Dwarka પુર્વ પ્રેમી લગ્ન જીવનમાં અડચણરૂપ બનતા પરણીતાએ કર્યો આપઘાત
દ્વારકા જિલ્લામાં ફરી એક વાર સોશિયલ મીડિયાએ એક પરણીત મહિલાનો જીવ લીધો છે. દ્વારકામાં પુર્વ પ્રેમીના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હોવાની ધટના બનવા પામી છે. આરોપી યુવકે મહિલાના બીભત્સ ફોટા સાશિયલ મીડિયામાં વાઈરલ કરતા મહિલાએ સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આપઘત કરી લીધો છે. શું છે સમગ્ર ઘટના જાણીએ. પુર્વ પ્રેમી તે લગ્નજીવનમાં અડચણરૂપ બનતોશહેરમાં પ્રેમના જાળમાં ફસાવી યુવતીઓને બ્લેકમેઈલ કરવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ આવી એક ઘટના બનવા પામી છે. દ્વારકાના મીઠાપુરમાં રહેતી એક યુવતીનો ઘણા સમય પહેલા ગાજીયાબાદના યુવક રાજીવ ઉર્ફે વિકી સક્સેના સાથે પ્રેમ સંબંધ હતો. ત્યાર બાદ યુવતીના લગ્ન બીજે થઈ ગયા હતા. યુવતિ પરણીત હોવા છતા તેનો પુર્વ પ્રેમી તેના લગ્ન જીવનમાં અડચણરૂપ બનતો હતો. પરણીતાને તે અવાર નવાર હેરાન કરતો હતો અને ધમકીઓ આપી બ્લેક મેઈલ કરતો હતો. ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યાયુવતી જ્યારે પુર્વ પ્રેમીના સંપર્કમાં હતી તે દરમિયાન પ્રેમીએ યુવતીને ભોળવીને તેના બીભત્સ ફોટા લઈ લીધા હતા. અને જ્યારે યુવતીના લગ્ન થઈ ગયા તે પછી પણ આ પુર્વ પ્રેમી તેને મળવા આવવા અવાર નવાર દબાળ કરતો હતો. અને જો તે મળવા ન આવે તો તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો. પુર્વ પ્રેમીએ યુવતીને મળવા માટે દબાળ કરતા યુવતીએ મળવાની ના પાડી દીધી હતી. યુવતીએ મળવાની ના કહેતા પૂર્વ પ્રેમીએ યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. ત્યારબાદ સમાજમાં બદનામીના ડરથી યુવતીએ આખરે કંટાળીને ગળે ટૂંપો લગાવી આપઘાત કરી લીધો હતો. મીઠાપુર પોલીસે દિલ્હી ગાજીયાબાદ રહેતા આરોપી શખ્સ રાજીવ ઉર્ફે વિકી સક્સેના વિરૂદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકા જિલ્લામાં ફરી એક વાર સોશિયલ મીડિયાએ એક પરણીત મહિલાનો જીવ લીધો છે. દ્વારકામાં પુર્વ પ્રેમીના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હોવાની ધટના બનવા પામી છે. આરોપી યુવકે મહિલાના બીભત્સ ફોટા સાશિયલ મીડિયામાં વાઈરલ કરતા મહિલાએ સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આપઘત કરી લીધો છે. શું છે સમગ્ર ઘટના જાણીએ.
પુર્વ પ્રેમી તે લગ્નજીવનમાં અડચણરૂપ બનતો
શહેરમાં પ્રેમના જાળમાં ફસાવી યુવતીઓને બ્લેકમેઈલ કરવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ આવી એક ઘટના બનવા પામી છે. દ્વારકાના મીઠાપુરમાં રહેતી એક યુવતીનો ઘણા સમય પહેલા ગાજીયાબાદના યુવક રાજીવ ઉર્ફે વિકી સક્સેના સાથે પ્રેમ સંબંધ હતો. ત્યાર બાદ યુવતીના લગ્ન બીજે થઈ ગયા હતા. યુવતિ પરણીત હોવા છતા તેનો પુર્વ પ્રેમી તેના લગ્ન જીવનમાં અડચણરૂપ બનતો હતો. પરણીતાને તે અવાર નવાર હેરાન કરતો હતો અને ધમકીઓ આપી બ્લેક મેઈલ કરતો હતો.
ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા
યુવતી જ્યારે પુર્વ પ્રેમીના સંપર્કમાં હતી તે દરમિયાન પ્રેમીએ યુવતીને ભોળવીને તેના બીભત્સ ફોટા લઈ લીધા હતા. અને જ્યારે યુવતીના લગ્ન થઈ ગયા તે પછી પણ આ પુર્વ પ્રેમી તેને મળવા આવવા અવાર નવાર દબાળ કરતો હતો. અને જો તે મળવા ન આવે તો તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો.
પુર્વ પ્રેમીએ યુવતીને મળવા માટે દબાળ કરતા યુવતીએ મળવાની ના પાડી દીધી હતી. યુવતીએ મળવાની ના કહેતા પૂર્વ પ્રેમીએ યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. ત્યારબાદ સમાજમાં બદનામીના ડરથી યુવતીએ આખરે કંટાળીને ગળે ટૂંપો લગાવી આપઘાત કરી લીધો હતો.
મીઠાપુર પોલીસે દિલ્હી ગાજીયાબાદ રહેતા આરોપી શખ્સ રાજીવ ઉર્ફે વિકી સક્સેના વિરૂદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.