Junagadh: 62 વર્ષીય વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલા, નોંધાઈ પોલીસ ફરિયાદ
જૂનાગઢમાં 62 વર્ષના વૃદ્ધે 9 વર્ષની બાળકી સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બાળકીના ઘરે જઈ અને તેને રમાડવાનું કહી જ્યારે તેની માતા ચા બનાવતી હતી, ત્યારે અડપલા કરતા બાળકી ગભરાઈ ગઈ હતી.62 વર્ષીય વૃદ્ધ બાળકીને રમાડવાના બહાને અડપલા કરતો હતો આ 62 વર્ષના વૃદ્ધે નવ વર્ષની બાળકીના ઘરે રમવા બોલાવી અડપલા કરી જાતીય સતામણી કરતો હતો. આ ઉપરાંત હાલ આ બાળકી બીજા વિસ્તારમાં રહેવા જતા 62 વર્ષના મહમદ સફી અબ્દુલ્લા અમરેલીયા નામનો વ્યક્તિ તેના ઘરે પહોંચી ગયો હતો અને બાળકીને રમાડવાના બહાને અડપલા કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી જ્યારે બાળકીની માતા આ વ્યક્તિ માટે ચા બનાવવા માટે રસોડામાં ગઈ ત્યારે આ તકનો લાભ લઈ 62 વર્ષીય વૃદ્ધે બાળકી સાથે અડપલા કર્યા હતા. જે તેની માતા જોઈ જતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને આ અંગે દીકરીને પૂછતા તેનીએ જ્યારે પાડોશમાં રહેતા હતા, ત્યારે પણ સફી ઘાંચીએ તેના ઘરે રમવા બોલાવીને અવારનવાર અડપલા કર્યા હોવાનું બાળકીએ જણાવ્યું હતું, આથી તેની માતાએ વૃદ્ધ સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ છોટા ઉદેપુરમાં નર્સની સાથે છેડતીની ઘટના બની હતી તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ છોટા ઉદેપુરમાં નર્સની સાથે છેડતીની ઘટના બની હતી. છોટા ઉદેપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના બની હતી. દવાખાનાની પાછળ જ રહેતો જગદીશ રાઠવા નામનો એક નરાધમ બદ ઈરાદે દવાખાનામાં આવ્યો હતો અને નર્સને બાથમાં લીધી હતી અને નર્સે પોતાનો બચાવ કરવા માટે નરાધમને ધક્કો માર્યો હતો અને પોતાનો બચાવ કર્યો હતો. નર્સે દવાખાનાની પાછળ જ રહેતા જગદીશ રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભાભરમાં જૈન સાધ્વીજીની સાથે પણ છેડતીની ઘટના બની હતી. પોલીસે છેડતી કરનાર વ્યક્તિનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને ઘટના બાદ બનાસકાંઠા પોલીસ આરોપીને પકડવા માટે દોડતી થઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં 62 વર્ષના વૃદ્ધે 9 વર્ષની બાળકી સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બાળકીના ઘરે જઈ અને તેને રમાડવાનું કહી જ્યારે તેની માતા ચા બનાવતી હતી, ત્યારે અડપલા કરતા બાળકી ગભરાઈ ગઈ હતી.
62 વર્ષીય વૃદ્ધ બાળકીને રમાડવાના બહાને અડપલા કરતો હતો
આ 62 વર્ષના વૃદ્ધે નવ વર્ષની બાળકીના ઘરે રમવા બોલાવી અડપલા કરી જાતીય સતામણી કરતો હતો. આ ઉપરાંત હાલ આ બાળકી બીજા વિસ્તારમાં રહેવા જતા 62 વર્ષના મહમદ સફી અબ્દુલ્લા અમરેલીયા નામનો વ્યક્તિ તેના ઘરે પહોંચી ગયો હતો અને બાળકીને રમાડવાના બહાને અડપલા કરતો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
જ્યારે બાળકીની માતા આ વ્યક્તિ માટે ચા બનાવવા માટે રસોડામાં ગઈ ત્યારે આ તકનો લાભ લઈ 62 વર્ષીય વૃદ્ધે બાળકી સાથે અડપલા કર્યા હતા. જે તેની માતા જોઈ જતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને આ અંગે દીકરીને પૂછતા તેનીએ જ્યારે પાડોશમાં રહેતા હતા, ત્યારે પણ સફી ઘાંચીએ તેના ઘરે રમવા બોલાવીને અવારનવાર અડપલા કર્યા હોવાનું બાળકીએ જણાવ્યું હતું, આથી તેની માતાએ વૃદ્ધ સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ છોટા ઉદેપુરમાં નર્સની સાથે છેડતીની ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ છોટા ઉદેપુરમાં નર્સની સાથે છેડતીની ઘટના બની હતી. છોટા ઉદેપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના બની હતી. દવાખાનાની પાછળ જ રહેતો જગદીશ રાઠવા નામનો એક નરાધમ બદ ઈરાદે દવાખાનામાં આવ્યો હતો અને નર્સને બાથમાં લીધી હતી અને નર્સે પોતાનો બચાવ કરવા માટે નરાધમને ધક્કો માર્યો હતો અને પોતાનો બચાવ કર્યો હતો. નર્સે દવાખાનાની પાછળ જ રહેતા જગદીશ રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભાભરમાં જૈન સાધ્વીજીની સાથે પણ છેડતીની ઘટના બની હતી. પોલીસે છેડતી કરનાર વ્યક્તિનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને ઘટના બાદ બનાસકાંઠા પોલીસ આરોપીને પકડવા માટે દોડતી થઈ હતી.