GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં CM રહ્યા ઉપસ્થિત, આવનાર વર્ષોમાં થનાર કામગીરીની સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં, આ પ્રસંગે GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો - GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી તથા તેની વિગતો અને આયોજન દર્શાવવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GCCIના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે GCCIના સ્થાપક શ્રી કસ્તુરભાઈ લાલભાઈની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કાર્યશક્તિના ફળ ગુજરાતને હરહંમેશ મળતા રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.રાજ્યની વિકાસ યાત્રાના વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો. તેમણે સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહીમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છીએ.'યહીં સમય હે, સહી સમય હે' એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહીત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન પદ્મ શ્રી સવજીભાઈ ધોળકીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ તથા ત્વરિત નિર્ણય શક્તિના લીધે રાજ્ય આજે વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જીવનમાં વેપાર ધંધા સાથે સમાજ સેવા કરવાથી અને સમાજને પાછું આપવાથી અનેરો આત્મસંતોષ મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફેન્ડલી પોલિસી, સહાયો અને યોજનાઓના યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખરાં અર્થમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની સંકલ્પના સાકાર થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ અને અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, GCCIના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ, GCCIના હોદ્દેદારો અને સભ્યો, વિવિધ કમિટીઓના પ્રમુખ તથા કમિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં CM રહ્યા ઉપસ્થિત, આવનાર વર્ષોમાં થનાર કામગીરીની સમીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં, આ પ્રસંગે GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો - GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી તથા તેની વિગતો અને આયોજન દર્શાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GCCIના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે GCCIના સ્થાપક શ્રી કસ્તુરભાઈ લાલભાઈની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કાર્યશક્તિના ફળ ગુજરાતને હરહંમેશ મળતા રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.

રાજ્યની વિકાસ યાત્રાના વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો. તેમણે સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહીમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છીએ.

'યહીં સમય હે, સહી સમય હે' એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહીત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન પદ્મ શ્રી સવજીભાઈ ધોળકીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ તથા ત્વરિત નિર્ણય શક્તિના લીધે રાજ્ય આજે વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જીવનમાં વેપાર ધંધા સાથે સમાજ સેવા કરવાથી અને સમાજને પાછું આપવાથી અનેરો આત્મસંતોષ મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફેન્ડલી પોલિસી, સહાયો અને યોજનાઓના યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખરાં અર્થમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની સંકલ્પના સાકાર થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ અને અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, GCCIના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ, GCCIના હોદ્દેદારો અને સભ્યો, વિવિધ કમિટીઓના પ્રમુખ તથા કમિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.