Mehsana: તારંગા હિલ ઉપર ધર્મશાળા હતી, તળેટીમાં રેલવે લાઈન હતી
જૈનોના તીર્થ સ્થાન તારંગા હિલ ઉપર કલ્યાણજી આણંદજીની પેઢીએ મુસાફરો માટે ધર્મશાળા અને રેલવેના સ્ટાફ ઉપરાંત મુસાફરો અને પ્રવાસીઓ માટે સગવડ ઉભી કરી આ ધર્મશાળામાં પ્રવાસીઓ અને રેલવેનો સ્ટાફ રોકાતો હતો. તારંગાની તળેટી સુધી રેલવે દોડતી અને પગપાળા તારંગા હિલ ઉપર તળેટીથી પહોંચતા હતા. રાત્રિ રોકાણ કરી હિલ ઉપર પદયાત્રા કરતા હતા. આજે આ બધી સુવિધાઓ ખંડેર હાલતમાં છે. એક સમય એવો હતો કે તારંગા હિલ ઉપર શાળા અને કોલેજોનાં છાત્રોને પ્રવાસે લઈ જવામાં આવતા હતા. તે સમયે ખડકાળ અને ખરબચડા માર્ગો ઉપર ચાલવું પડતું હતું. આજે પણ રેલવેના જૂના કર્મચારીઓ પણ ભૂતકાળનાં સંસ્મરણો વાગોળે છે. અન્ય રાજ્યોમાંથી જૈનો તેમજ જૈનેતર મુસાફરોની તારંગા હિલ ઉપર અવર જવર રહેતી હતી. સમયાંતરે તારંગા હિલની ધર્મશાળા અને તળેટી રેલવે સ્ટેશન ખંડેર બની ગયાં છે અને એક સમયે ધબકતું જન જીવન શુષ્ક બની ગયું છે. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરો ખંડેરમાં ફેરવાયેલી તારંગા હિલની વરવી વાસ્તવિકતાનો ચિતાર આપે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૈનોના તીર્થ સ્થાન તારંગા હિલ ઉપર કલ્યાણજી આણંદજીની પેઢીએ મુસાફરો માટે ધર્મશાળા અને રેલવેના સ્ટાફ ઉપરાંત મુસાફરો અને પ્રવાસીઓ માટે સગવડ ઉભી કરી આ ધર્મશાળામાં પ્રવાસીઓ અને રેલવેનો સ્ટાફ રોકાતો હતો.
તારંગાની તળેટી સુધી રેલવે દોડતી અને પગપાળા તારંગા હિલ ઉપર તળેટીથી પહોંચતા હતા. રાત્રિ રોકાણ કરી હિલ ઉપર પદયાત્રા કરતા હતા. આજે આ બધી સુવિધાઓ ખંડેર હાલતમાં છે. એક સમય એવો હતો કે તારંગા હિલ ઉપર શાળા અને કોલેજોનાં છાત્રોને પ્રવાસે લઈ જવામાં આવતા હતા. તે સમયે ખડકાળ અને ખરબચડા માર્ગો ઉપર ચાલવું પડતું હતું.
આજે પણ રેલવેના જૂના કર્મચારીઓ પણ ભૂતકાળનાં સંસ્મરણો વાગોળે છે. અન્ય રાજ્યોમાંથી જૈનો તેમજ જૈનેતર મુસાફરોની તારંગા હિલ ઉપર અવર જવર રહેતી હતી. સમયાંતરે તારંગા હિલની ધર્મશાળા અને તળેટી રેલવે સ્ટેશન ખંડેર બની ગયાં છે અને એક સમયે ધબકતું જન જીવન શુષ્ક બની ગયું છે. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરો ખંડેરમાં ફેરવાયેલી તારંગા હિલની વરવી વાસ્તવિકતાનો ચિતાર આપે છે.