Ahmedabadના AMCના લીગલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને કેસ લડવાને લઈ અપાશે તાલીમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલી હદે નઘરોળ તંત્ર ચાલી રહ્યું છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે.AMC લીગલ વિભાગમાં ફરજ બજાવતા 30 કર્મચારીઓને પોતાના વિભાગમાં કામ કેવી રીતે કરવું તેની તાલીમ હવે આપવામાં આવનાર છે.આ નિર્ણય કર્યો છે AMCની લીગલ કમિટી દ્વારા અને તેની પાછળ કારણ પણ રસપ્રદ છે. અપાશે વિશેષ તાલીમ આમ તો અધિકારીઓને અપગ્રેડ કરવા માટેનાં કારણ હેઠળ તાલીમ ગોઠવવામાં આવી રહી છે પરંતુ હકીકત એવી છે કે છેલ્લા ઘણા કિસ્સા એવા છે કે કોર્ટ ને લગતી તમામ બાબતો માં લીગલ વિભાગ નિષ્ફળ જઈ રહ્યું છે તો કામગીરી શું કરવાની કેવી રીતે કરવાની વકીલ કોઈ કેસમાં રોકવામાં આવ્યા છે તો તે કોર્ટ માં શું દલીલો કરે છે કામગીરી કેમની કરે છે પૂરતી હાજરી છે કે નહી આ મામલે નબળો દેખાવ છે લીગલ વિભાગ નો.જ્યારે કમિટી મળે તો તેમાં અધિકારીઓ પદાધિકારીઓના સવાલમાં જવાબ પણ આપી નહી શકતા હોવાની ફરીયાદો ઉઠી છે જેના કારણે લીગલ ટીમ દ્વારા વિભાગીય કામગીરીની તાલીમ રખવાનો નિર્ણય લીધો છે. સવાલોના નથી મળતા યોગ્ય જવાબ લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, લીગલ વિભાગમાં ફરજ બજાવતા કુલ 30 અધિકારીઓ અને કર્મચારીઓને તેમના વિભાગમાં તેમને કામગીરી શું કરવાની હોય છે? કેવી રીતે કરવાની હોય છે? અને ત્યારે શું માહિતી મેળવવાની હોય એવી તમામ પ્રકારની જવાબદારીથી લઈ કામગીરી અંગેની ટ્રેનિંગનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. આ ટ્રેનિંગ આપવા પાછળનું કારણ જણાવતાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કમિટી ચલાવવામાં આવે છે ત્યારે તેઓને લીગલ વિભાગના પ્રશ્નો અને કેટલીક બાબતોની રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેઓ તરફથી યોગ્ય જવાબ મળતો નથી. હજી ઘણા કેસો પેન્ડિંગ છે એએમસીની લીગલ કમિટીમાં ઘણા કેસો વર્ષોથી પેન્ડિંગ છે કેમ કે,અધિકારીઓ નથી જાણતા કે કઈ રીતે કેસ લડવો,અને કેસ લડવા જાય છે તો તેઓ પૂરતા જવાબ આપી શકતા નથી,કેસોનો નિકાલ ન થતા અધિકારીઓની સાથે કમિટીના ચેરમેન પણ મૂંઝાયા છે એટલે તેમણે કર્મચારીઓને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે,શું અધિકારીઓને આટલા વર્ષે તાલીમ આપવાથી કેસોનો નિકાલ થશે અને અધિકારીઓ તાલીમમાં શીખ્યા હશે તેનો યોગ્ય સમયે ઉપયોગ કરશે કે નહી તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલી હદે નઘરોળ તંત્ર ચાલી રહ્યું છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે.AMC લીગલ વિભાગમાં ફરજ બજાવતા 30 કર્મચારીઓને પોતાના વિભાગમાં કામ કેવી રીતે કરવું તેની તાલીમ હવે આપવામાં આવનાર છે.આ નિર્ણય કર્યો છે AMCની લીગલ કમિટી દ્વારા અને તેની પાછળ કારણ પણ રસપ્રદ છે.
અપાશે વિશેષ તાલીમ
આમ તો અધિકારીઓને અપગ્રેડ કરવા માટેનાં કારણ હેઠળ તાલીમ ગોઠવવામાં આવી રહી છે પરંતુ હકીકત એવી છે કે છેલ્લા ઘણા કિસ્સા એવા છે કે કોર્ટ ને લગતી તમામ બાબતો માં લીગલ વિભાગ નિષ્ફળ જઈ રહ્યું છે તો કામગીરી શું કરવાની કેવી રીતે કરવાની વકીલ કોઈ કેસમાં રોકવામાં આવ્યા છે તો તે કોર્ટ માં શું દલીલો કરે છે કામગીરી કેમની કરે છે પૂરતી હાજરી છે કે નહી આ મામલે નબળો દેખાવ છે લીગલ વિભાગ નો.જ્યારે કમિટી મળે તો તેમાં અધિકારીઓ પદાધિકારીઓના સવાલમાં જવાબ પણ આપી નહી શકતા હોવાની ફરીયાદો ઉઠી છે જેના કારણે લીગલ ટીમ દ્વારા વિભાગીય કામગીરીની તાલીમ રખવાનો નિર્ણય લીધો છે.
સવાલોના નથી મળતા યોગ્ય જવાબ
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, લીગલ વિભાગમાં ફરજ બજાવતા કુલ 30 અધિકારીઓ અને કર્મચારીઓને તેમના વિભાગમાં તેમને કામગીરી શું કરવાની હોય છે? કેવી રીતે કરવાની હોય છે? અને ત્યારે શું માહિતી મેળવવાની હોય એવી તમામ પ્રકારની જવાબદારીથી લઈ કામગીરી અંગેની ટ્રેનિંગનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. આ ટ્રેનિંગ આપવા પાછળનું કારણ જણાવતાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કમિટી ચલાવવામાં આવે છે ત્યારે તેઓને લીગલ વિભાગના પ્રશ્નો અને કેટલીક બાબતોની રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેઓ તરફથી યોગ્ય જવાબ મળતો નથી.
હજી ઘણા કેસો પેન્ડિંગ છે
એએમસીની લીગલ કમિટીમાં ઘણા કેસો વર્ષોથી પેન્ડિંગ છે કેમ કે,અધિકારીઓ નથી જાણતા કે કઈ રીતે કેસ લડવો,અને કેસ લડવા જાય છે તો તેઓ પૂરતા જવાબ આપી શકતા નથી,કેસોનો નિકાલ ન થતા અધિકારીઓની સાથે કમિટીના ચેરમેન પણ મૂંઝાયા છે એટલે તેમણે કર્મચારીઓને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે,શું અધિકારીઓને આટલા વર્ષે તાલીમ આપવાથી કેસોનો નિકાલ થશે અને અધિકારીઓ તાલીમમાં શીખ્યા હશે તેનો યોગ્ય સમયે ઉપયોગ કરશે કે નહી તે જોવું રહ્યું.