IMD Forecast: નવા વર્ષે માવઠું, ઠંડીનો કહેર, ગરમીને સહન કરવા રહો તૈયાર
કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. લોકો નવા વર્ષના આગમન માટે તૈયાર છે. ત્યારે નવા વર્ષની આગાહીઓ ડરાવી દે તેવી છે. કારણ કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે. વાવાઝોડા, માવઠા, ઠંડીનો કહેર, ગરમીને સહન કરવા તૈયાર રહેવું પડશેહવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી નોંધાયું છે, જે 3.2 ડિગ્રી વધુ તાપમાન છે. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી તાપમાન છે, જે સામાન્ય 4.3 ડિગ્રી વધુ તાપમાન છે. વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે. હવામાન વિભાગે તો વરસાદ નહિ આવે તેવી આગાહીકરી છે. આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે તેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી. આ સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું જઈ રહ્યું છે.અંબાલાલ પટેલે શું કહ્યું અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. વાવાઝોડું આવી રહ્યું છે તેમણે કહ્યું કે, તો આ બાદ ૬ થી ૮ નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. ત્રણ વાવાઝોડા આવશે અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે. અંબાલાલ પટેલની પણ વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. લોકો નવા વર્ષના આગમન માટે તૈયાર છે. ત્યારે નવા વર્ષની આગાહીઓ ડરાવી દે તેવી છે. કારણ કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે. વાવાઝોડા, માવઠા, ઠંડીનો કહેર, ગરમીને સહન કરવા તૈયાર રહેવું પડશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી નોંધાયું છે, જે 3.2 ડિગ્રી વધુ તાપમાન છે. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી તાપમાન છે, જે સામાન્ય 4.3 ડિગ્રી વધુ તાપમાન છે. વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે.
હવામાન વિભાગે તો વરસાદ નહિ આવે તેવી આગાહીકરી છે. આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે તેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી. આ સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું જઈ રહ્યું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
વાવાઝોડું આવી રહ્યું છે
તેમણે કહ્યું કે, તો આ બાદ ૬ થી ૮ નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.
ત્રણ વાવાઝોડા આવશે
અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.
અંબાલાલ પટેલની પણ વાવાઝોડાની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.