Kutchના લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત, આંકડો 13 થયો

કચ્છના લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત થયુ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા છે. ગઇકાલે વધુ એક મહિલાનું મોત થયુ હતુ. મોતને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. કચ્છમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવે કરાયો છે. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો લખપતમાં ન્યુમોનિયા તાવનો કહેર છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે અને ન્યુમોનિયા તાવના લીધે 13ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો વિપક્ષે કર્યા છે. તેમજ લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે.  હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેના બાદ સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે. નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી. મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર લોકો ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી ન્યુમોનિયાના કારણે આ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે કે મૃત્યુ પામનાર લોકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે.

Kutchના લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત, આંકડો 13 થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત થયુ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા છે. ગઇકાલે વધુ એક મહિલાનું મોત થયુ હતુ. મોતને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. કચ્છમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવે કરાયો છે. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો

લખપતમાં ન્યુમોનિયા તાવનો કહેર છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે અને ન્યુમોનિયા તાવના લીધે 13ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો વિપક્ષે કર્યા છે. તેમજ લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે.

 હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે

લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેના બાદ સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે. નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી. મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર લોકો ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી ન્યુમોનિયાના કારણે આ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે કે મૃત્યુ પામનાર લોકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે.