ગુજરાતમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે, જાણો કઈ રીતે ‘વૃક્ષના ડૉક્ટર’ વૃક્ષોને મરતાં બચાવે છે

Green cover is Decreasing in Gujarat : ભારતના રાજ્યો પૈકી વિકાસની દોડમાં આગળ પડતું ગુજરાત એક બાબતે અતિશય પાછળ છે, અને એ છે જંગલોની સંખ્યા. ઉત્તર-પૂર્વના મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોના કુલ જમીની વિસ્તારના એંસી ટકાથી વધારે વિસ્તારમાં જંગલો છે ત્યારે ગુજરાતમાં આ પ્રમાણ ત્રણ ટકા કરતાં પણ ઓછું છે. સ્થિતિ ચિંતાજનક છે. સરકાર દર વર્ષે મોટા ઉપાડે વૃક્ષારોપણના મોટા મોટા કાર્યક્રમો કર્યા કરે છે, પણ પછી જાળવણીના અભાવે એ છોડ કરમાઈને મરી જાય છે. જનતા પણ સતત વધતી જતી ગરમીના રોદણા રડ્યા કરે છે, પણ વૃક્ષો વાવીને એને જતનથી ઉછેરવાની કોઈની દાનત નથી. આમ જ ચાલતું રહ્યું તો ગુજરાતને બારમાસી ભઠ્ઠી બની જતાં વાર નહીં લાગે. ગુજરાતમાં સતત ઘટતી જતી ગ્રીન સ્પેસવર્ષ 2018-19 અને 2020-21 વચ્ચેના બે વર્ષના ગાળામાં ગુજરાતે 1,423 ચોરસ કિલોમીટરનું ગ્રીન કવર ગુમાવ્યું હતું. એ સાથે જ રાજ્યના ભૌગોલિક વિસ્તારમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઘટીને 3 ટકાથી નીચે સરકી ગયું હતું. 2001 અને 2023 ની વચ્ચે ગુજરાતે આગને કારણે 9 હેક્ટર વૃક્ષોનું કવર ગુમાવ્યું હતું.Image Twitter દેશમાં સૌથી ઓછું ગ્રીન કવર અમદાવાદમાંસમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછું છે. મહાનગરના દરેક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક લાગેલા છે. બધાં પાસે પાર્કિંગ એરિયા છે, પણ ગ્રીન સ્પેસ નથી. વર્ષ 2011માં શહેરમાં 17.96 ચોરસ કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 ચોરસ કિલોમીટર બચ્યું છે. આમ, 2011થી લઈ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટ્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં અમદાવાદ કરતાં વધારે ગ્રીન કવર છે. બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મેગા સિટીએ તો તેમનું ગ્રીન કવર વધારવામાં સફળતા મેળવી છે, એટલે સભાનપણે પ્રયત્ન કરવામાં આવે તો અમદાવાદનું ગ્રીન કવર પણ વધી શકે એમ છે જ.આ રસ્તો અપનાવી શકાયરાજ્ય અને રાજ્યની આર્થિક રાજધાનીમાં જંગલ બાબતે આવો ચિંતાજનક માહોલ છે ત્યારે એના ઉપાય રૂપે આર્બોરિસ્ટની મદદ લેવી જોઈએ. શું છે આર્બોરિસ્ટ, ચાલો જાણીએ.આર્બોરિસ્ટ એટલે વૃક્ષના ડોક્ટરમાનવશરીરના જુદાજુદા અંગોના નિદાન માટે અલગઅલગ પ્રકારના ડૉક્ટરો હોય એમ વૃક્ષો માટે પણ અલગ પ્રકારના ડૉક્ટર હોય છે. એને કહેવાય આર્બોરિસ્ટ. બીમાર વૃક્ષની સારવાર કરવા માટે આર્બોરિસ્ટની સેવા લેવાતી હોય છે. શું કરે છે આર્બોરિસ્ટ?આર્બોરિસ્ટનું કામ જંગલો ઉગાડવાનું કે એનું સંચાલન કરવાનું હોતું નથી. આર્બોરિસ્ટ વ્યક્તિગત વૃક્ષની દેખરેખ માટે કામ કરતા હોય છે. બધા આર્બોરિસ્ટનું કામ એકસરખું હોતું નથી. કેટલાક ફક્ત કન્સલ્ટિંગ સેવા આપતાં હોય છે; તો ઘણાં વૃક્ષની ‘પ્રેક્ટિકલ સારવાર’ કરતા હોય છે. તેઓ મુખ્યત્વે…• વૃક્ષમાં જીવાત લાગી હોય તો યોગ્ય જંતુનાશકના ઉપયોગ દ્વારા જીવાતનો નાશ કરે છે.• વૃક્ષમાં પોષક તત્ત્વોની ખામી જણાય તો એને એ મુજબનું ખાતર-પાણી આપે છે.• સડી ગયેલી અને ગમે ત્યારે તૂટી પડે એવી ડાળીઓ કાપીને વૃક્ષનો બોજ ઘટાડે છે.