દિવાળી પહેલા તાલુકાની બોર્ડર પર 4 નવી ચોકી મુકાશે

ભાયલીમાં ગેંગ રેપ બાદ તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે દિવાળી પહેલાં તાલુકાની હદમાં વિવિધ ચાર ઠેંકાણે પોલીસ ચોકી મુકાશે. જગ્યા ઉપરાંત વીજ કનેક્શન મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.ભાયલી ટીપી વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે ગેંગ રેપની ઘટના બાદ તાલુકા પોલીસની હદમાં અસરકારક પેટ્રોલિંગની જરૂરિયાત છે. આ સાથે એકાંતના સ્થળે થતી અવર-જવર પર નજર રાખવા ઉપરાંત જરૂરિયાતમંદને મદદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ચાર સ્થળે ચોકી મુકવાનો નિર્ણય લેવાયો છે. ભાયલી - સમિયાલા ટીપી રોડ, બ્રોડવે- નિલામ્બર ન્યુ રીંગ રોડ સેવાસી ટી.પી, શેરખી પાસે રવિભાન ચોકડી અને મહાપુરા-અંપાડ ચોકડી પાસે પોલીસનો સખત પહેરો રહેશે. આ સ્થળે હથિયારધારી પોલીસ ખડકાશે, જ્યાં જીઆરડી અને હોમ ગાર્ડ પણ સાથે રહેશે. પોલીસ ચારેય સ્થળે શિફટમાં ફરજ બજાવશે. તાલુકાની હદમાં રાતના સમયે પોલીસ અસરકારક પેટ્રોલિંગ કરશે. દિવાળી પહેલાં આ ચારેય સ્થળે ચોકી કાર્યરત કરવા માટે કોર્પોરેશન અથવા પંચાયતનો પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ચોકી માટે વીજ કનકેશન મેળવવા પણ કવાયત શરૂ કરાઈ છે. ગેંગ રેપ બાદ તાલુકા પોલીસને ટીમ વર્કથી કામ કરવા સૂચના ભાયલીમાં ગેંગ રેપ બાદ તાલુકા પોલીસ આરોપીઓ પણ નિષ્ફળ રહી હતી. જેથી હવે તાલુકા પોલીસની કામગીરી પર ઉચ્ચ અધિકારીઓની બાજ નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડે તો અધિકારીઓ પોતાના તાબાના સ્ટાફને યોગ્ય કામગીરીનું માર્ગદર્શન પણ આપે છે. આ ઘટના બાદ તાલુકા પોલીસને ટીમ વર્કથી કામ કરવા માટે પણ અધિકારીઓએ સૂચના આપી છે. પરપ્રાંતિય લેબર અને ભાડુઆતોનું વેરિફિકેશન શરૂ ગેંગ રેપની ઘટના બાદ જિલ્લામાં પરપ્રાંતિય લેબરો અને ભાડુઆતોની પોલીસમાં નોંધણી થઈ છે? તેની ચકાસણી શરૂ થઈ છે. આ ઉપરાંત વાહન ચેકિંગ, ડિટેઇન, બહારના ઈસમની તપાસ અને જાહેરનામા ભંગના કેસ કરવામાં પોલીસ રોજ ફિલ્ડમાં ઊતરશે.

દિવાળી પહેલા તાલુકાની બોર્ડર પર 4 નવી ચોકી મુકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાયલીમાં ગેંગ રેપ બાદ તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે દિવાળી પહેલાં તાલુકાની હદમાં વિવિધ ચાર ઠેંકાણે પોલીસ ચોકી મુકાશે. જગ્યા ઉપરાંત વીજ કનેક્શન મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ભાયલી ટીપી વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે ગેંગ રેપની ઘટના બાદ તાલુકા પોલીસની હદમાં અસરકારક પેટ્રોલિંગની જરૂરિયાત છે. આ સાથે એકાંતના સ્થળે થતી અવર-જવર પર નજર રાખવા ઉપરાંત જરૂરિયાતમંદને મદદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ચાર સ્થળે ચોકી મુકવાનો નિર્ણય લેવાયો છે. ભાયલી - સમિયાલા ટીપી રોડ, બ્રોડવે- નિલામ્બર ન્યુ રીંગ રોડ સેવાસી ટી.પી, શેરખી પાસે રવિભાન ચોકડી અને મહાપુરા-અંપાડ ચોકડી પાસે પોલીસનો સખત પહેરો રહેશે. આ સ્થળે હથિયારધારી પોલીસ ખડકાશે, જ્યાં જીઆરડી અને હોમ ગાર્ડ પણ સાથે રહેશે. પોલીસ ચારેય સ્થળે શિફટમાં ફરજ બજાવશે. તાલુકાની હદમાં રાતના સમયે પોલીસ અસરકારક પેટ્રોલિંગ કરશે. દિવાળી પહેલાં આ ચારેય સ્થળે ચોકી કાર્યરત કરવા માટે કોર્પોરેશન અથવા પંચાયતનો પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ચોકી માટે વીજ કનકેશન મેળવવા પણ કવાયત શરૂ કરાઈ છે.

ગેંગ રેપ બાદ તાલુકા પોલીસને ટીમ વર્કથી કામ કરવા સૂચના

ભાયલીમાં ગેંગ રેપ બાદ તાલુકા પોલીસ આરોપીઓ પણ નિષ્ફળ રહી હતી. જેથી હવે તાલુકા પોલીસની કામગીરી પર ઉચ્ચ અધિકારીઓની બાજ નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડે તો અધિકારીઓ પોતાના તાબાના સ્ટાફને યોગ્ય કામગીરીનું માર્ગદર્શન પણ આપે છે. આ ઘટના બાદ તાલુકા પોલીસને ટીમ વર્કથી કામ કરવા માટે પણ અધિકારીઓએ સૂચના આપી છે.

પરપ્રાંતિય લેબર અને ભાડુઆતોનું વેરિફિકેશન શરૂ

ગેંગ રેપની ઘટના બાદ જિલ્લામાં પરપ્રાંતિય લેબરો અને ભાડુઆતોની પોલીસમાં નોંધણી થઈ છે? તેની ચકાસણી શરૂ થઈ છે. આ ઉપરાંત વાહન ચેકિંગ, ડિટેઇન, બહારના ઈસમની તપાસ અને જાહેરનામા ભંગના કેસ કરવામાં પોલીસ રોજ ફિલ્ડમાં ઊતરશે.