નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
Rain prediction During Navratri : ગુજરાતીઓના સૌથી પ્રિય ગણાતાં નવરાત્રીના તહેવારની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. જેને લઇને રાજ્યભરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વખતે રાજ્ય સરકાર દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી છે. પરંતુ આ ગરબાપ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 3 થી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે, જ્યારે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્ર વરસાદી સિસિટમ સક્રિય બની શકે તેવી શક્યતાઓ હોવાથી વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળતાં વરસાદ ખાબકી શકે છે. આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાતઆ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું હતું કે આ વખતે 9 દિવસ તડકો રહેશે અને ભારે ગરમી પડી શકે છે. સમય સાથે ઠંડક પ્રસરવાની શકયતા છે. જોકે નવરાત્રીમાં ગરમીના કારણે લોકલ સિસ્ટમ સક્રીય બનશે તેમજ નવરાત્રીમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે. હસ્ત્ર નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકતો હોય છે. નવરાત્રીની શરૂઆતમાં 5 ઓક્ટોબર સુધીમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે જેના કારણે સિસ્ટમ બનશે અને ક્યાંક ક્યાંક વરસાદ ખાબકી શકે છે. હાલ જે પ્રકારે ભારે વરસાદ થઇ રહ્યો છે તે પ્રકારનો વરસાદ પડવાની શકયતા ઓછી છે. પરંતુ ગરમીના કારણે ક્યાંક અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. ખાસકરીને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા છે, જ્યારે અન્ય ભાગો પવન વધુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત હજુપણ હવામાનમાં ફેરફાર થતા રહેશે. જેના લીધે શરદ પૂનમ પછી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે તેવું અનુમાન છે. શરદ પૂનમથી માંડીને દિવાળી સુધી હવામાનમાં સતત ફેરફાર થતા રહેશે જેના લીધે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં રહેશે.હવામાન વિભાગે કરી વરસાદની આગાહીહવામાન વિભાગની આગાહી અનુસાર આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain prediction During Navratri : ગુજરાતીઓના સૌથી પ્રિય ગણાતાં નવરાત્રીના તહેવારની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. જેને લઇને રાજ્યભરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વખતે રાજ્ય સરકાર દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી છે. પરંતુ આ ગરબાપ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 3 થી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે, જ્યારે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્ર વરસાદી સિસિટમ સક્રિય બની શકે તેવી શક્યતાઓ હોવાથી વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળતાં વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાત
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું હતું કે આ વખતે 9 દિવસ તડકો રહેશે અને ભારે ગરમી પડી શકે છે. સમય સાથે ઠંડક પ્રસરવાની શકયતા છે. જોકે નવરાત્રીમાં ગરમીના કારણે લોકલ સિસ્ટમ સક્રીય બનશે તેમજ નવરાત્રીમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે. હસ્ત્ર નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકતો હોય છે. નવરાત્રીની શરૂઆતમાં 5 ઓક્ટોબર સુધીમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે જેના કારણે સિસ્ટમ બનશે અને ક્યાંક ક્યાંક વરસાદ ખાબકી શકે છે.
હાલ જે પ્રકારે ભારે વરસાદ થઇ રહ્યો છે તે પ્રકારનો વરસાદ પડવાની શકયતા ઓછી છે. પરંતુ ગરમીના કારણે ક્યાંક અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. ખાસકરીને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા છે, જ્યારે અન્ય ભાગો પવન વધુ રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત હજુપણ હવામાનમાં ફેરફાર થતા રહેશે. જેના લીધે શરદ પૂનમ પછી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે તેવું અનુમાન છે. શરદ પૂનમથી માંડીને દિવાળી સુધી હવામાનમાં સતત ફેરફાર થતા રહેશે જેના લીધે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં રહેશે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.