Amreli: દુધાળામાં ભારત માતા સરોવરનું PM મોદીના હસ્તે લોકાર્પણ
PM મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સવારે વડોદરામાં યોજાયેલા રોડ શો અને કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમરેલીના લાઠીના દુધાળામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. અહીં 35 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. દુધાળાના કાર્યક્રમ બાદ પીએમ મોદી લાઠીમાં આયોજીત જાહેરસભાને સંબોધશે. કાર્યક્રમના સ્થળ પરથી જ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના રૂ. 4800 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. અમરેલીના કાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના રૂ. 4800 કરોડના 1600 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે.PM મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું કે, દિવાળી દરવાજે ટકોરા મારી રહી છે. આ સમય મંગળ કાર્યોનો છે. એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી તરફ વિકાસનો ઉત્સવ છે. આ બધા પ્રોજેક્ટ વિકાસની ગતિ આપનારા પ્રોજેક્ટ છે. અમરેલી એ ભૂમિ છે જેને યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. ગુજરાતમાં ભાજપ સરકાર બની ત્યારથી પાણીને આપણે પ્રાથમિકતા આપી છે. ગુજરાતના લોકોને પાણીનું મહત્વ સમજાવવું ન પડે. ધોળકીયા પરિવારે નદીઓની જીવતી કરી. નદીઓને જીવતી કરવાનો આ જ રસ્તો છે. આપણે નર્મદાથી 20 નદીઓ જોડી હતી અને નદીઓ, નાના તળાવો બનાવવાની આપણી કલ્પના હતી. જેથી માઈલો સુધી પાણીને સાચવી શકે. પાણી જમીનમાં ઉતરે એટલે અમી આવ્યા વગર રહે જ નહીં. પાણીનું શું મહત્વ છે તે ગુજરાત કે સૌરાષ્ટ્રના લોકોને સમજાવવું ન પડે. લાઠીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું પીએમના હસ્તે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું દુધાળા-લાઠી સ્થિત હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાઠીમાં સભા સ્થળ પર જનમેદની ઉમટી પડી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પહોંચ્યા. વડોદરાથી ભાવનગર એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PM મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સવારે વડોદરામાં યોજાયેલા રોડ શો અને કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમરેલીના લાઠીના દુધાળામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. અહીં 35 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. દુધાળાના કાર્યક્રમ બાદ પીએમ મોદી લાઠીમાં આયોજીત જાહેરસભાને સંબોધશે. કાર્યક્રમના સ્થળ પરથી જ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના રૂ. 4800 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
અમરેલીના કાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના રૂ. 4800 કરોડના 1600 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે.
PM મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું કે, દિવાળી દરવાજે ટકોરા મારી રહી છે. આ સમય મંગળ કાર્યોનો છે. એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી તરફ વિકાસનો ઉત્સવ છે. આ બધા પ્રોજેક્ટ વિકાસની ગતિ આપનારા પ્રોજેક્ટ છે. અમરેલી એ ભૂમિ છે જેને યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. ગુજરાતમાં ભાજપ સરકાર બની ત્યારથી પાણીને આપણે પ્રાથમિકતા આપી છે. ગુજરાતના લોકોને પાણીનું મહત્વ સમજાવવું ન પડે. ધોળકીયા પરિવારે નદીઓની જીવતી કરી. નદીઓને જીવતી કરવાનો આ જ રસ્તો છે. આપણે નર્મદાથી 20 નદીઓ જોડી હતી અને નદીઓ, નાના તળાવો બનાવવાની આપણી કલ્પના હતી. જેથી માઈલો સુધી પાણીને સાચવી શકે. પાણી જમીનમાં ઉતરે એટલે અમી આવ્યા વગર રહે જ નહીં. પાણીનું શું મહત્વ છે તે ગુજરાત કે સૌરાષ્ટ્રના લોકોને સમજાવવું ન પડે.
લાઠીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું પીએમના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું દુધાળા-લાઠી સ્થિત હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાઠીમાં સભા સ્થળ પર જનમેદની ઉમટી પડી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પહોંચ્યા. વડોદરાથી ભાવનગર એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા.