Surendranagarમાં કલા મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુકો 20 ડિસેમ્બર સુધી કરી શકશે અરજી
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા “કલા મહાકુંભ – ૨૦૨૪”નું આયોજન તાલુકા અને જિલ્લા કક્ષાએ થવા જઈ રહ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાનાં ઈચ્છુક સ્પર્ધકો તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે. આ વર્ષે કલા મહાકુંભમાં ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. ૬૦ વર્ષથી ઉપરની તમામ સ્પર્ધાઓ સીધી રાજ્યકક્ષાએ યોજાશે જેની ખાસ નોંધ લેવાની રહેશે. કલા મહાકુંભ ૨૦૨૪માં તાલુકા કક્ષાએ સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા અને હાર્મોનિયમ(હળવું) એમ કુલ ૧૪ કૃતિનો સમાવેશ થાય છે. જયારે સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ ૯ સ્પર્ધા જેમાં સ્કૂલ બેન્ડ, લોક વાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓરગન અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)ની સ્પર્ધાઓ થશે. તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ સ્પર્ધાઓમાં ઓડીસી, વાંસળી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ સ્પર્ધાઓમાં પખાવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓ રજુ થશે. શાળાના આચાર્યનો કરો સંપર્ક આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા કે ન ભણતા કલાકારોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમજ આયોજન સંચાલનની સરળતા અર્થે દરેક તાલુકા માટે તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં (૧) વઢવાણ તાલુકામાં શ્રી જતીનભાઈ રાવલ આચાર્ય, એન. ડી. આર. સ્કુલ, સુરેન્દ્રનગર મો. ૯૮૭૯૬૯૬૪૭૭, (૨) લીંબડીમાં મનુભાઈ જોગરાણા, આચાર્ય, સર જે. હાઈસ્કુલ, લીંબડી મો. ૯૭૨૩૭૪૧૩૦૩, (૩) ધ્રાંગધ્રામાં રજનીશભાઈ ઉપાધ્યાય, આચાર્ય, શ્રેયસ સ્કુલ, ધ્રાંગધ્રા મો. ૯૯૭૮૨૮૯૯૭૯, (૪) થાન તાલુકામાં જયપ્રકાશભાઈ સોલંકી, આચાર્ય મ્યુનિસિપલ હાઈસ્કુલ, થાન મો. ૯૯૨૫૪૯૦૦૬૭, (૫) ચોટીલામાં મનોજભાઈ ચૌહાણ, આચાર્ય મોડલ સ્કુલ, સણોસરા,ચોટીલા, મો. ૭૯૮૪૫૩૪૨૦૭, (૬) લખતરમાં જયાબેન પટેલ, આચાર્ય સહયોગ વિદ્યાલય, લખતર, મો. ૯૮૭૯૬૯૬૪૬૮ (૭) મુળી તાલુકામાં શ્રી કમલેશભાઈ કુણપરા, આચાર્યશ્રી, માધ્યમિક શાળા, સરા, મુળી, મો. ૯૪૨૮૯૧૫૭૮૭ (૮) ચુડા તાલુકામાં જયદેવસિંહ પરમાર, આચાર્ય, શ્રી પે સેન્ટર શાળા નં.-ર, ચુડા, મો. ૯૯૨૪૮૩૧૯૦૧ (૯) સાયલા તાલુકામાં ચંદ્રકાન્તમભાઈ વ્યાસ, આચાર્ય પુ. એલ. એમ. વોરા ગર્લ્સ હાઈસ્કૂલ, સાયલા, મો. ૯૮૨૫૭૫૫૩૦૭ (૧૦) પાટડી તાલુકામાં ભરતસિંહ સોલંકી, આચાર્ય માધ્યમિક શાળા, જરવલા, પાટડી, મો. ૯૪૨૮૩૨૭૯૮૩ નો સમાવેશ થાય છે. ઓનલાઈન કરો અરજી તાલુકાના સ્પર્ધકોએ તાલુકા કક્ષાની સ્પર્ધા માટેનું પોતાનું અરજી ફોર્મ જે તે તાલુકાનાં તાલુકા કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. સ્પર્ધા માટેનું અરજી ફોર્મ https://dydosnr.blogspot.com ઉપર અને જે - તે તાલુકાનાં કન્વીનર પાસેથી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી શકાશે. રાજયકક્ષાનો કાર્યક્રમ સીધી જિલ્લા/પ્રદેશ/રાજ્યકક્ષાની સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-એ ૫, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે મોબાઈલ નં. ૬૩૫૩૩૬૩૫૬૭ નો સંપર્ક કરવાનો રહેશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ અન્વયે અનેકવિધ સ્પર્ધા યોજવામાં આવે છે. કલા મહાકુંભમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી પ્રતિભા ધરાવનાર અલગ-અલગ વય જૂથના કલાપ્રેમીઓની પસંદગી પામેલ કૃતિઓની તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય કક્ષાએ સ્પર્ધા થાય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા “કલા મહાકુંભ – ૨૦૨૪”નું આયોજન તાલુકા અને જિલ્લા કક્ષાએ થવા જઈ રહ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાનાં ઈચ્છુક સ્પર્ધકો તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે. આ વર્ષે કલા મહાકુંભમાં ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. ૬૦ વર્ષથી ઉપરની તમામ સ્પર્ધાઓ સીધી રાજ્યકક્ષાએ યોજાશે જેની ખાસ નોંધ લેવાની રહેશે.
