વિજાપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ, મહેસાણા જિલ્લામાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
Mehsana Rain Forecast : ઉત્તર ગુજરાતમાં દસેક દિવસથી વરસાદ ખેંચાતા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા. 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં આનંદ છવાયો છે. ત્યારે ફરી એકવાર વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિજાપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ આજે વહેલી સવારથી પડી રહેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વિજાપુર 67 મીમી, મહેસાણા 26 મીમી, વિસનગર 21 મીમી, વડનગર 15 મીમી, ખેરાલુ 10 મીમી, કડી 8 મીમી, ઊંઝા 7 મીમી, જોટાણા 5 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે શુક્રવારે બનાસકાંઠામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમરીયા વરસાદથી ઠંડક પ્રસરી હતી. આ પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ, મીઠાખળી અંડરપાસ બંધવિસનગરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિઆજે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહેસાણાના વિસનગર શહેરમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવી હતી. વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં એટલે માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેને લીધે શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. જેને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘરાજા ધમાકેદાર બેટીંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં 5 દિવસની આગાહીમહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આ વર્ષે ચોમાસાની કુરતા પ્રમાણમાં જુવાર થઈ નથી. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની આશાએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દસેક દિવસથી ગણેય જિલ્લાઓમાં મેઘરાજાએ રીસામણા લેતાં ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ હતી. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા તા.23થી 27 ઓગસ્ટ સુધી પાંચ દિવસ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આ વર્ષે ચોમાસાની કુરતા પ્રમાણમાં જુવાર થઈ નથી. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની આશાએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દસેક દિવસથી ગણેય જિલ્લાઓમાં મેઘરાજાએ રીસામણા લેતાં ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ હતી. આ દરમિયાન, હવામાન વિભાગ દ્વારા તા.23થી 27 ઓગસ્ટ સુધી પાંચ દિવસ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જેના પગલે શુક્રવારે ત્રણેય જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં બપોરના સુમારે વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.જયારે મહેસાણા જિલ્લામાં પણ સતલાસણામાં 15 મીમી, ખેરાલુ 4 મીમી, ઊંઝા 9 મીમી, વિજાપુર 13 મીમી વરસાદ સવારે થી સાંજે 6 વાગ્યા સુધીમાં પડ્યો હતો. ઉપરાંત મહેસાણા શહેર સહિત અન્ય વિસ્તારમાં ઝરમરીયો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mehsana Rain Forecast : ઉત્તર ગુજરાતમાં દસેક દિવસથી વરસાદ ખેંચાતા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા. 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં આનંદ છવાયો છે. ત્યારે ફરી એકવાર વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વિજાપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ
આજે વહેલી સવારથી પડી રહેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વિજાપુર 67 મીમી, મહેસાણા 26 મીમી, વિસનગર 21 મીમી, વડનગર 15 મીમી, ખેરાલુ 10 મીમી, કડી 8 મીમી, ઊંઝા 7 મીમી, જોટાણા 5 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે શુક્રવારે બનાસકાંઠામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમરીયા વરસાદથી ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ, મીઠાખળી અંડરપાસ બંધ
વિસનગરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ
આજે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહેસાણાના વિસનગર શહેરમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવી હતી. વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં એટલે માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેને લીધે શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. જેને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘરાજા ધમાકેદાર બેટીંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં 5 દિવસની આગાહી
મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આ વર્ષે ચોમાસાની કુરતા પ્રમાણમાં જુવાર થઈ નથી. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની આશાએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દસેક દિવસથી ગણેય જિલ્લાઓમાં મેઘરાજાએ રીસામણા લેતાં ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ હતી. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા તા.23થી 27 ઓગસ્ટ સુધી પાંચ દિવસ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આ વર્ષે ચોમાસાની કુરતા પ્રમાણમાં જુવાર થઈ નથી. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની આશાએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દસેક દિવસથી ગણેય જિલ્લાઓમાં મેઘરાજાએ રીસામણા લેતાં ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ હતી.
આ દરમિયાન, હવામાન વિભાગ દ્વારા તા.23થી 27 ઓગસ્ટ સુધી પાંચ દિવસ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જેના પગલે શુક્રવારે ત્રણેય જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં બપોરના સુમારે વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જયારે મહેસાણા જિલ્લામાં પણ સતલાસણામાં 15 મીમી, ખેરાલુ 4 મીમી, ઊંઝા 9 મીમી, વિજાપુર 13 મીમી વરસાદ સવારે થી સાંજે 6 વાગ્યા સુધીમાં પડ્યો હતો. ઉપરાંત મહેસાણા શહેર સહિત અન્ય વિસ્તારમાં ઝરમરીયો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.