Jam Khambhaliyaમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ

જામ ખંભાળીયા પંથકમાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લા 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેવા કે પોસ્ટ ઓફિસ રોડ, ચાર રસ્તા રોડ સહિતના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.વરસાદી પાણીથી વાહનચાલકોને મુશ્કેલી સામાન્ય વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો જડેશ્વર રોડ, રામનાથ સોસાયટી, રોડ પર વરસાદી પાણી ભરાયા છે. શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે હવે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે. જામ ખંભાળીયામાં કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું જામ ખંભાળીયામાં કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં 251% જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાની થવાની ભીતી છે. ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકમાં તેમજ જમીનમાં ધોવાણો થતાં કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી છે. રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માગ કરાઈ છે. દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માગ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજજન, પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રભારી તારાબેન સહિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિત સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે અનેક પશુઓના મોત નિપજ્યા છે, તેમની સહાય તરત જ આપવામાં આવે તેમજ દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માગ કરાઈ હતી. સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં વરસવાની આગાહી તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં વરસવાની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસવની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસશે સાથે જ દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Jam Khambhaliyaમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામ ખંભાળીયા પંથકમાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લા 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેવા કે પોસ્ટ ઓફિસ રોડ, ચાર રસ્તા રોડ સહિતના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

વરસાદી પાણીથી વાહનચાલકોને મુશ્કેલી

સામાન્ય વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો જડેશ્વર રોડ, રામનાથ સોસાયટી, રોડ પર વરસાદી પાણી ભરાયા છે. શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે હવે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે.

જામ ખંભાળીયામાં કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

જામ ખંભાળીયામાં કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં 251% જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાની થવાની ભીતી છે. ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકમાં તેમજ જમીનમાં ધોવાણો થતાં કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી છે. રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માગ

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજજન, પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રભારી તારાબેન સહિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિત સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે અનેક પશુઓના મોત નિપજ્યા છે, તેમની સહાય તરત જ આપવામાં આવે તેમજ દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માગ કરાઈ હતી.

સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં વરસવાની આગાહી

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં વરસવાની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસવની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસશે સાથે જ દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.