Banaskanthaમા ખાદ્ય મસાલાના નમૂનાઓમાં ઝેરી તત્વો મળી આવ્યા, વેપારીઓ સામે લેવાશે પગલા

બનાસકાંઠા જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું છે. પાલનપુરમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને મસાલાના નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું છે.તા.9 ઓક્ટોબરના રોજ પાલનપુરમાં વિવિધ દુકાનોમાંથી મસાલાના કુલ 14 નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના ફેઈલ ગયા ફૂડના આ નમૂનાઓની તપાસમાંથી 5 નમૂનાઓમાં ફાયપ્રોનિલ, ફેનોક્સાપ્રોપ પી ઇથાઈલ, ક્લોરપાયરીફોસ, થાઇમેથોક્સામ અને એઝોક્સિસ્ટ્રોબિન જેવા ઝેરી તત્વોની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું છે. આ નમૂનાઓ એમ.કે. મસાલા થરા, વાંકળ કરિયાણા સ્ટોર્સ થરાદ, એક્સક્લુઝિવ સ્પાઇસીસ પાલનપુર, યમી ફૂડપ્રોડક્ટસ પાલનપુર અને કુલદીપ કરિયાણા સ્ટોર્સ થરાદ માંથી લેવામાં આવ્યા હતા.આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, 2006 હેઠળ આ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે. ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

Banaskanthaમા ખાદ્ય મસાલાના નમૂનાઓમાં ઝેરી તત્વો મળી આવ્યા, વેપારીઓ સામે લેવાશે પગલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું છે. પાલનપુરમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને મસાલાના નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું છે.તા.9 ઓક્ટોબરના રોજ પાલનપુરમાં વિવિધ દુકાનોમાંથી મસાલાના કુલ 14 નમૂના લેવામાં આવ્યા હતા.

નમૂના ફેઈલ ગયા ફૂડના

આ નમૂનાઓની તપાસમાંથી 5 નમૂનાઓમાં ફાયપ્રોનિલ, ફેનોક્સાપ્રોપ પી ઇથાઈલ, ક્લોરપાયરીફોસ, થાઇમેથોક્સામ અને એઝોક્સિસ્ટ્રોબિન જેવા ઝેરી તત્વોની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું છે. આ નમૂનાઓ એમ.કે. મસાલા થરા, વાંકળ કરિયાણા સ્ટોર્સ થરાદ, એક્સક્લુઝિવ સ્પાઇસીસ પાલનપુર, યમી ફૂડપ્રોડક્ટસ પાલનપુર અને કુલદીપ કરિયાણા સ્ટોર્સ થરાદ માંથી લેવામાં આવ્યા હતા.આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, 2006 હેઠળ આ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની

જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.