Junagadhમાં 1.14 કરોડની લૂંટને લઈ મોટા સમાચાર, ફરિયાદી જ નિકળ્યા આરોપીઓ

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે બાંટવા રોડ પર લૂંટ થઈ હોવાથી પોલીસ દોડતી થઈ હતી તેને લઈ પોલીસે નાકાબંધી પણ કરી હતી પરંતુ આ સમગ્ર ઘટનાને લઈ નવો ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે જેમાં પોલીસે ફરિયાદીની ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે,ફરિયાદીએ પોતે જ કબૂલ્યું કે તેમની પાસે કોઈ લૂંટ નથી થઈ તેમણે તો નાટક કર્યુ હતુ. અમદાવાદના બે શખ્સોએ કર્યુ નાટક અમદાવાદથી જૂનાગઢ સોનું આપવા જઈ રહેલા બે કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા હતા આવી વાત સામે આવી હતી જેમાં ફરિયાદ કરનાર વ્યકિતઓએ પોલીસને જણાવ્યું હતુ કે,અજાણ્યા શખ્સો દ્રારા છરી બતાવીને લૂંટ કરવામા આવી છે.અમદાવાદાની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓ સાથે લૂંટ થઈ હોવાની વાત સામે આવી હતી.સોની વેપારીની દુકાનની સીસીટીવી પણ સામે આવ્યા હતા,જેના આધારે પોલીસે તપાસ હાથધરી હતી.સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું કર્મચારીઓ કહી રહ્યાં હતા. લૂંટ નહી થઈ હોવાનું આવ્યું સામે અમદાવાદથી કાર લઈને બે કર્મચારીઓ જૂનાગઢ ગયા હતા તે દરમિયાન સોની વેપારીને માલ આપ્યો અને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા 3 શખ્સોએ છરી બતાવીને લૂંટ કરી હતી આવી વાત ખોટી છે તે પોલીસની તપાસમાં સામે આવ્યું છે.જેમાં બન્ને કર્મચારીઓ દ્રારા ખોટી રીતે પોલીસને દોડાવવામાં આવી હતી,પોલીસે આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા હતા પરંતુ તેમાં પણ કંઈ લૂંટ જેવું લાગ્યું ન હતુ,તો પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદી સામે જ નવી ફરિયાદ નોંધી છે અને આરોપી બતાવ્યા છે. કારમાં પંચર પડવાનું કર્યુ નાટક કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. ત્યારે જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા આવુ નાટક ફરિયાદી દ્રારા કરવામાં આવ્યું હતુ.

Junagadhમાં 1.14 કરોડની લૂંટને લઈ મોટા સમાચાર, ફરિયાદી જ નિકળ્યા આરોપીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે બાંટવા રોડ પર લૂંટ થઈ હોવાથી પોલીસ દોડતી થઈ હતી તેને લઈ પોલીસે નાકાબંધી પણ કરી હતી પરંતુ આ સમગ્ર ઘટનાને લઈ નવો ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે જેમાં પોલીસે ફરિયાદીની ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે,ફરિયાદીએ પોતે જ કબૂલ્યું કે તેમની પાસે કોઈ લૂંટ નથી થઈ તેમણે તો નાટક કર્યુ હતુ.

અમદાવાદના બે શખ્સોએ કર્યુ નાટક

અમદાવાદથી જૂનાગઢ સોનું આપવા જઈ રહેલા બે કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા હતા આવી વાત સામે આવી હતી જેમાં ફરિયાદ કરનાર વ્યકિતઓએ પોલીસને જણાવ્યું હતુ કે,અજાણ્યા શખ્સો દ્રારા છરી બતાવીને લૂંટ કરવામા આવી છે.અમદાવાદાની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓ સાથે લૂંટ થઈ હોવાની વાત સામે આવી હતી.સોની વેપારીની દુકાનની સીસીટીવી પણ સામે આવ્યા હતા,જેના આધારે પોલીસે તપાસ હાથધરી હતી.સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું કર્મચારીઓ કહી રહ્યાં હતા.

લૂંટ નહી થઈ હોવાનું આવ્યું સામે

અમદાવાદથી કાર લઈને બે કર્મચારીઓ જૂનાગઢ ગયા હતા તે દરમિયાન સોની વેપારીને માલ આપ્યો અને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા 3 શખ્સોએ છરી બતાવીને લૂંટ કરી હતી આવી વાત ખોટી છે તે પોલીસની તપાસમાં સામે આવ્યું છે.જેમાં બન્ને કર્મચારીઓ દ્રારા ખોટી રીતે પોલીસને દોડાવવામાં આવી હતી,પોલીસે આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા હતા પરંતુ તેમાં પણ કંઈ લૂંટ જેવું લાગ્યું ન હતુ,તો પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદી સામે જ નવી ફરિયાદ નોંધી છે અને આરોપી બતાવ્યા છે.

કારમાં પંચર પડવાનું કર્યુ નાટક

કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. ત્યારે જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા આવુ નાટક ફરિયાદી દ્રારા કરવામાં આવ્યું હતુ.