Ambalal Patelની મોટી આગાહી, ભારે પવન સાથે રાજયમાં વરસાદ અને કરા પડશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ રહેલું છે તેવી આગાહી કરવામાં આવી છે,26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ રહેલું છે,26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ થવાની શકયતા છે,સાથે સાથે 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થઇ શકે છે સામાન્ય વધારો. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.2થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે તે નક્કી છે. ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે. રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ રહેલું છે તેવી આગાહી કરવામાં આવી છે,26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ રહેલું છે,26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ થવાની શકયતા છે,સાથે સાથે 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થઇ શકે છે સામાન્ય વધારો.
26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.
વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.2થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે તે નક્કી છે.
ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ
પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.
રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ
ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.