• વૃક્ષ પરથી પરોપજીવી વેલાઓ હટાવે છે.• વૃક્ષની ડાળીઓ વીજળીના તારને અડી રહી હોય તો એને કાપીને સલામતી સુનિશ્ચિત કરે છે.• વૃક્ષના થડ પાસે સિમેન્ટ-કોંક્રિટના ઓટલા બનાવી દેવાયા હોય તો એ ઓટલાને તોડી કે ઘટાડીને વૃક્ષના થડને મુક્ત કરે છે.• વૃક્ષને નુકશાનકારક હોય એવી વનસ્પતિ વૃક્ષની આસપાસ ઊગેલી હોય તો એને દૂર કરે છે.કાપીને જીવ બચાવે છે વૃક્ષનોઘણીવાર એવું બનતું હોય છે કે અતિશય મોટું થઈ ગયેલું વૃક્ષ વાવાઝોડામાં પોતાના જ વજનને કારણે તૂટી પડતું હોય છે. એની નીચે કે આસપાસ કોઈનું ઘર કે અન્ય સ્થાવર સંપત્તિ હોય તો એને પણ નુકશાન થતું હોય છે. આર્બોરિસ્ટ આવું જાન-માલનું જોખમ નિવારતા હોય છે. તેઓ ધ્યાનથી વૃક્ષનું અવલોકન કરે છે, પછી નક્કી કરે છે કે વૃક્ષનો પથારો ઓછો કરવા માટે કઈ બાજુથી કેટલી ડાળખીઓ કાપી નાંખવી. ત્યારબાદ કાળજીપૂર્વક વૃક્ષની કટાઈ-છંટાઈ કરીને આર્બોરિસ્ટ એ વૃક્ષનું કદ ઘટાડે છે, જેથી તોફાનમાં એ વૃક્ષ સદંતર નાશ પામતું નથી અને કોઈની માલમત્તાને પણ નુકશાન થતું નથી. આધુનિક સાધનો વાપરે છેઆર્બોરિસ્ટ વૃક્ષ પર ચઢવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે. થડ પરથી ચઢવાને બદલે તેઓ ડાળખી પર દોરડું ભરાવીને એ દોરડા દ્વારા વૃક્ષ પર ચઢે છે. આ કામ માટે તેઓ હાર્નેસ અને ચેઇનસો બૂટ સાથે જોડાયેલા સ્પાઇક્સનો ઉપયોગ પણ કરે છે. ઘણીવાર લિફ્ટ અને ક્રેન્સનો પણ ઉપયોગ થાય છે. ભારતમાં આર્બોરિસ્ટ બનવું હોય તો…વૃક્ષ વિજ્ઞાનની આ શાખા ‘આર્બોરિકલ્ચર’ કહેવાય છે. ભારતમાં સર્ટિફાઇડ આર્બોરિસ્ટ બનવામાં 2 થી 4 વર્ષનો સમય લાગે છે. એમાં વનસંવર્ધન, બાગાયત અને/અથવા પર્યાવરણ વિજ્ઞાનમાં સંબંધિત ડિગ્રી અથવા ડિપ્લોમા મેળવવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વૃક્ષની સંભાળ અને વ્યવસ્થાપનમાં વ્યવહારુ/પ્રેક્ટિકલ (ઓન સાઇટ) અનુભવ મેળવવાનો હોય છે.સરકારી કોલેજોદિલ્હીની ‘જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી’, ઉત્તરાખંડના પંતનગરની ‘ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી’, મેઘાલયના શિલોંગમાં આવેલ ‘નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી’ અને ઐઝવાલ સ્થિત ‘મિઝોરમ યુનિવર્સિટી’ જેવી સરકારી કોલેજો આર્બોરિકલ્ચર ભણવા માટે લોકપ્રિય છે. આ ઉપરાંત એના ઑનલાઇન અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. આધુનિક આર્બોરિકલ્ચરના જનક કોણ?અમેરિકાના ‘એલેક્સ શિગો’ (જન્મ- મે 8, 1930; અવસાન- ઓક્ટોબર 6, 2006) આધુનિક આર્બોરિકલ્ચરના જનક કહેવાય છે. તેઓ એક જીવવિજ્ઞાની હતા. વૃક્ષોમાં લાગતા સડાને લગતાં તેમના અભ્યાસના પરિણામે પ્રમાણભૂત આર્બોરિકલ્ચરલ પ્રેક્ટિસ અસ્તિત્વમાં આવી હતી. આ ક્ષેત્રનો પ્રચાર કરવા માટે તેમણે વ્યાપકપણે પ્રવાસ કર્યો અને પ્રવચનો આપ્યા હતા. દક્ષિણના રાજ્યોમાં આર્બોરિસ્ટની કામગીરીભારતના દક્ષિણી રાજ્યો વાવાઝોડાનો સામનો વધુ પ્રમાણમાં કરતાં હોય છે. વાવાઝોડાં દરમિયાન ત્યાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ જતાં હોય છે. એમ ન થાય એ માટે ત્યાં આર્બોરિસ્ટની સેવા લેવાનું ચલણ ખાસ્સું વધ્યું છે. મહાકાય વૃક્ષની યોગ્ય પ્રમાણમાં કાંટ-છાંટ કરીને આર્બોરિસ્ટ પર્યાવરણની જાળવણીમાં અમૂલ્ય પ્રદાન આપે છે. આપણે ગ

ગુજરાતમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે, જાણો કઈ રીતે ‘વૃક્ષના ડૉક્ટર’ વૃક્ષોને મરતાં બચાવે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



Green cover is Decreasing in Gujarat : ભારતના રાજ્યો પૈકી વિકાસની દોડમાં આગળ પડતું ગુજરાત એક બાબતે અતિશય પાછળ છે, અને એ છે જંગલોની સંખ્યા. ઉત્તર-પૂર્વના મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોના કુલ જમીની વિસ્તારના એંસી ટકાથી વધારે વિસ્તારમાં જંગલો છે ત્યારે ગુજરાતમાં આ પ્રમાણ ત્રણ ટકા કરતાં પણ ઓછું છે. સ્થિતિ ચિંતાજનક છે. સરકાર દર વર્ષે મોટા ઉપાડે વૃક્ષારોપણના મોટા મોટા કાર્યક્રમો કર્યા કરે છે, પણ પછી જાળવણીના અભાવે એ છોડ કરમાઈને મરી જાય છે. જનતા પણ સતત વધતી જતી ગરમીના રોદણા રડ્યા કરે છે, પણ વૃક્ષો વાવીને એને જતનથી ઉછેરવાની કોઈની દાનત નથી. આમ જ ચાલતું રહ્યું તો ગુજરાતને બારમાસી ભઠ્ઠી બની જતાં વાર નહીં લાગે. 

ગુજરાતમાં સતત ઘટતી જતી ગ્રીન સ્પેસ

વર્ષ 2018-19 અને 2020-21 વચ્ચેના બે વર્ષના ગાળામાં ગુજરાતે 1,423 ચોરસ કિલોમીટરનું ગ્રીન કવર ગુમાવ્યું હતું. એ સાથે જ રાજ્યના ભૌગોલિક વિસ્તારમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઘટીને 3 ટકાથી નીચે સરકી ગયું હતું. 2001 અને 2023 ની વચ્ચે ગુજરાતે આગને કારણે 9 હેક્ટર વૃક્ષોનું કવર ગુમાવ્યું હતું.