કલા મહાકુંભ
૨૦૨૪માં તાલુકા કક્ષાએ સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા અને હાર્મોનિયમ(હળવું) એમ કુલ ૧૪ કૃતિનો સમાવેશ થાય છે. જયારે સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ ૯ સ્પર્ધા જેમાં સ્કૂલ બેન્ડ, લોક વાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓરગન અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)ની સ્પર્ધાઓ થશે. તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ સ્પર્ધાઓમાં ઓડીસી, વાંસળી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ સ્પર્ધાઓમાં પખાવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓ રજુ થશે.
શાળાના આચાર્યનો કરો સંપર્ક
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા કે ન ભણતા કલાકારોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમજ આયોજન સંચાલનની સરળતા અર્થે દરેક તાલુકા માટે તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં (૧) વઢવાણ તાલુકામાં શ્રી જતીનભાઈ રાવલ આચાર્ય, એન. ડી. આર. સ્કુલ, સુરેન્દ્રનગર મો. ૯૮૭૯૬૯૬૪૭૭, (૨) લીંબડીમાં મનુભાઈ જોગરાણા, આચાર્ય, સર જે. હાઈસ્કુલ, લીંબડી મો. ૯૭૨૩૭૪૧૩૦૩, (૩) ધ્રાંગધ્રામાં રજનીશભાઈ ઉપાધ્યાય, આચાર્ય, શ્રેયસ સ્કુલ, ધ્રાંગધ્રા મો. ૯૯૭૮૨૮૯૯૭૯, (૪) થાન તાલુકામાં જયપ્રકાશભાઈ સોલંકી, આચાર્ય મ્યુનિસિપલ હાઈસ્કુલ, થાન મો. ૯૯૨૫૪૯૦૦૬૭, (૫) ચોટીલામાં મનોજભાઈ ચૌહાણ, આચાર્ય મોડલ સ્કુલ, સણોસરા,ચોટીલા, મો. ૭૯૮૪૫૩૪૨૦૭, (૬) લખતરમાં જયાબેન પટેલ, આચાર્ય સહયોગ વિદ્યાલય, લખતર, મો. ૯૮૭૯૬૯૬૪૬૮ (૭) મુળી તાલુકામાં શ્રી કમલેશભાઈ કુણપરા, આચાર્યશ્રી, માધ્યમિક શાળા, સરા, મુળી, મો. ૯૪૨૮૯૧૫૭૮૭ (૮) ચુડા તાલુકામાં જયદેવસિંહ પરમાર, આચાર્ય, શ્રી પે સેન્ટર શાળા નં.-ર, ચુડા, મો. ૯૯૨૪૮૩૧૯૦૧ (૯) સાયલા તાલુકામાં ચંદ્રકાન્તમભાઈ વ્યાસ, આચાર્ય પુ. એલ. એમ. વોરા ગર્લ્સ હાઈસ્કૂલ, સાયલા, મો. ૯૮૨૫૭૫૫૩૦૭ (૧૦) પાટડી તાલુકામાં ભરતસિંહ સોલંકી, આચાર્ય માધ્યમિક શાળા, જરવલા, પાટડી, મો. ૯૪૨૮૩૨૭૯૮૩ નો સમાવેશ થાય છે.
ઓનલાઈન કરો અરજી
તાલુકાના સ્પર્ધકોએ તાલુકા કક્ષાની સ્પર્ધા માટેનું પોતાનું અરજી ફોર્મ જે તે તાલુકાનાં તાલુકા કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. સ્પર્ધા માટેનું અરજી ફોર્મ https://dydosnr.blogspot.com ઉપર અને જે - તે તાલુકાનાં કન્વીનર પાસેથી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી શકાશે.
રાજયકક્ષાનો કાર્યક્રમ
સીધી જિલ્લા/પ્રદેશ/રાજ્યકક્ષાની સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-એ ૫, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે મોબાઈલ નં. ૬૩૫૩૩૬૩૫૬૭ નો સંપર્ક કરવાનો રહેશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ અન્વયે અનેકવિધ સ્પર્ધા યોજવામાં આવે છે. કલા મહાકુંભમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી પ્રતિભા ધરાવનાર અલગ-અલગ વય જૂથના કલાપ્રેમીઓની પસંદગી પામેલ કૃતિઓની તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય કક્ષાએ સ્પર્ધા થાય