Rajkot: મવડી ચોકના જીમમાં મહિલા સાથે યુવકોએ અભદ્ર વર્તન કરતા પોલીસ ફરિયાદ

રાજકોટમાં આવેલ મવડી ચોક નજીક જીમમાં દાદાગીરીના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ધી જીમ વર્લ્ડમાં કસરત કરતા આવતા યુવાનોએ જીમ સંચાલક મહિલા સાથે દાદાગીરી કરી હતી. જીમ સંચાલકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. મવડી ચોક ખાતે આવેલ ધી જીમ વર્લ્ડમાં કસરત કરવા માટે આવતા યુવાનોએ અન્ય યુવાનોને કસરત કરવા માટે એન્ટ્રી આપવા કહ્યું તો મહિલા એ કહ્યું કે, ફ્રીમાં કોઈને એન્ટ્રી મળશે નહીં. જેથી 7 જેટલા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સાથે બોલાચાલી કરી હતી. મહિલા સંચાલકે રાજદીપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપૂત સહિતના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.7 જેટલા યુવકોએ મહિલા સાથે ગેરવર્તન કર્યું કસરત કરતા આવતા યુવાને અન્ય મિત્રને જીમની અંદર બોલાવતા મહિલાએ ના કહ્યું હતું જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે કહ્યું કે, હું કોઈ મામુલી માણસ નથી, મારો મિત્ર મને પાંચ મીનિટ માટે મળવા આવ્યો છે તો તમે કેમ એન્ટ્રી આપતા નથી તેમ કહી ઉશ્કેરાઈ ગયો હતો. મહિલા સંચાલકે કહ્યું કે, અહીંયા રોજ બધા મળવા આવતા હોય છે તો બધાને એન્ટ્રી ના અપાયને જેને લઈને 7 જેટલા શખ્સોએ બબાલ કરી હતી.

Rajkot: મવડી ચોકના જીમમાં મહિલા સાથે યુવકોએ અભદ્ર વર્તન કરતા પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં આવેલ મવડી ચોક નજીક જીમમાં દાદાગીરીના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ધી જીમ વર્લ્ડમાં કસરત કરતા આવતા યુવાનોએ જીમ સંચાલક મહિલા સાથે દાદાગીરી કરી હતી. જીમ સંચાલકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.


મવડી ચોક ખાતે આવેલ ધી જીમ વર્લ્ડમાં કસરત કરવા માટે આવતા યુવાનોએ અન્ય યુવાનોને કસરત કરવા માટે એન્ટ્રી આપવા કહ્યું તો મહિલા એ કહ્યું કે, ફ્રીમાં કોઈને એન્ટ્રી મળશે નહીં. જેથી 7 જેટલા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સાથે બોલાચાલી કરી હતી. મહિલા સંચાલકે રાજદીપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપૂત સહિતના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

7 જેટલા યુવકોએ મહિલા સાથે ગેરવર્તન કર્યું

કસરત કરતા આવતા યુવાને અન્ય મિત્રને જીમની અંદર બોલાવતા મહિલાએ ના કહ્યું હતું જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે કહ્યું કે, હું કોઈ મામુલી માણસ નથી, મારો મિત્ર મને પાંચ મીનિટ માટે મળવા આવ્યો છે તો તમે કેમ એન્ટ્રી આપતા નથી તેમ કહી ઉશ્કેરાઈ ગયો હતો. મહિલા સંચાલકે કહ્યું કે, અહીંયા રોજ બધા મળવા આવતા હોય છે તો બધાને એન્ટ્રી ના અપાયને જેને લઈને 7 જેટલા શખ્સોએ બબાલ કરી હતી.