્ટોમ્બર સુધીમા ઉમેદવાર પોતાનું ફોર્મ ભરી શકશે. 28 ઓક્ટોમ્બરે ફોર્મ ચકાસણી તો 30 ઓક્ટોમ્બરએ ફોર્મ પરત ખેંચી શકાશે. 13 નવેમ્બર મતદાન પ્રક્રિયા તો 23 નવેમ્બરએ મત ગણતરી હાથ ધરશે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્રની તમામ તૈયારીઓને લઇ જિલ્લા કલેકટરએ માહિતી આપી હતી.વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશેવાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. વાવ બેઠક પર INDIA ગઠબંધન અમલી નહી રહે...આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. AAP નેતા રમેશ પટેલ વાવથી ચૂંટણી લડશે.બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.

Vav By Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ..! મતદાનને લઇ તડામાર તૈયારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાવ વિધાનસભા પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પણ શિડ્યૂલ જાહેર કરી દીધુ હતુ. આગામી 13મી નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા જ બનાસકાંઠા તંત્ર તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામા મતદારોને સવલતતા મળી રહે તે હેતુસર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાવમાં 321 મતદાન મથકો પર મતદાન યોજાશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 3,10,681 મતદારો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. 321 મતદાન મથકો પર પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીગ ઓફિસર, મહિલા મતદાન અધિકારી સહીત 1412 જેટલો સ્ટાફ ખડેપગે રખાશે.

વાવ વિધાનસભા પેટાચૂંટણીની તંત્ર દ્વારા તૈયારીઓ

  • મતદારોને સવલતતા મળે તે હેતુસર કરાઈ વ્યવસ્થા
  • 321 મતદાન મથકો પર યોજાશે મતદાન
  • 3,10,681 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ
  • મતદાન મથકો પર પ્રિસાઈડિંગ ઓફિસર રહેશે તૈનાત
  • પોલિંગ ઓફિસર, મહિલા અધિકારી રહેશે તૈનાત
  • 1412 જેટલો સ્ટાફ ખડેપગે હાજર રહેશે
  • 18 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાશે
  • 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવાર ફોર્મ ભરી શકશે
  • 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવર ફોર્મ પરત ખેંચી શકશે
  • 13 નવેમ્બરે યોજાશે મતદાન, 23 નવેમ્બરે મત ગણતરી 

18 ઓક્ટોમ્બરએ પેટા ચૂંટણીને લઇ જાહેરનામું બહાર પડશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ 25 ઓક્ટોમ્બર સુધીમા ઉમેદવાર પોતાનું ફોર્મ ભરી શકશે. 28 ઓક્ટોમ્બરે ફોર્મ ચકાસણી તો 30 ઓક્ટોમ્બરએ ફોર્મ પરત ખેંચી શકાશે. 13 નવેમ્બર મતદાન પ્રક્રિયા તો 23 નવેમ્બરએ મત ગણતરી હાથ ધરશે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્રની તમામ તૈયારીઓને લઇ જિલ્લા કલેકટરએ માહિતી આપી હતી.

વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે

વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. વાવ બેઠક પર INDIA ગઠબંધન અમલી નહી રહે...આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. AAP નેતા રમેશ પટેલ વાવથી ચૂંટણી લડશે.

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.