Ahmedabad: 9 વર્ષ બાદ હત્યાનો આરોપી ક્રાઈમ બ્રાંચના સકંજામાં, કર્યો મોટો ખુલાસો
વર્ષ 2015માં અમદાવાદના દાણીલીમડામાં થયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીની ક્રાઈમ બ્રાંચે હત્યાના 9 વર્ષ બાદ ધરપકડ કરી છે. જોકે આરોપીની ધરપકડ બાદ હત્યા પ્રેમ લગ્ન કરવાના કારણે નહીં, પરંતુ, 20 વિઘા જમીન પડાવી લેવા માટે થઈ હોવાનું સામે આવ્યું છે.આ કેસના અન્ય બે આરોપી ફરાર જણાવી દઈએ કે હત્યાના ગુનામાં અગાઉ પણ બે આરોપી ઝડપાયા હતા, જોકે હજુ પણ આ કેસના અન્ય બે આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલમાં આરોપી મંજરઆલમ મણીયાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે. જે મુળ પશ્ચિમ બંગાળનો વતની છે અને વર્ષ 2015માં અમદાવાદ આવી તેની જ ગામની એક યુવતીની હત્યાને અંજામ આપ્યો હતો. જો બનાવની વિગતે વાત કરીએ તો 12 સપ્ટેમ્બર 2015ના રોજ દાણીલીમડાની નવાબની ચાલીમાં રહેતી નશરીનબેગમ શેખની ગળુ દબાવી તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. જે હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી મંજરઆલમનો મહત્વનો રોલ હતો. જેમાં તેણે અન્ય આરોપીને મૃતકનું ઘર બતાવી હત્યાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. 4 આરોપીઓએ હત્યાને આપ્યો હતો અંજામ હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી મંજરઆલમની પુછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક નસરીને અખ્તરઆલમ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે ઘર છોડી લગ્ન કર્યા હતા અને તે વાતની નારાજગી રાખી સજ્જાદઆલમ શેખ, સુફેદઆલમ શેખ, મુન્ના શેખ અને ઈસ્માઈલ શેખે હત્યાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે મૃતક નસરીન પરિવારની એક જ દિકરી હતી અને તેના પિતાની 20 વિઘા જમીન હતી. જેથી મૃતકના પિતરાઈ ભાઈઓએ પ્રેમ લગ્નના બહાને બહેનની હત્યા કરી જમીન પડાવી લેવાનો કારસો રચ્યો હતો અને જે કાવતરાની આરોપીને જાણ હોવા છતાં નસરીનનું ઘર બતાવ્યુ હતુ. જ્યાં હત્યા કરવામાં આવી હતી. લગ્નના 4 મહિનામાં જ યુવતીની હત્યા હત્યાના ગુનામાં અગાઉ પોલીસે સજ્જાદહુશેન અને સુફેદ આલમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે મુન્ના શેખ અને ઈસ્માઈલ શેખ હજુ ફરાર છે. ત્યારે સૌથી ગંભીર વાત એ છે કે લગ્નના 4 મહિનામાં જ યુવતીની હત્યા કરી. પ્રેમ લગ્નનો વિરોદ દર્શાવી જમીન પચાવી લેવાના કાવતરાનો ખુલાસો થયો છે. જે અંગે પોલીસે ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્ષ 2015માં અમદાવાદના દાણીલીમડામાં થયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીની ક્રાઈમ બ્રાંચે હત્યાના 9 વર્ષ બાદ ધરપકડ કરી છે. જોકે આરોપીની ધરપકડ બાદ હત્યા પ્રેમ લગ્ન કરવાના કારણે નહીં, પરંતુ, 20 વિઘા જમીન પડાવી લેવા માટે થઈ હોવાનું સામે આવ્યું છે.
આ કેસના અન્ય બે આરોપી ફરાર
જણાવી દઈએ કે હત્યાના ગુનામાં અગાઉ પણ બે આરોપી ઝડપાયા હતા, જોકે હજુ પણ આ કેસના અન્ય બે આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલમાં આરોપી મંજરઆલમ મણીયાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે. જે મુળ પશ્ચિમ બંગાળનો વતની છે અને વર્ષ 2015માં અમદાવાદ આવી તેની જ ગામની એક યુવતીની હત્યાને અંજામ આપ્યો હતો.
જો બનાવની વિગતે વાત કરીએ તો 12 સપ્ટેમ્બર 2015ના રોજ દાણીલીમડાની નવાબની ચાલીમાં રહેતી નશરીનબેગમ શેખની ગળુ દબાવી તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. જે હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી મંજરઆલમનો મહત્વનો રોલ હતો. જેમાં તેણે અન્ય આરોપીને મૃતકનું ઘર બતાવી હત્યાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે.
4 આરોપીઓએ હત્યાને આપ્યો હતો અંજામ
હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી મંજરઆલમની પુછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક નસરીને અખ્તરઆલમ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે ઘર છોડી લગ્ન કર્યા હતા અને તે વાતની નારાજગી રાખી સજ્જાદઆલમ શેખ, સુફેદઆલમ શેખ, મુન્ના શેખ અને ઈસ્માઈલ શેખે હત્યાને અંજામ આપ્યો હતો.
જોકે પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે મૃતક નસરીન પરિવારની એક જ દિકરી હતી અને તેના પિતાની 20 વિઘા જમીન હતી. જેથી મૃતકના પિતરાઈ ભાઈઓએ પ્રેમ લગ્નના બહાને બહેનની હત્યા કરી જમીન પડાવી લેવાનો કારસો રચ્યો હતો અને જે કાવતરાની આરોપીને જાણ હોવા છતાં નસરીનનું ઘર બતાવ્યુ હતુ. જ્યાં હત્યા કરવામાં આવી હતી.
લગ્નના 4 મહિનામાં જ યુવતીની હત્યા
હત્યાના ગુનામાં અગાઉ પોલીસે સજ્જાદહુશેન અને સુફેદ આલમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે મુન્ના શેખ અને ઈસ્માઈલ શેખ હજુ ફરાર છે. ત્યારે સૌથી ગંભીર વાત એ છે કે લગ્નના 4 મહિનામાં જ યુવતીની હત્યા કરી. પ્રેમ લગ્નનો વિરોદ દર્શાવી જમીન પચાવી લેવાના કાવતરાનો ખુલાસો થયો છે. જે અંગે પોલીસે ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.