Mehsana: તહેવારોમાં ગામડાઓ ફરી જીવંત, બાળકોએ ગ્રામ્ય જીવનનો આનંદ લીધો

સામાન્ય દિવસોમાં મોટા મોટા શહેરો લોકોથી ઉભરાતા હોય છે ત્યારે દિવાળીના તહેવારોમાં મહેસાણા જિલ્લાના ગામડાઓ પરિવારોથી ઉભરાયા છે. મહેસાણા જિલ્લાના ગામડાઓ ફરી વખત દિવાળીના તહેવારોમાં જીવંત બન્યા છે. સામાન્ય દિવસોમાં ખાલી ખમ જોવા મળતા ગામડાઓમાં હવે દિવાળીના તહેવારોની ચહેલ પહેલ જોવા મળી રહી છે. લોકોએ જૂની યાદો તાજી કરી મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના અનેક ગામડાઓના લોકો પોતાના ધંધા રોજગાર માટે મોટા મોટા શહેરોમાં પહોંચ્યા છે, અને પોતાનું જીવન જીવી રહ્યા છે, ત્યારે આ લોકો જ્યારે દિવાળી આવે છે ત્યારે અચૂક પોતાના ગામ આવે છે અને જૂની યાદો તાજી કરે છે. જૂના મિત્રોને મળવાનો સમય એટલે તહેવાર મોટા શહેરોમાંથી દર દિવાળીએ લોકો પોતાના વતન પોતાના ગામ પોતાના પરિવાર સાથે અહીં આવે છે અને ગામડાના જીવનની મજા માણે છે. ગામડે પોતાના મિત્રોને મળે છે, પોતાના પરિવારના અન્ય સભ્યોને મળે છે અને દિવાળીની મજા માણે છે. સંદેશ ન્યૂઝ દ્વારા ઊંઝા તાલુકાના ભુણાવ ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે જોયું કે સામાન્ય દિવસો સ્થાનિક દૂધ મંડળીમાંથી દૂધ નું વેચાણ રોજનું 70 થી 75 લીટર થતું હતું. જે દિવાળીના તહેવારોમાં 230 લીટર કરતાં વધુ પહોચ્યું છે. આ એક ગામની વાત નથી પરંતુ અનેક ગામડાઓમાં આજ સ્થિતિ છે અને આજે ગામડાઓમાં ફરી એકવાર ચહેલ - પહેલ જોવા મળી રહી છે. મંડળીઓમાં દૂધ લેવા માટે લોકો સવારે 9 વાગ્યાથી મંડળી આગળ પોતાના દૂધ લેવાના વાસણ મૂકી જાય છે અને સાંજે 6 કલાકે દૂધ લેવા આવે છે.

Mehsana: તહેવારોમાં ગામડાઓ ફરી જીવંત, બાળકોએ ગ્રામ્ય જીવનનો આનંદ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સામાન્ય દિવસોમાં મોટા મોટા શહેરો લોકોથી ઉભરાતા હોય છે ત્યારે દિવાળીના તહેવારોમાં મહેસાણા જિલ્લાના ગામડાઓ પરિવારોથી ઉભરાયા છે. મહેસાણા જિલ્લાના ગામડાઓ ફરી વખત દિવાળીના તહેવારોમાં જીવંત બન્યા છે. સામાન્ય દિવસોમાં ખાલી ખમ જોવા મળતા ગામડાઓમાં હવે દિવાળીના તહેવારોની ચહેલ પહેલ જોવા મળી રહી છે.

લોકોએ જૂની યાદો તાજી કરી

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના અનેક ગામડાઓના લોકો પોતાના ધંધા રોજગાર માટે મોટા મોટા શહેરોમાં પહોંચ્યા છે, અને પોતાનું જીવન જીવી રહ્યા છે, ત્યારે આ લોકો જ્યારે દિવાળી આવે છે ત્યારે અચૂક પોતાના ગામ આવે છે અને જૂની યાદો તાજી કરે છે.

જૂના મિત્રોને મળવાનો સમય એટલે તહેવાર

મોટા શહેરોમાંથી દર દિવાળીએ લોકો પોતાના વતન પોતાના ગામ પોતાના પરિવાર સાથે અહીં આવે છે અને ગામડાના જીવનની મજા માણે છે. ગામડે પોતાના મિત્રોને મળે છે, પોતાના પરિવારના અન્ય સભ્યોને મળે છે અને દિવાળીની મજા માણે છે.

સંદેશ ન્યૂઝ દ્વારા ઊંઝા તાલુકાના ભુણાવ ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે જોયું કે સામાન્ય દિવસો સ્થાનિક દૂધ મંડળીમાંથી દૂધ નું વેચાણ રોજનું 70 થી 75 લીટર થતું હતું. જે દિવાળીના તહેવારોમાં 230 લીટર કરતાં વધુ પહોચ્યું છે. આ એક ગામની વાત નથી પરંતુ અનેક ગામડાઓમાં આજ સ્થિતિ છે અને આજે ગામડાઓમાં ફરી એકવાર ચહેલ - પહેલ જોવા મળી રહી છે. મંડળીઓમાં દૂધ લેવા માટે લોકો સવારે 9 વાગ્યાથી મંડળી આગળ પોતાના દૂધ લેવાના વાસણ મૂકી જાય છે અને સાંજે 6 કલાકે દૂધ લેવા આવે છે.