કૃષ્ણ ભક્તો માટે સારા સમાચાર, ઈન્ડિયન રેલવે દોડવાશે સ્પેશિયલ ટ્રેન

જન્માષ્ટમીને લઈને રેલવેએ મોટો નિર્ણય લીધો છે પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે જાણો ક્યાં બુક કરી શકશો ટિકિટ ભારતીય રેલ્વે ટ્રેનોને સમયસર ચલાવવા માટે ઘણા તકનીકી ફેરફારો કરી રહી છે. મુસાફરોની સરળ મુસાફરી માટે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો થવાને કારણે આગામી તહેવારોની સિઝનમાં પણ મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા મળશે. જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે : ટ્રેન નંબર 09463/09464 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ) ટ્રેન નંબર 09463 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 (સોમવાર) ના રોજ અમદાવાદથી 17.10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે સવારે 03.10 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09464 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 27 ઓગસ્ટ 2024 (મંગળવાર) ના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે બપોરે 03:00 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 3 સ્લીપર ક્લાસના કોચ અને 10 જનરલ ક્લાસના કોચ હશે. ક્યાં બુક કરી શકશો ટિકિટ ટ્રેન નંબર 09463/09464 નું બુકિંગ તારીખ 24.08.2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

કૃષ્ણ ભક્તો માટે સારા સમાચાર, ઈન્ડિયન રેલવે દોડવાશે સ્પેશિયલ ટ્રેન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જન્માષ્ટમીને લઈને રેલવેએ મોટો નિર્ણય લીધો છે
  • પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
  • જાણો ક્યાં બુક કરી શકશો ટિકિટ

ભારતીય રેલ્વે ટ્રેનોને સમયસર ચલાવવા માટે ઘણા તકનીકી ફેરફારો કરી રહી છે. મુસાફરોની સરળ મુસાફરી માટે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો થવાને કારણે આગામી તહેવારોની સિઝનમાં પણ મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા મળશે.

જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

ટ્રેન નંબર 09463/09464 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ)

ટ્રેન નંબર 09463 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 (સોમવાર) ના રોજ અમદાવાદથી 17.10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે સવારે 03.10 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09464 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 27 ઓગસ્ટ 2024 (મંગળવાર) ના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે બપોરે 03:00 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 3 સ્લીપર ક્લાસના કોચ અને 10 જનરલ ક્લાસના કોચ હશે.

ક્યાં બુક કરી શકશો ટિકિટ

ટ્રેન નંબર 09463/09464 નું બુકિંગ તારીખ 24.08.2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.