Image Twitter 

દેશમાં સૌથી ઓછું ગ્રીન કવર અમદાવાદમાં

સમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછું છે. મહાનગરના દરેક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક લાગેલા છે. બધાં પાસે પાર્કિંગ એરિયા છે, પણ ગ્રીન સ્પેસ નથી. વર્ષ 2011માં શહેરમાં 17.96 ચોરસ કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 ચોરસ કિલોમીટર બચ્યું છે. આમ, 2011થી લઈ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટ્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં અમદાવાદ કરતાં વધારે ગ્રીન કવર છે. બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મેગા સિટીએ તો તેમનું ગ્રીન કવર વધારવામાં સફળતા મેળવી છે, એટલે સભાનપણે પ્રયત્ન કરવામાં આવે તો અમદાવાદનું ગ્રીન કવર પણ વધી શકે એમ છે જ.

આ રસ્તો અપનાવી શકાય

રાજ્ય અને રાજ્યની આર્થિક રાજધાનીમાં જંગલ બાબતે આવો ચિંતાજનક માહોલ છે ત્યારે એના ઉપાય રૂપે આર્બોરિસ્ટની મદદ લેવી જોઈએ. શું છે આર્બોરિસ્ટ, ચાલો જાણીએ.

આર્બોરિસ્ટ એટલે વૃક્ષના ડોક્ટર

માનવશરીરના જુદાજુદા અંગોના નિદાન માટે અલગઅલગ પ્રકારના ડૉક્ટરો હોય એમ વૃક્ષો માટે પણ અલગ પ્રકારના ડૉક્ટર હોય છે. એને કહેવાય આર્બોરિસ્ટ. બીમાર વૃક્ષની સારવાર કરવા માટે આર્બોરિસ્ટની સેવા લેવાતી હોય છે. 

શું કરે છે આર્બોરિસ્ટ?

આર્બોરિસ્ટનું કામ જંગલો ઉગાડવાનું કે એનું સંચાલન કરવાનું હોતું નથી. આર્બોરિસ્ટ વ્યક્તિગત વૃક્ષની દેખરેખ માટે કામ કરતા હોય છે. બધા આર્બોરિસ્ટનું કામ એકસરખું હોતું નથી. કેટલાક ફક્ત કન્સલ્ટિંગ સેવા આપતાં હોય છે; તો ઘણાં વૃક્ષની ‘પ્રેક્ટિકલ સારવાર’ કરતા હોય છે. તેઓ મુખ્યત્વે…

• વૃક્ષમાં જીવાત લાગી હોય તો યોગ્ય જંતુનાશકના ઉપયોગ દ્વારા જીવાતનો નાશ કરે છે.

• વૃક્ષમાં પોષક તત્ત્વોની ખામી જણાય તો એને એ મુજબનું ખાતર-પાણી આપે છે.

• સડી ગયેલી અને ગમે ત્યારે તૂટી પડે એવી ડાળીઓ કાપીને વૃક્ષનો બોજ ઘટાડે છે.

• વૃક્ષ પરથી પરોપજીવી વેલાઓ હટાવે છે.

• વૃક્ષની ડાળીઓ વીજળીના તારને અડી રહી હોય તો એને કાપીને સલામતી સુનિશ્ચિત કરે છે.

• વૃક્ષના થડ પાસે સિમેન્ટ-કોંક્રિટના ઓટલા બનાવી દેવાયા હોય તો એ ઓટલાને તોડી કે ઘટાડીને વૃક્ષના થડને મુક્ત કરે છે.

• વૃક્ષને નુકશાનકારક હોય એવી વનસ્પતિ વૃક્ષની આસપાસ ઊગેલી હોય તો એને દૂર કરે છે.

કાપીને જીવ બચાવે છે વૃક્ષનો

ઘણીવાર એવું બનતું હોય છે કે અતિશય મોટું થઈ ગયેલું વૃક્ષ વાવાઝોડામાં પોતાના જ વજનને કારણે તૂટી પડતું હોય છે. એની નીચે કે આસપાસ કોઈનું ઘર કે અન્ય સ્થાવર સંપત્તિ હોય તો એને પણ નુકશાન થતું હોય છે. આર્બોરિસ્ટ આવું જાન-માલનું જોખમ નિવારતા હોય છે. તેઓ ધ્યાનથી વૃક્ષનું અવલોકન કરે છે, પછી નક્કી કરે છે કે વૃક્ષનો પથારો ઓછો કરવા માટે કઈ બાજુથી કેટલી ડાળખીઓ કાપી નાંખવી. ત્યારબાદ કાળજીપૂર્વક વૃક્ષની કટાઈ-છંટાઈ કરીને આર્બોરિસ્ટ એ વૃક્ષનું કદ ઘટાડે છે, જેથી તોફાનમાં એ વૃક્ષ સદંતર નાશ પામતું નથી અને કોઈની માલમત્તાને પણ નુકશાન થતું નથી. 

આધુનિક સાધનો વાપરે છે

આર્બોરિસ્ટ વૃક્ષ પર ચઢવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે. થડ પરથી ચઢવાને બદલે તેઓ ડાળખી પર દોરડું ભરાવીને એ દોરડા દ્વારા વૃક્ષ પર ચઢે છે. આ કામ માટે તેઓ હાર્નેસ અને ચેઇનસો બૂટ સાથે જોડાયેલા સ્પાઇક્સનો ઉપયોગ પણ કરે છે. ઘણીવાર લિફ્ટ અને ક્રેન્સનો પણ ઉપયોગ થાય છે. 

ભારતમાં આર્બોરિસ્ટ બનવું હોય તો…

વૃક્ષ વિજ્ઞાનની આ શાખા ‘આર્બોરિકલ્ચર’ કહેવાય છે. ભારતમાં સર્ટિફાઇડ આર્બોરિસ્ટ બનવામાં 2 થી 4 વર્ષનો સમય લાગે છે. એમાં વનસંવર્ધન, બાગાયત અને/અથવા પર્યાવરણ વિજ્ઞાનમાં સંબંધિત ડિગ્રી અથવા ડિપ્લોમા મેળવવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વૃક્ષની સંભાળ અને વ્યવસ્થાપનમાં વ્યવહારુ/પ્રેક્ટિકલ (ઓન સાઇટ) અનુભવ મેળવવાનો હોય છે.

સરકારી કોલેજો

દિલ્હીની ‘જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી’, ઉત્તરાખંડના પંતનગરની ‘ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી’, મેઘાલયના શિલોંગમાં આવેલ ‘નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી’ અને ઐઝવાલ સ્થિત ‘મિઝોરમ યુનિવર્સિટી’ જેવી સરકારી કોલેજો આર્બોરિકલ્ચર ભણવા માટે લોકપ્રિય છે. આ ઉપરાંત એના ઑનલાઇન અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. 

આધુનિક આર્બોરિકલ્ચરના જનક કોણ?

અમેરિકાના ‘એલેક્સ શિગો’ (જન્મ- મે 8, 1930; અવસાન- ઓક્ટોબર 6, 2006) આધુનિક આર્બોરિકલ્ચરના જનક કહેવાય છે. તેઓ એક જીવવિજ્ઞાની હતા. વૃક્ષોમાં લાગતા સડાને લગતાં તેમના અભ્યાસના પરિણામે પ્રમાણભૂત આર્બોરિકલ્ચરલ પ્રેક્ટિસ અસ્તિત્વમાં આવી હતી. આ ક્ષેત્રનો પ્રચાર કરવા માટે તેમણે વ્યાપકપણે પ્રવાસ કર્યો અને પ્રવચનો આપ્યા હતા. 

દક્ષિણના રાજ્યોમાં આર્બોરિસ્ટની કામગીરી

ભારતના દક્ષિણી રાજ્યો વાવાઝોડાનો સામનો વધુ પ્રમાણમાં કરતાં હોય છે. વાવાઝોડાં દરમિયાન ત્યાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ જતાં હોય છે. એમ ન થાય એ માટે ત્યાં આર્બોરિસ્ટની સેવા લેવાનું ચલણ ખાસ્સું વધ્યું છે. મહાકાય વૃક્ષની યોગ્ય પ્રમાણમાં કાંટ-છાંટ કરીને આર્બોરિસ્ટ પર્યાવરણની જાળવણીમાં અમૂલ્ય પ્રદાન આપે છે. આપણે ગુજરાતમાં પણ આ બાબતે જાગૃત થઈશું તો રાજ્યના ગ્રીન કવરને બચાવવામાં અને વધારવામાં સફળ થઈ શકીશું.