Surendranagarમાં પોલિયો રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પૂરજોશમાં, વાંચો Inside Story

સમગ્ર રાજ્યને "પોલિયો મુકત" કરવાના હેતુ સાથે રાજ્યભરમાં "પોલિયો રસીકરણ અભિયાન"નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યાનાં હસ્તે જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી "પોલિયો રસીકરણ"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.નાના ભુલકાઓ પણ રહ્યાં હાજર આ તકે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવાની પ્રેરણા આપીને દેશ અને રાજ્યને "પોલિયો મુક્ત" બનાવવાનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકા કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ, સુરેન્દ્રનગર તાલુકા હેલ્થ ઓફિસર ડો. હરિત પાદરીયા, જિલ્લા આઇ.ઈ.સી.અધિકારી નરેશ પ્રજાપતિ, જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટરની તમામ ટીમ તેમજ ભૂલકાઓના માતા-પિતા બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં. 84 ટકા કામગીરી પૂર્ણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. અલ્પેશ સાધુ, ડો. વિધિ જોશી અને પ્રવિણભાઈ જીત્યાની ટીમ દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા "પોલિયો રસીકરણ અભિયાન" હેઠળ કુલ ૦૩ દિવસ કામગીરી અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૨,૨૧,૪૪૯ જેટલા ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. જે પૈકી આજ પ્રથમ દિવસે જ જિલ્લાના કુલ ૮૫૯ પોલિયો બુથમાં ૧,૮૭,૯૨૧ બાળકોને પોલિયોની રસી પીવડાવી, ૮૪% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સુપરવિઝન પણ કરવામાં આવે છે તદુપરાંત, આજે અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની કુલ ૧૭૧૯ ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે-ઘરે જઈને પોલિયો રસી અપાશે. ૮૪ મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા, તેમજ બહારથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે. ૬૫ ટ્રાન્ઝીસ્ટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળાબજારમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી, જિલ્લાના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવાની કામગીરી કરશે.આ કામગીરીની અસરકારક દેખરેખ માટે ૧૭૯ સુપરવાઈઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.

Surendranagarમાં પોલિયો રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પૂરજોશમાં, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજ્યને "પોલિયો મુકત" કરવાના હેતુ સાથે રાજ્યભરમાં "પોલિયો રસીકરણ અભિયાન"નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યાનાં હસ્તે જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી "પોલિયો રસીકરણ"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નાના ભુલકાઓ પણ રહ્યાં હાજર
આ તકે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવાની પ્રેરણા આપીને દેશ અને રાજ્યને "પોલિયો મુક્ત" બનાવવાનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકા કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ, સુરેન્દ્રનગર તાલુકા હેલ્થ ઓફિસર ડો. હરિત પાદરીયા, જિલ્લા આઇ.ઈ.સી.અધિકારી નરેશ પ્રજાપતિ, જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટરની તમામ ટીમ તેમજ ભૂલકાઓના માતા-પિતા બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

84 ટકા કામગીરી પૂર્ણ
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. અલ્પેશ સાધુ, ડો. વિધિ જોશી અને પ્રવિણભાઈ જીત્યાની ટીમ દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા "પોલિયો રસીકરણ અભિયાન" હેઠળ કુલ ૦૩ દિવસ કામગીરી અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૨,૨૧,૪૪૯ જેટલા ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. જે પૈકી આજ પ્રથમ દિવસે જ જિલ્લાના કુલ ૮૫૯ પોલિયો બુથમાં ૧,૮૭,૯૨૧ બાળકોને પોલિયોની રસી પીવડાવી, ૮૪% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

સુપરવિઝન પણ કરવામાં આવે છે
તદુપરાંત, આજે અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની કુલ ૧૭૧૯ ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે-ઘરે જઈને પોલિયો રસી અપાશે. ૮૪ મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા, તેમજ બહારથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે. ૬૫ ટ્રાન્ઝીસ્ટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળાબજારમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી, જિલ્લાના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવાની કામગીરી કરશે.આ કામગીરીની અસરકારક દેખરેખ માટે ૧૭૯ સુપરવાઈઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.